Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાષા માત્ર વિચારોની અભિવ્યક્તિ છે,ભાષા વ્યક્તિની ક્ષમતાની નિશાની ન હોઈ શકે- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

આજે રાષ્ટ્રીય હિન્દી દિવસે ગુજરાતની મુલાકાતે આલેવી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહે સુરતમાં રાજભાષા હિન્દી મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.  સાથે જ આ પ્રસંગે માન. શ્રી અમિતભાઈ શાહે અધિકૃત ભાષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજભાષા કીર્તિ અને ગૌરવ પુરસ્કારો અર્પણ કર્યા હતાં,  અને હિન્દી શબ્દકોશ અને વિશ્વ-સ્તરીય અનુવાદ ટૂલ 'કંઠસ્થ 2.0' નું લોકાર્પમ પણ કર્યું હતું.इस अà
ભાષા માત્ર વિચારોની અભિવ્યક્તિ છે ભાષા વ્યક્તિની ક્ષમતાની નિશાની ન હોઈ શકે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
આજે રાષ્ટ્રીય હિન્દી દિવસે ગુજરાતની મુલાકાતે આલેવી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહે સુરતમાં રાજભાષા હિન્દી મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.  સાથે જ આ પ્રસંગે માન. શ્રી અમિતભાઈ શાહે અધિકૃત ભાષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજભાષા કીર્તિ અને ગૌરવ પુરસ્કારો અર્પણ કર્યા હતાં,  અને હિન્દી શબ્દકોશ અને વિશ્વ-સ્તરીય અનુવાદ ટૂલ 'કંઠસ્થ 2.0' નું લોકાર્પમ પણ કર્યું હતું.
Advertisement

હિન્દીનું મહત્ત્વ સમજાવતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે કહ્યું કે, હું દેશના યુવાનોને કહેવા માંગુ છું કે સ્વ-ભાષા અંગે વિદેશી શાસન દ્વારા ઉભી થયેલી હીનતાની માનસિકતાને દૂર કરો અને આપણી માતૃભાષા અને રાજભાષાનો સ્વીકાર કરીને તેને સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપો. હું બધા વાલીઓને વિનંતી કરવા માંગુ છું કે ઘરે બાળકો સાથે રોજબરોજની વાતચીતમાં સ્વ-ભાષાનો મહત્તમ ઉપયોગ કરો. બાળકોના સુવર્ણ ભવિષ્ય માટે તેમને પોતાની ભાષા શીખવો, કારણ કે સ્વ-ભાષા દ્વારા જ બાળક દેશના ઇતિહાસ અને સંસ્કૃતિને જાણીને દેશના મૂળ સાથે જોડાઈ શકે છે. સ્વ-ભાષામાં અભ્યાસ કરતું બાળક રાજભાષા હિન્દી ખૂબ જ સરળતાથી શીખી શકે છે.અને જ્યારે તે પોતાની ભાષા અને રાજભાષા હિન્દીમાં પોતાના વિચારો વ્યક્ત કરે છે તો આખો દેશ પણ તેના વિચારો સરળતાથી સમજાવી શકે છે.


 ગાંધીજીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે જો મને ફાજલ સમય મળશે તો હું તે સમયે સૂતર કાંતવા સાથે રાજભાષા હિન્દી શીખીને તેને સમૃદ્ધ બનાવવામાં મારો સમય વ્યતિત કરીશ. ગાંધીજીએ રોજગારી અને સ્વ-ભાષાના વિઝન સાથે દેશને રાષ્ટ્રીય પુનઃનિર્માણના માર્ગે આગળ લઈ જવાનો માર્ગ બતાવ્યો. 
Advertisement



સ્વામી દયાનંદ સરસ્વતી માનતા હતા કે વેદોનું જ્ઞાન અને તેમના દ્વારા તમામ ધર્મો પર કરવામાં આવેલ વિશ્લેષણ હિન્દી ભાષા દ્વારા જ સમગ્ર દેશની જનતા સુધી સરળતાથી પહોંચી શકે છે. તેથી તેમણે હિન્દીમાં સત્યાર્થ પ્રકાશ લખવાનું કામ કર્યું. જે લોકો હિન્દી સ્થાનિક ભાષાઓની સ્પર્ધાત્મક ભાષા ગણે છે , આવો પ્રચાર કરતા લોકોને હું કહેવા માંગુ છું કે હિન્દી કોઈ હરીફ ભાષા નથી પરંતુ તમામ સ્થાનિક ભાષાઓની મિત્રભાષા છે. હિન્દીની સમૃદ્ધિથી દેશની તમામ સ્થાનિક ભાષાઓ સમૃદ્ધ થશે અને સ્થાનિક ભાષાઓની સમૃદ્ધિથી હિન્દી સમૃદ્ધ થશે.
Advertisement
Tags :
Advertisement

.