Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવની RJDમાંથી રાજીનામાની જાહેરાત, મારપીટના આરોપ બાદ નિર્ણય

બિહારના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. RJD નેતા તેજ પ્રતાપ યાદવે સોમવારે રાષ્ટ્રીય જનતા દળ (RJD)માંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. પાર્ટીના કાર્યકર્તા સાથે બંધ રૂમમાં મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લાગ્યા બાદ તેણે આ જાહેરાત કરી છે. હસનપુરના ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવે ટ્વીટ કરીનà«
લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવની rjdમાંથી રાજીનામાની જાહેરાત  મારપીટના આરોપ બાદ નિર્ણય
બિહારના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. RJD નેતા તેજ પ્રતાપ યાદવે સોમવારે રાષ્ટ્રીય જનતા દળ (RJD)માંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. પાર્ટીના કાર્યકર્તા સાથે બંધ રૂમમાં મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લાગ્યા બાદ તેણે આ જાહેરાત કરી છે. હસનપુરના ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે "હું મારા પિતાના પગલે ચાલ્યો છું. તમામ કાર્યકર્તાઓનું સન્માન કરંયુ છે. ટૂંક સમયમાં મારા પિતાને મળીને મારું રાજીનામું આપીશ."
Advertisement

બંધ રૂમમાં કાર્યકર્તા સાથે મારપીટનો આરોપ
RJDના  પટના મહાનગરના યુવા સેલના અધ્યક્ષ રામરાજ યાદવે 22 એપ્રિલે યોજાયેલી ઈફ્તાર પાર્ટી દરમિયાન તેજ પ્રતાપ પર બંધ રૂમમાં માર મારવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ અપશબ્દો બોલ્યાની વાત પણ કરી હતી. માત્ર આટલું જ નહીં રામરાજે કહ્યું કે તેજ પ્રતાપે તેને ધમકી આપી કે પાર્ટી છોડી દે નહીંતર દસ દિવસમાં તને ગોળી મારી દઈશ. જેનાથી નારાજ થઈને તેઓ સોમવારે પાર્ટી કાર્યાલય પહોંચ્યા અને અન્ય યુવા કાર્યકરો સાથે પોતાનું રાજીનામું આપ્યું હતું.
રાજીનામું આપવા આવેલા રામરાજે કહ્યું, "મેં તરત જ પાર્ટીના મોટા નેતાઓ અને પદાધિકારીઓને આ વિશે જાણ કરી હતી. તેઓએ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ ત્રણ દિવસ પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, તેથી હું હવે રાજીનામું લઇને પાર્ટી ઓફિસમાં આવ્યો છું"
તેજ પ્રતાપે પોતાને નિર્દોષ ગણાવ્યો
બજા તરફ તેજ પ્રતાપ યાદવે આ સમગ્ર મામલે પોતાને નિર્દોષ ગણાવ્યો છે. રામરાજ સાથેની એક તસવીર શેર કરતાં તેણે કહ્યું, "આ આરોપ પાયાવિહોણા છે. રામરાજ કોઇકના કહેવાથી આરોપો લગાવી રહ્યા છે. આ ઈફ્તારના દિવસની તસવીર છે. ઘણી હૂંફ સાથે આ તસવીર ખેંચાવી હતી.."
Tags :
Advertisement

.