Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવે પણ ઝૂકાવ્યું

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને દેશમાં ચર્ચાઓ ચાલી રહી છે. NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ કે પછી સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા દેશના આગામી રાષ્ટ્રપતિ હશે, તે વિશે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. જો કે અત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાં સૌથી વધુ જે નામની ચર્ચા થઈ રહી છે તે નામ છે 'લાલુ પ્રસાદ યાદવ' રાષ્ટ્રપતિની ચૂંટણી 2022માં કુલ 115 નોમિનેશન ફાઈલ કરવામાં આવ્યા છે, જેમાં દ્રà«
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવે પણ ઝૂકાવ્યું
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને દેશમાં ચર્ચાઓ ચાલી રહી છે. NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ કે પછી સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા દેશના આગામી રાષ્ટ્રપતિ હશે, તે વિશે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. જો કે અત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાં સૌથી વધુ જે નામની ચર્ચા થઈ રહી છે તે નામ છે 'લાલુ પ્રસાદ યાદવ'
 રાષ્ટ્રપતિની ચૂંટણી 2022માં કુલ 115 નોમિનેશન ફાઈલ કરવામાં આવ્યા છે, જેમાં દ્રૌપદી મુર્મૂ અને યશવંત સિંહાના નામનો પણ સમાવેશ થાય છે. આ 115 નામોમાં એક ઉમેદવારનું નામ લાલુ પ્રસાદ યાદવ પણ છે. જો કે આ લાલુ પ્રસાદ યાદવ આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવ નથી જે બિહારના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.
વાસ્તવમાં મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લાલુ પ્રસાદ યાદવે દેશના ટોચના બંધારણીય પદ માટે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આ સિવાય તમિલનાડુના એક સામાજિક કાર્યકર તેમજ દિલ્હીના એક પ્રોફેસર પણ રાષ્ટ્રપતિ બનવાની રેસમાં સામેલ છે.
જો કે, નિયમો અનુસાર, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફોર્મ ભરનારાનું નામ તે સંજોગોમાં રદ થઇ શકે છે,  જો તેમને સંસદ અને વિધાનસભાના સભ્યોના બનેલા ચૂંટણી મંડળના 50 પ્રસ્તાવકો અને 50 સમર્થકોનું સમર્થન ના મળે. 
 જો કોઇ ઉમેદવાર 15,000 રુપિયા રોકડમાં ચૂકવતો નથી અથવા ભારતીય રિઝર્વ બેંક અથવા સરકારી ટ્રેઝરી સાથે જમા કરાયેલી રકમ દર્શાવતી રસીદ રજૂ કરતો નથી, તો તેનું ફોર્મ નકારવામાં આવશે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી રહી છે અને સાંજ સુધીમાં અંતિમ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. હવે લાલુ પ્રસાદ યાદવ ચૂંટણી લડી શકશે કે નહીં તે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે, પરંતુ તેમની ઉમેદવારીથી ઉત્તેજના છવાઇ છે
Advertisement
Tags :
Advertisement

.