Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'લાલ સિંહ ચઢ્ઢા'નો સોશિયલ મીડિયા પર બહિષ્કાર, જાણો શું છે કારણ

ચાહકો આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં અને આ રાહ હવે પૂરી થઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર ગઇ કાલે રીલિઝ થઇ ગયું છે, પરંતુ ટ્રેલર આવતાની સાથે જ આ ફિલ્મ લોકોના નિશાના પર આવી ગઈ છે. આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નો સોશિયલ મીડિયા પર બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. લાલ સિંહ ચઢ્ઢાની બહિષ્કાર કરવાની માંગ અંગેનું કારણ જાણીને આશ્ચર્ય થશે.  'ફોરેસ્ટ ગમ્પ'ની à
 લાલ સિંહ ચઢ્ઢા નો સોશિયલ મીડિયા પર બહિષ્કાર  જાણો શું છે કારણ

ચાહકો આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં અને આ રાહ હવે પૂરી થઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર ગઇ કાલે રીલિઝ થઇ ગયું છે, પરંતુ ટ્રેલર આવતાની સાથે જ આ ફિલ્મ લોકોના નિશાના પર આવી ગઈ છે. આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નો સોશિયલ મીડિયા પર બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. લાલ સિંહ ચઢ્ઢાની બહિષ્કાર કરવાની માંગ અંગેનું કારણ જાણીને આશ્ચર્ય થશે.

Advertisement

 'ફોરેસ્ટ ગમ્પ'ની ઓફિશિયલ હિન્દી રિમેક
'બૉયકોટ લાલ સિંહ ચઢ્ઢા' સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. વાસ્તવમાં, આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' હોલીવુડની ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની ઓફિશિયલ હિન્દી રિમેક છે, મૂળ ફિલ્માં ટોમ હેન્કસે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ OTT પર ઉપલબ્ધ છે. જો કે લોકો ફિલ્મની નકલ કરવાને લઈને નારાજ છે. આ સિવાય લોકોનો આરોપ છે કે આમિર ખાને ભૂતકાળમાં આવા અનેક નિવેદનો આપ્યા છે, જે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની વિરુદ્ધ છે. 
જૂના નિવેદનનો પણ ફરી એકવાર વિરોધ
આ સિવાય આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવના જૂના નિવેદનનો પણ ફરી એકવાર વિરોધ થઈ રહ્યો છે. આમિર ખાનની ફિલ્મનો વિરોધ કરતા એક યુઝરે ટ્વિટર પર લખ્યું, 'આમીર ખાન કહે છે - દેશ અસહિષ્ણુ બની ગયો છે અને તે ભારત છોડવા માંગે છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'મિત્રો, કરીના કપૂર પોતે કહે છે કે હું મારી ફિલ્મો જોતી નથી, તેથી તેમની ફિલ્મો જોવા ન જાવ.' આ સિવાય ઘણા યુઝર્સે મીમ્સ શેર કરતા આમિર ખાનને ટ્રોલ કર્યો છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકોએ આમિર ખાન અને તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નો વિરોધ કર્યો હતો. આ દરમિયાન રસ્તાઓ પર આમિર ખાનના પોસ્ટરો ફાડીને સળગાવવામાં આવ્યા હતા. સનાતન રક્ષક સેનાએ પણ આમિરના જૂના નિવેદનનો વિરોધ કર્યો હતો. 

Advertisement




'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ ડેટ બદલીને 11 ઓગસ્ટ કરાઇ
આમિર ખાન ચાર વર્ષ પછી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'થી સિનેમાઘરોમાં પાછો ફરી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' છે, જે ફ્લોપ રહી હતી. પરંતુ 'લાલ સિંહ ચડ્ઢા'નો ચાહકોમાં ભારે ઉત્સાહ છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આમિર ખાન સાથે કરીના કપૂર જોવા મળશે. આમિર ખાનની આ ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી જો કે  'લાલ સિંહ ચઢ્ઢા' અને 'KGF ચેપ્ટર 2'ની બોક્સ ઓફિસ પર સ્પર્ધા ટાળવા માટે પાછી ઠેલાઇ હતી. છેલ્લી ઘડીએ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ ડેટ બદલીને 11 ઓગસ્ટ કરવામાં આવી હતી. 
Advertisement
Tags :
Advertisement

.