Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિન્દુ મહાસભાની મથુરાની ઇદગાહમાં લડ્ડુ ગોપાલને અભિષેકની ઇચ્છા, કોર્ટમાં કરાઇ અરજી

દેશભરમાં અત્યારે જ્ઞાનવાપી મસ્જિદમાં થયેલાં સર્વેને લઈને ચાલી રહેલા હંગામા વચ્ચે મથુરાની ઈદગાહ મુદ્દે કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો છે. મથુરાની ઈદગાહ  મુદ્દે હિન્દુ પક્ષે કાયદાની રાહ પકડીઅખિલ ભારતીય હિંદુ મહાસભાએ ઇદગાહમાં લડ્ડુ ગોપાલના અભિષેક માટે કોર્ટ પાસે મંજૂરી માંગી છે. જ્ઞાનવાપી મસ્જિદમાં સરવેને લઈને ચાલી રહેલા હંગામા વચ્ચે મથુરાની ઈદગાહ  મુદ્દે હિન્દુ પક્ષે à
હિન્દુ મહાસભાની મથુરાની ઇદગાહમાં લડ્ડુ ગોપાલને અભિષેકની ઇચ્છા  કોર્ટમાં  કરાઇ અરજી
દેશભરમાં અત્યારે જ્ઞાનવાપી મસ્જિદમાં થયેલાં સર્વેને લઈને ચાલી રહેલા હંગામા વચ્ચે મથુરાની ઈદગાહ મુદ્દે કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો છે. 

મથુરાની ઈદગાહ  મુદ્દે હિન્દુ પક્ષે કાયદાની રાહ પકડી
અખિલ ભારતીય હિંદુ મહાસભાએ ઇદગાહમાં લડ્ડુ ગોપાલના અભિષેક માટે કોર્ટ પાસે મંજૂરી માંગી છે. જ્ઞાનવાપી મસ્જિદમાં સરવેને લઈને ચાલી રહેલા હંગામા વચ્ચે મથુરાની ઈદગાહ  મુદ્દે હિન્દુ પક્ષે કાયદાની રાહ પકડી છે. હવે અખિલ ભારતીય હિંદુ મહાસભાએ ઇદગાહમાં લડ્ડુ ગોપાલનો જલાભિષેક કરવાની પરવાનગી માંગવામાં આવી છે. આ અરજી સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોર્ટે સુનાવણીની તારીખ 1 જુલાઈ નક્કી કરી છે. અગાઉ, મથુરાની શાહી ઇદગાહ મસ્જિદમાં ધાર્મિક પ્રતીકો સાથે છેડછાડની આશંકા સાથે, તેમાં આંદોલન રોકવા માટે કોર્ટમાં આરક્ષણની માંગ પણ કરવામાં આવી છે. સિવિલ જજ સિનિયર ડિવિઝન કોર્ટ આગામી 1 જુલાઈના રોજ મંગળવારે અરજીની સુનાવણી કરશે.

હિંદુ અવશેષો નાશ પામશે, તો મિલકતનું સ્વરુપ બદલાઈ જશે
આ મુદ્દે મહેન્દ્ર પ્રતાપ સિંહે કોર્ટમાં અરજી રજૂ કરી હતી કે બનારસની જ્ઞાનવાપી મસ્જિદની જેમ મથુરામાં વિવાદિત મસ્જિદની મિલકત શ્રી કૃષ્ણ જન્મભૂમિની છે. તેમાં હિંદુ ધાર્મિક અવશેષો જેવા કે કમળ, શેષનાગ, ઓમ, સ્વસ્તિક વગેરે ચિહ્નો અને અવશેષો છે. આમાંના કેટલાક નષ્ટ પણ કરી દેવાયાં છે. જેમાંથી કેટલાક લોકો તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો હિંદુ અવશેષો નાશ પામશે, તો મિલકતનું સ્વરુપ બદલાઈ જશે. આ દાવોના હેતુ અને પુરાવાઓ નષ્ટ થઇ શકે, તેથી તેની સલામતી થવી જોઈએ. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં શાહી ઈદગાહમાં મુસ્લિમોની અવરજવર પર પ્રતિબંધ  સાતે આ સ્થળ પર સધન સુરક્ષાની માંગ પણ કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.