નંદેલાવ ઓવરબ્રિજનો કેટલોક હિસ્સો ધસી પડ્યો, તંત્રની ઘોર બેદરકારી
ભરૂચ શહેર જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ માર્ગો બિસ્માર બની ગયા છે. જેના પગલે ભરૂચના નંદેલાવ ફ્લાય ઓવરબ્રિજનો કેટલો હિસ્સો એક મહિના પૂર્વે ધસી પડ્યા બાદ પણ તેની મારામત માટેનું મુહૂર્ત ન નીકળ્યું જર્જરીત બ્રિજ હોવા છતાં વરસતા વરસાદમાં ખાડા પડવાના કારણે બ્રિજ વધુ જર્જરીત બનતા લોખંડના સળિયા દેખાવા સાથે ગમે ત્યારે બ્રિજ ધસી પડે તેઓ ભય સતાવી રહ્યો છે. ત્યારે તંત્ર બની ગયેલા બ્રિજàª
01:42 PM Jul 09, 2022 IST
|
Vipul Pandya
ભરૂચ શહેર જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ માર્ગો બિસ્માર બની ગયા છે. જેના પગલે ભરૂચના નંદેલાવ ફ્લાય ઓવરબ્રિજનો કેટલો હિસ્સો એક મહિના પૂર્વે ધસી પડ્યા બાદ પણ તેની મારામત માટેનું મુહૂર્ત ન નીકળ્યું જર્જરીત બ્રિજ હોવા છતાં વરસતા વરસાદમાં ખાડા પડવાના કારણે બ્રિજ વધુ જર્જરીત બનતા લોખંડના સળિયા દેખાવા સાથે ગમે ત્યારે બ્રિજ ધસી પડે તેઓ ભય સતાવી રહ્યો છે. ત્યારે તંત્ર બની ગયેલા બ્રિજની મરામત નહીં કરાવે તો વધુ જર્જરીત થાય તેઓ ભય ઊભો થયો છે.
ભરૂચ દહેજને જોડતો નંદેલાવ ફ્લાય ઓવરબ્રિજનો કેટલો હિસ્સો એક માસ અગાઉ ધસી પડ્યો હતો જેને પગલે પાંચ દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જે બાજુનો બ્રિજ ધસી પડ્યો છે તેની ઉપર લોખંડની ગ્રીલ લગાવી વાહન વ્યવહાર માટે બ્રિજ શરૂ કરી દીધો હતો પરંતુ જર્જરીત બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર સાથે બ્રિજની સામેની સાઈડ પરનો ફૂટપાથનો ભાગ પણ અત્યંત જર્જરીત બની જવા સાથે ગમે ત્યારે ધસી પડે તેવો ભય ઊભો થયો છે.
વરસતા વરસાદમાં બ્રિજમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાના કારણે લોખંડના સળિયાઓ બહાર દેખાય રહ્યા છે સાથે ભારે વાહનોના ટાયરો ખાડામાં પડવાના કારણે બ્રિજ જમ્પિંગ થઈ રહ્યો છે જેના કારણે જર્જરીત બ્રિજ વધુ જર્જરીત બની ગમે ત્યારે ધસી પડે તેઓ ભય ઊભો થયો છે ત્યારે તંત્ર પણ કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ બેઠું હોય તેવી લોકોએ દહેશત વ્યક્ત કરી છે.
નંદેલાવ ઓવરબ્રિજ ઉપર દોડથી બે ફૂટ ઊંડા ખાડાઓમાં લોખંડના સળિયાઓ પણ ડોકિયા કરતા થતા વાહનોમાં પંચર થવા સાથે કેટલાય ટુ-વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.જર્જરીત બ્રિજ ઉપરથી પસાર થતાં વાહનોની ગતિ ધીમી થતા સતત ટ્રાફિક જામની સમસ્યા પણ વકરી રહી છે જર્જરીત બની ગયેલા બ્રિજ ઉપરથી અત્યંત ભારે અને ઓવરલોડેડ વાહનો પસાર થઈ રહ્યા છે જેના કારણે નંદેલાવ ગમે ત્યારે ધસી પડે તેઓ ભય ઊભો થયો છે.
Next Article