Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયામાં મેડિકલ સાધનોની સર્જાઈ અછત, ચીને કરી અવળચંડાઈ, મદદ માટે ભારત આવ્યું આગળ

યુક્રેન સાથે દોઢ મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહેલા રશિયાએ હવે ભારત પાસેથી મેડિકલ સાધનોની માંગણી કરી છે. કહેવાય છે કે આ સંબંધમાં મેડિકલ ઈક્વિપમેન્ટ બનાવતી રશિયન અને ભારતીય કંપનીઓ આ 22 એપ્રિલે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી શકે છે. જેથી રશિયાને સાધનોની સપ્લાય સંબંધિત ઔપચારિકતા નક્કી કરી શકાય. ઇન્ડિયન મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના સંયોજક રાજીવ નાથે આ વાતચીતની પુષ્ટિ ક
રશિયામાં મેડિકલ સાધનોની સર્જાઈ અછત  ચીને કરી અવળચંડાઈ  મદદ માટે ભારત
આવ્યું આગળ

યુક્રેન સાથે દોઢ મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહેલા રશિયાએ હવે
ભારત પાસેથી મેડિકલ સાધનોની માંગણી કરી છે.
કહેવાય છે કે આ સંબંધમાં મેડિકલ
ઈક્વિપમેન્ટ બનાવતી રશિયન અને ભારતીય કંપનીઓ આ
22 એપ્રિલે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી શકે છે. જેથી રશિયાને
સાધનોની સપ્લાય સંબંધિત ઔપચારિકતા નક્કી કરી શકાય. 
ઇન્ડિયન મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના સંયોજક રાજીવ નાથે આ
વાતચીતની પુષ્ટિ કરી છે. ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન
આપતું
ગૃપ બિઝનેસ રશિયાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. રાજીવ નાથના મતે અત્યારે રશિયન મેડિકલ ડિવાઇસ
માર્કેટમાં ભારતનો નોંધપાત્ર હિસ્સો નથી. પરંતુ બદલાયેલા સંજોગોમાં આ વર્ષે આ
હિસ્સો વધીને
10 ગણો થવાની ધારણા છે. ભારતથી રશિયામાં
મેડિકલ સાધનોની નિકાસ
2 અબજ રૂપિયા સુધી પહોંચી શકે છે. આમાં
મોટાભાગનો બિઝનેસ રૂપિયા-રૂબલમાં થવાની શક્યતા છે.

Advertisement


ઉલ્લેખનીય છે કે યુક્રેન પર રશિયન સેનાના હુમલા બાદ અમેરિકા અને તેના સાથી યુરોપિયન
દેશોએ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જેના પગલે
રશિયા વ્યવસાય માટે વિશ્વની માન્ય ચલણ યુએસ ડોલરમાં કોઈપણ દેશ સાથે
કોઈપણ વ્યવહાર કરવા સક્ષમ નથી. તેની બેંકો
, ઉદ્યોગપતિઓ, કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ વગેરે પર નિયંત્રણો છે. જ્યારે
ભારત હંમેશા તટસ્થતાની નીતિનું પાલન કરતું
હોવાથી અને રશિયા સાથે પરંપરાગત રીતે જૂના સંબંધો ધરાવે છે. તેથી તેણે સહકારના
વિકલ્પોની શોધ કરી છે. આમાં
એક વિકલ્પ એ છે કે ડોલરને બાયપાસ કરીને ભારત અને રશિયાની કરન્સી
રૂપિયા-રુબલમાં દ્વિપક્ષીય વેપાર કરવો.

Advertisement


ભારતે ગયા અઠવાડિયે રશિયાને ચા, ચોખા, ફળો, કોફી અને દરિયાઈ ઉત્પાદનોનો માલ મોકલ્યો છે. આ કન્સાઈનમેન્ટ
જ્યોર્જિયા બંદર પર ઉતરશે. ત્યાંથી તેને રશિયા મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે
જ્યોર્જિયા પશ્ચિમ એશિયા અને પૂર્વ યુરોપની વચ્ચે સ્થિત છે. તેની પશ્ચિમે કાળો
સમુદ્ર છે. જ્યારે ઉત્તર અને પૂર્વમાં રશિયા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ
એસોસિએશન (
FIEO) ના ડાયરેક્ટર જનરલ અને ચીફ
એક્ઝિક્યુટિવ ઓફિસર (
CEO) અજય સહાયે ભારતથી રશિયામાં આ માલના
શિપમેન્ટની પુષ્ટિ કરી છે. તેમના મતે
આ નિકાસ માટે રશિયાની સૌથી મોટી ધિરાણકર્તા Sberbank રશિયન રૂબલમાં ભારતને ચૂકવણીની ખાતરી કરશે.

Advertisement


Tags :
Advertisement

.