Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેકટર13 માં સિમેન્ટના ગોડાઉનમાં ટ્રેલર ચાલકની ગફલતથી મજૂરનું મોત

ગાંધીનગરમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે, જ્યાં સેકટર-13 માં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટના ગોડાઉનની દીવાલની બાજુમાં આરામ કરતા યુવાનના બંને પગ ઉપર ટ્રેલર ચાલકે તેનું ટ્રેલર ચડાવી લેતા યુવાનના પગ કચડી નાખ્યા હતા. અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જે બનà
સેકટર13 માં સિમેન્ટના ગોડાઉનમાં ટ્રેલર ચાલકની ગફલતથી મજૂરનું મોત
ગાંધીનગરમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે, જ્યાં સેકટર-13 માં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટના ગોડાઉનની દીવાલની બાજુમાં આરામ કરતા યુવાનના બંને પગ ઉપર ટ્રેલર ચાલકે તેનું ટ્રેલર ચડાવી લેતા યુવાનના પગ કચડી નાખ્યા હતા. અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જે બનાવ અંગે મૃતકના ભાઈએ સેક્ટર-7 પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. 
મળતી  પ્રાપ્ત વિગતો પ્રમાણે  ગાંધીનગરના સેક્ટર 13માં રહેતા રામનરેશ રામદયાલ ચંદેલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓ સવારના જમવા માટે ગોડાઉનની બહારની સાઇડ ઉપર આવ્યા હતા અને ધાબા પર જમવા માટે ગયા હતા. તે દરમ્યાન ગામનો ગોવિંદર્સિંહ રાજપુતે ફરિયાદી પાસે આવીને ફરિયાદીને જણાવ્યું હતું કે તેમનો ભાઈ સંજય અલ્ટ્રાટેક સિમેન્ટના ગોડાઉનની દીવાલની બાજુમાં સુઇ ગયો હતો ત્યારે એક ટ્રેલર ચાલકે તેનું ટ્રેલર રીવર્સ લેતી વખતે સંજયના બંને પગ ઉપર ચડાવી દઈ પગને કચડી નાખ્યા હતા. આ વાત ફરિયાદીને જણાવતા ફરિયાદીએ ગોડાઉન પર પહોંચીને જોતાં સંજયના પગ લોહી લુહાણ જોવા મળ્યા હતા. 
ફરિયાદીએ બાદમાં તેમના ગોડાઉનના શેઠ મહેશભાઇ ચૌધરીને આ અંગે વાત કરતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચી સંજયને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન ફરિયાદીના ભાઈ સંજયનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે રામનરેશે ટ્રેલર ચાલક સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.