ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતના ઉપરાષ્ટ્રપતિની મુલાકાત પહેલા કચ્છ "નો ડ્રોન ફ્લાય ઝોન 'જાહેર

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ધોરડો ખાતે તેમજ ભચાઉ તાલુકાના ધોળાવીરાની આગામી તા. ૧૮/૦૨/૨૦૨૩ થી તા. ૧૯/૦૨/૨૦૨૩ દરમ્યાન મુલાકાત લેશે..એ પહેલા કચ્છને બે દિવસ માટે નો ડ્રોન ફ્લાય ઝોન વિસ્તાર જાહેર કરી દેવાયો છે. કચ્છ જિલ્લો જમીન અને દરિયાઈ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલો છે.  આતંકવાદી સંગઠનો ભારતમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઇનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે. કચ્છ જિલ્લાના વિસ્ત
04:01 PM Feb 16, 2023 IST | Vipul Pandya
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ધોરડો ખાતે તેમજ ભચાઉ તાલુકાના ધોળાવીરાની આગામી તા. ૧૮/૦૨/૨૦૨૩ થી તા. ૧૯/૦૨/૨૦૨૩ દરમ્યાન મુલાકાત લેશે..એ પહેલા કચ્છને બે દિવસ માટે નો ડ્રોન ફ્લાય ઝોન વિસ્તાર જાહેર કરી દેવાયો છે. 
કચ્છ જિલ્લો જમીન અને દરિયાઈ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલો છે.  આતંકવાદી સંગઠનો ભારતમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઇનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલા વાઇટલ ઈન્સ્ટોલેશન, આર્મી કેન્ટોન્મેન્ટ, વી.વી.આઇ.પી./વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ વગેરે જગ્યાની સુરક્ષાની જવાબદારી પોલીસની છે.  કેટલાક સંજોગોમાં કચ્છ જિલ્લામાં વસતા લોકોને શારીરિક હિંસા પહોંચાડી શકવાની શક્યતા તેમજ જિલ્લાની તેમજ રાજ્યની સલામતી જોખમમાં મુકાય તે શક્યતા નકારી શકાય નહી. 
કચ્છ જિલ્લામાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પાર્ટમાં વપરાતા ઉપકરણોના ગેરલાભ લઈ કચ્છ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડે તે શક્યતા પણ રહેલી છે.. આ પ્રકારના સાધનોથી જિલ્લામાં આતંક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શક્યતા રહેલી હોઇ પોલીસ અધિક્ષક દ્વારા આ વિસ્તારને 'નો ડ્રોન' ફલાય ઝોન જાહેર કરવા જાહેરનામું બહાર પાડવા દ૨ખાસ્ત કરી હતી. જેને લઈને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા  કચ્છ જિલ્લાના વિસ્તારમાં રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ,ક્વાડ કોપ્ટ , પાવર્ડ ઍરક્રાફ્ટ , તેમજ માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફ્ટ ,હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઈડર , પેરા મોટર ,તેમજ હોટ એર બલુન્સ,તથા પેરા જમ્પીંગ  પર મનાઈ ફરમાવી છે. 
સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના સંસાધનોને મુક્તિ અપાઈ છે. જુદા જુદા કારણોસર ડ્રોનથી શૂટીંગ કરવાની પરવાનગી પોલીસ અધિક્ષક કે તેઓ દ્વારા અધિકૃત પોલીસ અધિકારી આપી શકશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ  ભચાઉમાં મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstjagdeepdhankharKutchnodroneflyzoneVicePresidentVicePresidentofIndia
Next Article