Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયનના 5 કર્મચારીઓની મુખ્યમંત્રી પ્રજાસત્તાક દિન 2023ના ચંદ્રક માટે પસંદગી

પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે માન. મુખ્યમંત્રીશ્રીના (CM) પ્રજાસત્તાક દિન 2023ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે.પસંદગી પામેલ શ્રી સુરતસિંહ વાઘજી સોઢા નં.2 બટાલિયન બોર્ડરવિંગ ભુજ (Bhuj) ખાતે હવાલદારની જગ્યાએ તા. 30/07/2003ના નિમણુંક મેળવેલ છે. તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવà
કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયનના 5 કર્મચારીઓની મુખ્યમંત્રી પ્રજાસત્તાક દિન 2023ના ચંદ્રક માટે પસંદગી
પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે માન. મુખ્યમંત્રીશ્રીના (CM) પ્રજાસત્તાક દિન 2023ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે.
પસંદગી પામેલ શ્રી સુરતસિંહ વાઘજી સોઢા નં.2 બટાલિયન બોર્ડરવિંગ ભુજ (Bhuj) ખાતે હવાલદારની જગ્યાએ તા. 30/07/2003ના નિમણુંક મેળવેલ છે. તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલી તાલીમો સફળતા પૂર્વક મેળવેલી છે. તેઓએ બોડૅર ડ્યુટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા, તેમજ રાજય અને રાજય બહાર ચૂંટણી ફરજો બજાવેલી છે. હાલમાં તેઓ સી કંપની ખાતે હવાલદારની ફરજ ઉપરાંત રૂદ્રમાતા તાલીમ સેન્ટર ની ફરજો બજાવી રહ્યા છે.
વેલુભા મેરામણજી જાડેજા
શ્રી વેલુભા મેરામણજી જાડેજા નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે નાયકની જગ્યાએ તા. 30/07/2003ના નિમણુંક મેળવી તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલી તાલીમો સફળતા પૂર્વક મેળવેલી છે. તેઓએ બોર્ડર ડ્યુટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા, તેમજ રાજય અને રાજય બહાર ચૂંટણી ફરજો બજાવેલા છે. હાલમાં તેઓ એ કંપની ખાતે નાયકની ફરજ બજાવી રહેલ છે.
સવાઇસિંહ ભુરજી સોઢા
શ્રી સવાઇસિંહ ભુરજી સોઢા નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે નાયકની જગ્યાએ તા. 30/07/2003ના નિમણુંક મેળવી તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલ તાલીમો સફળતા પૂવૅક મેળવેલી છે. તેઓએ બોડૅર ડ્યુટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા, તેમજ રાજય અને રાજય બહાર ચૂંટણી ફરજો બજાવેલી છે. હાલમાં તેઓ સી કંપની ખાતે નાયકની ફરજ બજાવી રહેલ છે.
માવજી હિરા પરમાર
શ્રી માવજી હિરા પરમાર નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે લાન્સ નાયકની જગ્યાએ તા. 30/07/2003ના નિમણુંક મેળવેલી તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલ તાલીમો સફળતા પૂર્વક મેળવેલી છે. તેઓએ બોર્ડર ડયુટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા, તેમજ રાજય અને રાજય બહાર ચૂંટણી ફરજો બજાવેલી છે. હાલમાં તેઓ એ કંપની ખાતે લાન્સ નાયકની ફરજ બજાવી રહ્યા છે. 
પોપટભાઇ વિશ્રામભાઇ દવે
શ્રી પોપટભાઇ વિશ્રામભાઇ દવે નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે ગાર્ડઝમેનની જગ્યાએ તા. ૩૦/૦૭/૨૦૦૩ના નિમણુંક મેળવી તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલી તાલીમો સફળતા પૂર્વક મેળવી છે. તેઓએ બોર્ડર ડયુટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા, તેમજ રાજય અને રાજય બહાર ચૂંટણી ફરજો બજાવેલી છે. હાલમાં તેઓ બટાલિયન કચેરી ખાતે ડ્રાઇવર તરીકેની ફરજ બજાવી રહ્યા  છે.
  • આ એવોર્ડ મળવા બદલ આ પાંચે કર્મચારીઓને  બટાલિયન કમાન્ડન્ટશ્રી  સૌરભસિંઘે અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.