Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મિત્રતા પર કુરબાન સલમાન, જુઓ આ બે ખાસ મિત્રો માટે ઠુકરાવી તગડી ફીસ

સલમાનના આ વર્તનથી  ફરી એકવાર સાબિત થઇ ચૂક્યું છે કે  તેના માટે સંબંધો વધુ મહત્વ ધરાવે છે. ફિલ્મ ગોડફાધર એક ડ્રામા એક્શન થ્રિલર છે. આ ફિલ્મમાં સલમાન ખાન એક્શન અવતારમાં જોવા મળશે. સલમાનના કેટલાક સીન ચિરંજીવી સાથે હશે. બંને એક ગીતમાં પણ સાથે જોવા મળશે. માત્ર ગોડફાધર જ નહીં, સલમાન ખાન તેના ખાસ મિત્ર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં 15 મિનિટનો કેમિયો પણ કરી રહ્યો છે. સુપરસ્ટાર સલમાન ખાન અને ચિર
07:58 AM Mar 17, 2022 IST | Vipul Pandya
સલમાનના આ વર્તનથી  ફરી એકવાર સાબિત થઇ ચૂક્યું છે કે  તેના માટે સંબંધો વધુ મહત્વ ધરાવે છે. ફિલ્મ ગોડફાધર એક ડ્રામા એક્શન થ્રિલર છે. આ ફિલ્મમાં સલમાન ખાન એક્શન અવતારમાં જોવા મળશે. સલમાનના કેટલાક સીન ચિરંજીવી સાથે હશે. બંને એક ગીતમાં પણ સાથે જોવા મળશે. માત્ર ગોડફાધર જ નહીં, સલમાન ખાન તેના ખાસ મિત્ર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં 15 મિનિટનો કેમિયો પણ કરી રહ્યો છે. સુપરસ્ટાર સલમાન ખાન અને ચિરંજીવી ફિલ્મ ગોડફાધરમાં સ્ક્રીન શેર કરવા જઈ રહ્યાં છે તેની સત્તાવાર જાહેરાત થઇ ગઇ છે. પરંતુ શું તમે જાણો છો કે સલમાને આ ફિલ્મ માટે હા કહેતાં પહેલાં એક શરત મૂકી હતી.   
મિત્રતા પર કુરબાન સલમાન ખાન
સલમાન આ વાત ઘણી વખત કહેતો હોય છે કે તેના માટે મિત્રો  ખાસ છે. સલમાન માટે બિઝનેસ સંબંધોથી  પહેલા સ્થાન ધરાવે છે. આવી દોસ્તી સલમાન ખાન ઘણીવાર આ સાબિત કરી ચૂક્યો છે. મીડિયા એહેવાલો અનુસાર, સલમાન ખાને ફિલ્મ ગોડફાધર ફ્રીમાં સાઈન કરી છે. તેણે આ ફિલ્મ માટે ચાર્જ લેવાનો ઇનકાર કર્યો હતો.  આ ફિલ્મ માટે  મેકર્સ સલમાન ખાનને તગડી ફી ચૂકવવા તૈયાર હતાં પરંતુ સલમાને કહ્યું હતું કે હું આ ફિલ્મ ત્યારે જ કરીશ જો તમે મને તેની કોઈ ફી નહીં આપો. સલમાને એકવાર સાબિત કર્યું કે તેના માટે સંબંધો વધુ મહત્વ ધરાવે છે. એવું પણ જાણવા મળ્યું છે કે સલમાન સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી સાથે ઊંડો ઘરોબો ઘરાવે છે.

મોહન રાજા આ ફિલ્મનું નિર્દેશન કરશે
ફિલ્મ ગોડફાધરની વાત કરીએ તો આ એક પોલિટિકલ એક્શન થ્રિલર છે. આ ફિલ્મમાં સલમાન ખાન એક્શન અવતારમાં જોવા મળશે. એનડી સ્ટુડિયોમાં એક સપ્તાહ માટે સલમાન  શૂટ કરશે. સલમાનના કેટલાક સીનમાં ચિરંજીવી સાથે સ્કીન શેર કરશે. બંને એક ગીતમાં પણ સાથે જોવા મળશે. મોહન રાજા આ ફિલ્મનું નિર્દેશન કરશે. સલમાન અને ચિરંજીવીને એકસાથે જોવા ચાહકો પણ આતુર છે. 

પઠાણમાં સલમાન ખાનનો કેમિયો
સલમાન તેના ખાસ મિત્ર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં પણ 15 મિનિટનો કેમિયો કરી રહ્યો છે. એવા અહેવાલો છે કે આદિત્ય ચોપરા આ નાના રોલ માટે સલમાન ખાનને 50 કરોડ આપવા તૈયાર હતા. પરંતુ સલમાને આ ઓફર ઠુકરાવી દીધી હતી. તેણે કહ્યું કે તે શાહરુખ  તેના માટે ખાસ  છે. તે શાહરૂખ માટે કંઈ પણ કરશે. ઉફ. સલમાન ખાનની આ સ્ટાઈલ જોઈને ચાહકો પણ કહી રહ્યાં છે-  સલમાન એક દિલ કેટલી વાર જીતી શકશે? 
Tags :
chiranjivigodfatherGujaratFirstsahrukhkhanSalmanKhan
Next Article