Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાં જોડાવા અંગે કર્યો મોટો ખુલાસો, ટ્વીટ કરી આપી જાણકારી

રાજ્યમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં જીત મેળવ્યા બાદ ભાજપ એક પોઝિટિવિટી સાથે ગુજરાતમાં પણ જીત મેળવવાની અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યું છે. આ વચ્ચે ગઇ કાલે (બુધવાર) એવા સમાચાર સામે આવ્યા હતા કે, ભાજપમાં અમુક અસંતુષ્ટ નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ શકે  છે. તેવામાં ભાજપમાં સાઇડ લાઇન થઇ ગયેલા કોળી સમાજના બે દિગ્ગજ નેતા કુવરજી બાવàª
કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાં જોડાવા અંગે કર્યો મોટો ખુલાસો  ટ્વીટ કરી આપી જાણકારી
રાજ્યમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં જીત મેળવ્યા બાદ ભાજપ એક પોઝિટિવિટી સાથે ગુજરાતમાં પણ જીત મેળવવાની અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યું છે. આ વચ્ચે ગઇ કાલે (બુધવાર) એવા સમાચાર સામે આવ્યા હતા કે, ભાજપમાં અમુક અસંતુષ્ટ નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ શકે  છે. તેવામાં ભાજપમાં સાઇડ લાઇન થઇ ગયેલા કોળી સમાજના બે દિગ્ગજ નેતા કુવરજી બાવળીયા અને પરસોત્તમ સોલંકીને કોગ્રેસમાં લાવવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ વચ્ચે કુંવરજી બાવળીયાએ ટ્વીટ કરી આ સમગ્ર ચર્ચાને ફગાવી દીધી છે. 
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા હવે રાજ્યની રાજનીતિમાં 'જો અને તો' ની નવી અટકળો શરૂ થઇ ગઇ  છે. જોકે, આ અટકળો સાચી ઠરે તો ભાજપને મોટું નુકસાન થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં મજબુત પકડ ધરાવતો કોળી સમાજ અને તેના બે દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા અને પરસોત્તમ સોલંકી પણ હવે કોંગ્રેસ સાથે જોડાય તેવી ચર્ચાઓ તેજ બની. આ વચ્ચે હવે કુંવરજી બાવળીયાએ ટ્વીટ કરી આ સમગ્ર ચર્ચાનો અંત લાવ્યો છે. જીહા, કુંવરજી બાવળીયાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, 'ભારતીય જનતા પાર્ટીના સક્ષમ અને શીર્ષસ્થ નેતૃત્વથી પ્રભાવિત થઈ હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું અને હંમેશા માટે રહેવાનો છું. પાર્ટીએ મને આદરપૂર્વક ખૂબ મહત્વની એવી કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સોંપી જેના માટે હું પાર્ટીનો ખૂબ આભારી છું. આ કાર્યકાળ દરમિયાન સૌને સાથે રાખીને નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી પ્રજીહિતના કાર્યોને સુપેરે પાર પાડ્યા જેનો મને ગર્વ છે. છેલ્લા કેટલાક સમયથી મારા કોંગ્રેસમાં જોડાવાના પાયાવિહોણા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે જેમાં કોઇ જ તથ્ય નથી. ઇશ્વર આવી અફવાઓ ફેલાવનાર તત્વોને સદબુદ્ધિ આપે એવી મારી પ્રાર્થના.'
Advertisement

 
કુંવરજી બાવળિયાએ આ ટ્વીટ મારફતે કોંગ્રેસ અને ભાજપ બંનેને જવાબ આપ્યો છે. ભાજપમાં તે જોડાયેલા રહેશે અને કોંગ્રેસમાં તે જોડાવા જઇ રહ્યા છે તે પાયાવિહોણી વાત છે. મહત્વનું છે કે, કુંવરજી બાવળીયા રાજકોટના જસદણના વિંછીયા વિધાનસભાથી ધારાસભ્ય છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી હવે સક્રિય થઇ રહી છે. બીજી તરફ રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે આદિવાસી સમાજ નારાજ થયા બાદ આદિવાસી નેતાઓમાં મજબુત પકડ ધરાવતો પક્ષ બીટીપી પણ આપને સમર્થન આપી રહ્યો છે. પાટીદારોમાં દિગ્ગજ નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં છે. તેવામાં નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાય છે તેવી શક્યતાઓ છે. જેના કારણે ભાજપનો પ્રોમિસિંગ વોટર ગણાતો પાટીદાર સમાજ પણ કોંગ્રેસ તરફ શિફ્ટ થઇ રહ્યો હોય તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. 
નોંધનીય છે કે, કુંવરજી બાવળીયા ભાજપમાં આવ્યા હતા પરંતુ ટૂંકાગાળાનું મંત્રીપદ ભોગવ્યા બાદ હવે તેમની રાજકીય કારકિર્દી સામે જ સવાલો ઉઠી રહ્યા છે. તેમને ભાજપમાંથી ધારાસભાની ટિકિટ મળે તેની સામે પણ પ્રશ્નાર્થ છે. આવી જ સ્થિતિ પરસોતમ સોલંકીની છે. તેમને ટિકિટ મળે તેવી શક્યતાઓ તો નહીવત્ત છે જ સાથે તેના ભાઇ હીરા સોલંકી પણ રાજુલામાંથી હારી ગયા છે. જેના કારણે તેઓ પણ સાઇડ લાઇન થઇ ચુક્યાં છે.
Tags :
Advertisement

.