Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કૂંપળ

શીખા બાલ્ક્નીમાં રાખેલા આઠ-દસ કુંડાને ગોટ મારવા બેઠી. નાની ખૂરપીથી ગોટ મારીને માટીને હળવેથી ઊંચી-નીચી કરી. માટી ઊંચી-નીચી કરતાં એને લાગ્યું કે એ માટીની અંદર જ ક્યાંક નવો અંકૂર શોધે છે. બસ દર વખતે નવા-નવા રિપોર્ટ કરાવતી વખતે જેમ ડોક્ટરો એની અંદર શોધે છે.કુંડામાં થોડું પાણી રેડીને માપસરખો તડકો મળે એમ ગોઠવ્યાં ને એનો ભેજ છેક આંખ સુધી પહોંચ્યો.બસ, રાહ જોવાની હવે આમાંથી ક્યા કુંડામાં અà
કૂંપળ
શીખા બાલ્ક્નીમાં રાખેલા આઠ-દસ કુંડાને ગોટ મારવા બેઠી. નાની ખૂરપીથી ગોટ મારીને માટીને હળવેથી ઊંચી-નીચી કરી. માટી ઊંચી-નીચી કરતાં એને લાગ્યું કે એ માટીની અંદર જ ક્યાંક નવો અંકૂર શોધે છે. બસ દર વખતે નવા-નવા રિપોર્ટ કરાવતી વખતે જેમ ડોક્ટરો એની અંદર શોધે છે.
કુંડામાં થોડું પાણી રેડીને માપસરખો તડકો મળે એમ ગોઠવ્યાં ને એનો ભેજ છેક આંખ સુધી પહોંચ્યો.
બસ, રાહ જોવાની હવે આમાંથી ક્યા કુંડામાં અંકુર ફૂટે એની!
-- હીરલ વ્યાસ
Advertisement
Tags :
Advertisement

.