Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રભાસને ડેટ કરી રહી છે કૃતિ સેનન ! આદિપુરુષના સેટ પર વધી નજદિકીયાં ?

શો કોફી વિથ કરણના તાજેતરના એપિસોડ પછી કૃતિ સેનન અને પ્રભાસના ડેટિંગના સમાચારોએ જોર પકડ્યું છે.  બન્યું એવું કે કોફી વિથ કરણ શોમાં કૃતિએ પ્રભાસને કોલિંગ સેગમેન્ટ રાઉન્ડમાં કોલ કર્યો હતો. ત્યારથી બંને વચ્ચે ખાસ બોન્ડ હોવાના અહેવાલો આવ્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસ અને કૃતિ વચ્ચે ઇલુ ઇલુ છે. કૃતિ સેનન- પ્રભાસ રિલેશનશીપ બોલિવૂડની સૌથી ગોર્જિયસ એક્ટ્રેસ કૃતિ સેà
04:04 AM Sep 18, 2022 IST | Vipul Pandya
શો કોફી વિથ કરણના તાજેતરના એપિસોડ પછી કૃતિ સેનન અને પ્રભાસના ડેટિંગના સમાચારોએ જોર પકડ્યું છે.  બન્યું એવું કે કોફી વિથ કરણ શોમાં કૃતિએ પ્રભાસને કોલિંગ સેગમેન્ટ રાઉન્ડમાં કોલ કર્યો હતો. ત્યારથી બંને વચ્ચે ખાસ બોન્ડ હોવાના અહેવાલો આવ્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસ અને કૃતિ વચ્ચે ઇલુ ઇલુ છે. 


કૃતિ સેનન- પ્રભાસ રિલેશનશીપ 
બોલિવૂડની સૌથી ગોર્જિયસ એક્ટ્રેસ કૃતિ સેનન પોતાની લવ લાઈફને કારણે હાલમાં ચર્ચામાં રહે છે. ચર્ચા છે કે કૃતિ સેનન બાહુબલી સ્ટાર પ્રભાસને ડેટ કરી રહી છે. બંને સ્ટાર્સના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

ખરેખર કૃતિ પ્રભાસને ડેટ કરી રહી છે?
શો કોફી વિથ કરણ પછી કૃતિ સેનન અને પ્રભાસના ડેટિંગના સમાચારો શરૂ થયા છે. ખરેખર, કોફી વિથ કરણ શોમાં કૃતિએ પ્રભાસને કોલિંગ સેગમેન્ટ રાઉન્ડમાં બોલાવ્યો હતો. ત્યારથી બંને વચ્ચે ખાસ બોન્ડ હોવાના અહેવાલો આવ્યા હતા. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસ અને કૃતિ વચ્ચેના રોમેન્ટિક સંબંધોની ચર્ચા છે. બોલિવુડના સૂત્રોને ટાંકીને પ્રકાશિત થયેલા સમાચારમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રભાસ અને કૃતિ એકબીજા માટે ગજબની લાગણી ધરાવે છે. આદિપુરુષ ફિલ્મના સેટ પર બંને વચ્ચેનું બોન્ડ વધારે મજબૂત બન્યું છે. તેમના બોન્ડે સૌ કોઇને ચોંકાવી દીધા છે, કારણ કે પર્સનલ લાઇફમાં પ્રભાસ શરમાળ વ્યક્તિ છે. પરંતુ હાલમાં તે કૃતિ સાથે ખુલીને વાત કરે છે. બંને વચ્ચે ખાસ બોન્ડ છે. જો કે, તેમના સંબંધો વિશે કંઈપણ કહેવું વહેલું છે કારણ કે હાલમાં તો તેઓ ધીમે ધીમે તેમના સંબંધોને આગળ વધારી રહ્યાં છે.

પ્રભાસ અને કૃતિ વચ્ચે ખાસ બોન્ડ છે
સૂત્રે વધુમાં જણાવ્યું- ફિલ્મનું શૂટિંગ પતાવ્યાં પછી પણ કર્યા પછી પણ બંને વચ્ચે ખાસ બોન્ડ શેર છે. બંને એકબીજાને કોલ અને મેસેજ કરવાનો કોઈ મોકો છોડતા નથી. આ દર્શાવે છે કે બંનેને એકબીજા પ્રત્યે ખાસ લાગણી છે. પરંતુ બંને વચ્ચેના સંબંધને નામ આપવું કદાચ ખૂબ જ વહેલું છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન કો-સ્ટાર્સ માટે એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરવું સામાન્ય વાત છે, પરંતુ પ્રભાસ અને કૃતિ અલગ છે. બંનેની લાગણીઓ એકબીજા માટે ખૂબ જ મજબૂત દેખાઇ રહ્યી છે. લાગે છે બંને તેમના સંબંધોને ધીમે ધીમે આગળ વધારવા માંગે છે. આ પહેલાં બોલિવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ બ્રહ્માસ્ત્રના સેટ પર મળ્યાં હતાં, ત્યારબાદ બંન્ને વચ્ચે સારું બોન્ડ થતાં બંન્ને પરણી ગયાં હવે તેમના ઘરે પારણું ઝૂલવાની તૈયારી છે.


કૃતિએ તેના એક ઈન્ટરવ્યુમાં પ્રભાસ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો
ગત વર્ષે કૃતિએ તેના એક ઈન્ટરવ્યુમાં પ્રભાસ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. કૃતિએ કહ્યું હતું કે પ્રભાસને પહેલીવાર જોઈને તેને લાગ્યું કે તે થોડો શરમાળ છે, પરંતુ જ્યારે તેણે ચેટિંગ શરૂ કર્યું ત્યારે પ્રભાસ એકદમ ખૂલેલો દેખાતો હતો.


આદિપુરુષ 12 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે
પ્રભાસ અને કૃતિની ફિલ્મ આદિપુરુષની વાત કરીએ તો બંને સ્ટાર્સની ફિલ્મ 12 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કૃતિ અને પ્રભાસ ઉપરાંત સૈફ અલી ખાન પણ છે. તેમના ડેટિંગના સમાચાર સામે આવ્યા બાદ, ચાહકો હવે કૃતિ અને પ્રભાસને સિલ્વરસ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે.
Tags :
AdipurushBollywoodGosipGujaratFirstkritiPrabhashRelationshipKRITISANONPrabhas
Next Article