Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કૃષ્ણ જન્મભૂમિ-શાહી મસ્જીદ વિવાદમાં હવે આ દિવસે થશે સુનાવણી

મથુરા (Mathura)ની કૃષ્ણ જન્મભૂમિ (Krishna Janmabhoomi) અને શાહી ઈદગાહ મસ્જિદ (Shahi Idgah Masjid) કેસમાં આજે  મથુરા કોર્ટ (Court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે કોર્ટ આ મામલે 3 ઓક્ટોબરે સુનાવણી કરશે. આ પહેલા સોમવારે કોર્ટે કેસને મુલતવી રાખવાની અરજીને ફગાવી દીધી હતી. એક અરજીકર્તા શૈલેન્દ્ર સિંહ વતી આ મામલાને મુલતવી રાખવાની અરજી દાખલ કરવામાં આવી હતી. મથુરા કોર્ટે અરજી ફગાવી દેતા અરજદારને એક હજાર રૂપિયાનો દંડ પણ
કૃષ્ણ જન્મભૂમિ શાહી મસ્જીદ વિવાદમાં હવે આ દિવસે થશે સુનાવણી
મથુરા (Mathura)ની કૃષ્ણ જન્મભૂમિ (Krishna Janmabhoomi) અને શાહી ઈદગાહ મસ્જિદ (Shahi Idgah Masjid) કેસમાં આજે  મથુરા કોર્ટ (Court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે કોર્ટ આ મામલે 3 ઓક્ટોબરે સુનાવણી કરશે. આ પહેલા સોમવારે કોર્ટે કેસને મુલતવી રાખવાની અરજીને ફગાવી દીધી હતી. એક અરજીકર્તા શૈલેન્દ્ર સિંહ વતી આ મામલાને મુલતવી રાખવાની અરજી દાખલ કરવામાં આવી હતી. મથુરા કોર્ટે અરજી ફગાવી દેતા અરજદારને એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
વ્યવસાયે વકીલ એવા  અરજદાર શૈલેન્દ્ર સિંહની સુનાવણીની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર આપવામાં આવી હતી. અરજદારે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને આ મામલાને મુલતવી રાખવા કોર્ટને વિનંતી કરી હતી પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. બચાવ પક્ષના વકીલ નીરજ શર્માએ આ અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો.
લખનૌના રહેવાસી શૈલેન્દ્ર સિંહે કાયદાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે 17 મેના રોજ મથુરાની જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એવા લોકોને બહુમતી સમુદાયના પ્રતિનિધિ તરીકે સાંભળવા જોઈએ જે દાવો કરે છે કે ભગવાન કૃષ્ણનો જન્મ તે જ જગ્યાએ થયો હતો જ્યાં આજે શાહી ઈદગાહ મસ્જિદ છે.
આ મામલો 13.37 એકર જમીનની માલિકીનો છે. આમાં 10.9 એકર જમીન કૃષ્ણ જન્મસ્થાન પાસે અને 2.5 એકર શાહી ઈદગાહ મસ્જિદ પાસે છે. અરજીમાં શાહી ઇદગાહ મસ્જિદ જે જમીન પર છે તે જમીનનો કબજો લેવાની પણ માંગ કરવામાં આવી છે. આ સાથે મસ્જિદને હટાવવાની પણ માંગ કરવામાં આવી છે. પ્રથમ વખત આ મામલો ત્યારે ગરમાયો જ્યારે અખિલ ભારતીય હિંદુ મહાસભાએ જાહેરાત કરી કે તે શાહી ઇદગાહ મસ્જિદની અંદર ભગવાન કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરશે અને પછી જલાભિષેક કરશે.
Advertisement
Tags :
Advertisement

.