Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કૃષ્ણ ભક્ત ઋષિ સુનક, જેમણે હાથમાં ગીતા રાખી સાંસદના શપથ લીધા હતા

ભારતીય મૂળના ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટન (Britain)ના નવા વડાપ્રધાન (Prime Minister) બન્યા છે. તે ભારત માટે ગર્વની વાત છે. તે પ્રથમ ભારતીય છે, જે બ્રિટનમાં આટલા ઉચ્ચ પદ પર પહોંચ્યા છે. પેની મોર્ડોન્ટનું નામ પાછું ખેંચાયા બાદ ઋષિ સુનકને વડાપ્રધાન બનવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઋષિ સુનકના સમર્થનમાં 180થી વધુ સાંસદો હતા.તેઓ 28 ઓક્ટોબરે બ્રિટનના વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે અને 29 ઓક્ટોબરે કેબિનેટની રચના થઈ à
કૃષ્ણ ભક્ત ઋષિ સુનક  જેમણે હાથમાં ગીતા રાખી સાંસદના શપથ લીધા હતા
ભારતીય મૂળના ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટન (Britain)ના નવા વડાપ્રધાન (Prime Minister) બન્યા છે. તે ભારત માટે ગર્વની વાત છે. તે પ્રથમ ભારતીય છે, જે બ્રિટનમાં આટલા ઉચ્ચ પદ પર પહોંચ્યા છે. પેની મોર્ડોન્ટનું નામ પાછું ખેંચાયા બાદ ઋષિ સુનકને વડાપ્રધાન બનવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઋષિ સુનકના સમર્થનમાં 180થી વધુ સાંસદો હતા.તેઓ 28 ઓક્ટોબરે બ્રિટનના વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે અને 29 ઓક્ટોબરે કેબિનેટની રચના થઈ શકે છે. ઋષિ સુનક ભગવાન કૃષ્ણના ભક્ત છે. 
ઋષિ સુનકનું જીવન
ઋષિ સુનકનો જન્મ 12 મે 1980ના રોજ યુકેના સાઉથેમ્પટનમાં થયો હતો. તેમના પિતા ડોક્ટર હતા અને માતા ક્લિનિક ચલાવતા હતા. ઋષિના દાદા-દાદીનો જન્મ પંજાબ પ્રાંત (બ્રિટિશ ભારત)માં થયો હતો. આ અર્થમાં, ઋષિના મૂળ ભારત સાથે સંકળાયેલા છે. ઋષિ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે.
એમબીએનો અભ્યાસ કર્યો
ઋષિના પિતા કેન્યામાં જન્મ્યા છે અને માતા તાન્ઝાનિયાની છે. ઋષિએ યુકેની વિન્ચેસ્ટર કોલેજમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે. તે પછી તેઓ વધુ અભ્યાસ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી ગયા. ઋષિએ ફિલોસોફી, ઈકોનોમિક્સ અને એમબીએનો અભ્યાસ કર્યો છે.
કંપનીની સ્થાપના કરી
અભ્યાસ પૂરો કર્યા પછી, ઋષિ સુનકે ગોલ્ડમેન સૅક્સ સાથે કામ કર્યું અને પછી હેજ ફંડ ફર્મ્સમાં ભાગીદાર બન્યા. આ પછી ઋષિએ વૈશ્વિક રોકાણ કંપનીની સ્થાપના કરી.
રાજકારણમાં પ્રવેશ
ઋષિ સુનક વર્ષ 2015માં પહેલીવાર યુકેની સંસદમાં પહોંચ્યા હતા. તેમની ગણના યુકેના સૌથી ધનિક સંસદસભ્યોમાં થાય છે. તેઓ બ્રેક્ઝિટનું સમર્થન કરતા હતા, જેના કારણે તેઓ રાજકારણમાં ઝડપથી આગળ વધવા લાગ્યા હતા. તેઓ પૂર્વ વડાપ્રધાન થેરેસા મેની કેબિનેટમાં જુનિયર મંત્રીનું પદ પણ સંભાળી ચુક્યા છે. વર્ષ 2019માં તેઓ બોરિસ સરકારમાં યુકેના નાણા મંત્રી પણ રહી ચૂક્યા છે.
ઇન્ફોસિસના સહ-સ્થાપકની પુત્રી સાથે લગ્ન કર્યા
ઋષિ સુનકે ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત સ્ટેનફોર્ડમાં MBA કોર્સ દરમિયાન થઈ હતી. ઋષિ અને અક્ષતાને કૃષ્ણા અને અનુષ્કા નામની બે દીકરીઓ છે.

હિંદુ ધર્મ અને કૃષ્ણ ભક્તિમાં વિશ્વાસ
ઋષિ સુનક હિન્દુ ધર્મમાં માને છે અને કૃષ્ણના ભક્ત છે. સાંસદ બનતી વખતે તેમણે બ્રિટિશ સંસદ એટલે કે કોમન્સમાં ભગવદ ગીતામાંથી શપથ લીધા હતા. ઋષિએ અગાઉ કહ્યું હતું કે ભગવદ્ ગીતા તેમને તણાવથી બચાવે છે અને તેમના કામમાં વળગી રહેવાની પ્રેરણા આપે છે. જ્યારે ઋષિ બોરિસ જ્હોન્સનના નેતૃત્વમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે તેમના ડાઉનિંગ સ્ટ્રીટના ઘરે દિવાળીના અવસર પર દીવા પ્રગટાવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.