Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોહાલીમાં કોહલી રમશે 100મી ટેસ્ટ, BCCIએ દર્શકોને આપી વિરાટ ભેટ

ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી મોહાલીના PCA સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાશે. અત્યાર સુધી BCCI આ ટેસ્ટ મેચમાં દર્શકોને મંજૂરી આપતું ન હતું, પરંતુ હવે PCA સ્ટેડિયમની ક્ષમતાની 50 ટકા સીટો પર દર્શકો બેસી શકશે અને તેઓ વિરાટ કોહલીને તેની 100મી મેચ ગ્રાઉન્ડ પરથી લાઈવ રમતા જોઈ શકશે. વિરાટ કોહલી અત્યાર સુધી 99 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે અને કેપ્ટનશીપ છોડ્યા બાદ પ્રથમ વખત કોહલી ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમà
મોહાલીમાં કોહલી રમશે 100મી ટેસ્ટ  bcciએ દર્શકોને આપી વિરાટ ભેટ
ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી મોહાલીના PCA સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાશે. અત્યાર સુધી BCCI આ ટેસ્ટ મેચમાં દર્શકોને મંજૂરી આપતું ન હતું, પરંતુ હવે PCA સ્ટેડિયમની ક્ષમતાની 50 ટકા સીટો પર દર્શકો બેસી શકશે અને તેઓ વિરાટ કોહલીને તેની 100મી મેચ ગ્રાઉન્ડ પરથી લાઈવ રમતા જોઈ શકશે. વિરાટ કોહલી અત્યાર સુધી 99 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે અને કેપ્ટનશીપ છોડ્યા બાદ પ્રથમ વખત કોહલી ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.
Advertisement

આ ઐતિહાસિક પ્રસંગને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નિર્ણય લીધો છે કે, છેલ્લી કેટલીક મેચોની જેમ આ મેચના દરવાજા દર્શકો માટે બંધ રાખવામાં આવશે નહીં, પરંતુ સ્ટેડિયમને 50 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવશે. આ સમાચાર સાંભળીને વિરાટ કોહલીના ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. BCCIના સેક્રેટરી જય શાહે આ સંદર્ભમાં ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, “ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીના પંજાબ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ ટેસ્ટ બંધ દરવાજા પાછળ નહીં રમાય. વિવિધ પરિબળોના આધારે અને હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને રાજ્ય ક્રિકેટ એસોસિએશને દર્શકોને મેદાનમાં આવવા દેવાનો નિર્ણય કર્યો છે. મે PCAના પદાધિકારીઓ સાથે વાત કરી છે અને તેઓએ પુષ્ટિ કરી છે કે ક્રિકેટ ચાહકો વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ રમવાની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકશે."

BCCI સેક્રેટરીએ કહ્યું, "હું ખરેખર વિરાટ કોહલીની 100મી ટેસ્ટની રાહ જોઈ રહ્યો છું અને આપણા ચેમ્પિયન ક્રિકેટરને શુભકામનાઓ પાઠવું છું. આ આપણા ચાહકો માટે આનંદ માણવાની તક છે. તે આવનારી ઘણી વધુ મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખે." ભારત મોહાલીમાં શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમશે. બીજી ટેસ્ટ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
Advertisement

આ અંગે પંજાબ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રાજીન્દર ગુપ્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે- વિરાટ કોહલી મોહાલીમાં તેની 100મી ટેસ્ટ મેચ રમશે. તે આપણા માટે ભાગ્ય અને ખુશીની વાત છે. પંજાબ ક્રિકેટ એસોસિએશને દર્શકો માટે મેચની શરૂઆત કરી હતી. સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં ગુપ્તાએ જણાવ્યું કે આ મેચની ટિકિટ આવતીકાલે બપોરથી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Tags :
Advertisement

.