Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સચિનનો વધુ એક વિરાટ રેકોર્ડ તોડી શકે છે કોહલી

એક સમય એવો હતો કે ટીમ ઈન્ડિયામાં સચિન તેંડુલકર (Sachin Tendulkar) ક્રિઝ પર હોય તો તેની સામે બોલરો બોલ ફેંકતા ડરતા હતા. આવું જ કઇંક આજે વિરાટ કોહલીની સામે બોલરો અનુભવી રહ્યા છે. આજે ક્રિકેટ રમતા બેટ્સમેનમાં વિરાટ કોહલી (Virat Kohli) ની આસપાસ પણ કોઇ નજર નથી આવી રહ્યું. તેણે શ્રીલંકા સામેની વનડે શ્રેણીની અંતિમ મેચમાં સદી ફટકારી પોતાના ફોર્મમાં પરત ફરવાના પણ સંકેટત આપી દીધા છે. વળી આ મેચમાં તેણે સચિનનો કà
07:11 AM Jan 17, 2023 IST | Vipul Pandya
એક સમય એવો હતો કે ટીમ ઈન્ડિયામાં સચિન તેંડુલકર (Sachin Tendulkar) ક્રિઝ પર હોય તો તેની સામે બોલરો બોલ ફેંકતા ડરતા હતા. આવું જ કઇંક આજે વિરાટ કોહલીની સામે બોલરો અનુભવી રહ્યા છે. આજે ક્રિકેટ રમતા બેટ્સમેનમાં વિરાટ કોહલી (Virat Kohli) ની આસપાસ પણ કોઇ નજર નથી આવી રહ્યું. તેણે શ્રીલંકા સામેની વનડે શ્રેણીની અંતિમ મેચમાં સદી ફટકારી પોતાના ફોર્મમાં પરત ફરવાના પણ સંકેટત આપી દીધા છે. વળી આ મેચમાં તેણે સચિનનો કોઇ એક ટીમ સામે સૌથી વધુ 9 સદી ફટકારવાનો રેકોર્ડ (Record) તોડ્યો હતો. વિરાટે શ્રીલંકા સામે અંતિમ મેચમાં સદી ફટકારી પોતાના નામે આ ટીમ સામે 10 સદીનો રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે ત્રણ વનડે મેચની શ્રેણી રમવાની છે, ત્યારે કોહલી માટે વધુ એકવાર સચિનનો એક ખાસ રેકોર્ડ તોડવાની તક હશે. 
હવે ન્યૂઝીલેન્ડ સામે કોહલી તોડશે વિરાટ રેકોર્ડ
વિરાટ કોહલી (Virat Kohli) ક્રિકેટ જગતનો એવો ચમકતો સિતારો મેદાનમાં જામી જાય તો બોલરો તેને આઉટ કરવા માટે પરસેવો પાડી દે છે. વિરાટ કોહલી જ્યારે પણ મેદાનમાં બેટિંગ કરવા આવે છે ત્યારે જૂના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બને છે. તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી ODI મેચમાં વિરાટે અણનમ રહીને 166 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શ્રીલંકાના બોલરો વિરાટને આઉટ કરવા તડપતા રહ્યા. પરંતુ વિરાટ એવી બેટિંગ કરતો રહ્યો કે જાણે તે શ્રીલંકાના બોલરોનો મઝાક ઉડાવી રહ્યો હોય. દિવસેને દિવસે કોહલીનું બેટ ફરી એકવાર બોલરો માટે કાળ બની રહ્યું છે. જે સ્પીડથી તેના બેટમાંથી 70 સદી નીકળી હતી, ફરી એકવાર કિંગ કોહલીએ તે જ સ્પીડ પકડી છે. વિરાટની 71મી સદી માટે ચાહકોને લગભગ ત્રણ વર્ષ રાહ જોવી પડી હતી. જેમાં હવે માત્ર 4 મહિનામાં જ સંખ્યા 70 થી 74 પર પહોંચી ગઈ છે. વર્ષ 2023ની શરૂઆત જ થઈ હતી કે 15 દિવસમાં વિરાટે બે સદી ફટકારી. વિરાટ કોહલીએ શ્રીલંકા સામે બે સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો, તો હવે ન્યૂઝીલેન્ડનો વારો આવ્યો છે. 
બીજો રેકોર્ડ હવે આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં વિરાટના નિશાના પર
વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની શ્રેણીમાં ત્રણ મેચમાં 2 સદીની મદદથી 283 રન બનાવ્યા હતા. આ સાથે તેણે વનડેમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. સચિને ઓસ્ટ્રેલિયા સામે 9 સદી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલીએ હવે શ્રીલંકા સામે 10 સદી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આવો જ બીજો રેકોર્ડ હવે આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં વિરાટના નિશાના પર છે. મહત્વનું છે કે, આ તે ખેલાડીઓનો રેકોર્ડ છે જેણે ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારી છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ અને ભારતના વીરેન્દ્ર સેહવાગ ટોપ પર છે.
રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 6 (51 મેચ)
વીરેન્દ્ર સેહવાગ (ભારત) – 6 (23 મેચ)
સનથ જયસૂર્યા (શ્રીલંકા) – 5 (47 મેચ)
સચિન તેંડુલકર (ભારત) - 5 (42 મેચ)
વિરાટ કોહલી (ભારત) – 5 (26 મેચ)
ન્યૂઝીલેન્ડ સામે વિરાટનું પ્રદર્શન
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વિરાટ કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો વિરાટે અત્યાર સુધી કીવી ટીમ સામે 26 મેચમાં 59.91ની એવરેજથી 1378 રન બનાવ્યા છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે વનડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં 5 સદી અને 8 અડધી સદી ફટકારી છે. કિવી ટીમ સામે વિરાટનો સ્ટ્રાઈક રેટ 94.64 છે. આ સાથે જ કિવી ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલી બીજા સ્થાન પર છે. વિરાટ કોહલી હવે આ મામલે ધ ગ્રેટ સચિન તેંડુલકરની બરાબરી પર છે. શ્રીલંકાના સનથ જયસૂર્યાએ પણ ન્યૂઝીલેન્ડ સામે માત્ર પાંચ વનડે સદી ફટકારી છે. બીજી તરફ આ યાદીમાં રિકી પોન્ટિંગ અને વીરેન્દ્ર સેહવાગ વિરાટથી આગળ છે, જેમના નામ 6-6 સદી છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી પાસે આગામી ત્રણ મેચની વનડે શ્રેણીમાં સચિન તેંડુલકર સહિત સેહવાગ અને પોન્ટિંગ બંનેને પાછળ છોડવાની તક છે. વિરાટ કોહલીએ છેલ્લી ચાર વનડે ઇનિંગ્સમાં ત્રણ સદી ફટકારી છે. તેની હાલની લય અને ફોર્મને જોતા લાગે છે કે તે આગામી સિરીઝમાં પણ કમાલ કરી શકે છે.
વિરાટ કોહલીની ક્રિકેટ કારકિર્દી
વિરાટ કોહલી 2002માં 15 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતો. 2004માં તેને અંડર-17 ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો. તેના શાનદાર પ્રદર્શનને કારણે તેણે 2006માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ પછી, માત્ર 2 વર્ષ પછી, 2008 માં, તે અંડર-19 ક્રિકેટ માટે પસંદ થયો. મલેશિયામાં અંડર-19 વર્લ્ડ કપની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં વિરાટ કોહલીનું સૌથી વધુ યોગદાન હતું. માત્ર 19 વર્ષની ઉંમરે, તેણે શ્રીલંકા સામે તેની પ્રથમ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી. સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ જેવા ખેલાડીઓ સાથે રમીને તેને 2011 વર્લ્ડ કપની ટીમનો પણ એક ભાગ બનાવવામાં આવ્યો હતો, તે સમયે તે ટીમનો સૌથી યુવા ખેલાડી હતો. ભારતે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો જેમાં વિરાટ કોહલીએ 35 રન બનાવ્યા હતા. તે જ વર્ષે તેણે તેની પ્રથમ ટેસ્ટ ક્રિકેટ રમી, અને વિરાટ કોહલીનું ક્રિકેટમાં પદાર્પણ શાનદાર રહ્યું. માત્ર વન-ડે અને ટેસ્ટમાં જ નહીં, T20 ફોર્મેટમાં પણ વિરાટને સર્વશ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. વર્ષ 2014 અને 2016માં યોજાયેલી T20 ટૂર્નામેન્ટમાં વિરાટે મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ જીત્યો છે. વિરાટ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો કેપ્ટન છે. તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. હાલમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં છે.
આ પણ વાંચો - વિરાટની 'વિરાટતા', સચિન અને જયવર્દનેને પણ છોડ્યા પાછળ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BreakHugeRecordBreakRecordCricketGujaratFirstIndiavsNewZealandINDvsNZNewZealandsachintendulkarSportsViratKohli
Next Article