Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

International Day Of Friendship જાણો કેમ મનાવવામાં આવે છે, શું છે તેનો ઇતિહાસ

સામાન્ય રીતે દર વર્ષે 30 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ દર વર્ષે જુલાઈ 30 ના રોજ ઉજવવામાં આવે છે. જો કે, ભારત, બાંગ્લાદેશ, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશો દર વર્ષે ઓગસ્ટના પ્રથમ રવિવારે મિત્રતા દિવસ તરીકે ઉજવે છે. તેથી આપણા ત્યાં આજે ફ્રેન્ડશીપ ડે ઉજવાય છે. પરિવાર પછી જો આપણા  સૌથી નજીક હોય તો તે  મિત્રà«
international day of friendship જાણો કેમ મનાવવામાં આવે છે  શું છે તેનો ઇતિહાસ
સામાન્ય રીતે દર વર્ષે 30 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ દર વર્ષે જુલાઈ 30 ના રોજ ઉજવવામાં આવે છે. જો કે, ભારત, બાંગ્લાદેશ, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશો દર વર્ષે ઓગસ્ટના પ્રથમ રવિવારે મિત્રતા દિવસ તરીકે ઉજવે છે. તેથી આપણા ત્યાં આજે ફ્રેન્ડશીપ ડે ઉજવાય છે. પરિવાર પછી જો આપણા  સૌથી નજીક હોય તો તે  મિત્રો  છે. મિત્રો જીવનની સફરમાં સુખ-દુઃખના સાથી હોય છે. મિત્ર આપણને પોતાનામાં વિશ્વાસ કરતા શીખવે છે. ત્યારે  આજે  30 જુલાઈએ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે.
ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડેની શરૂઆત ક્યારે થઈ :
30 જુલાઇના રોજ ઉજવવામાં આવે છે. સૌથી  પહેલા 1958માં વર્લ્ડ ફ્રેન્ડશિપ ક્રૂસેડ દ્વારા શરૂ કરવામાં  આવ્યું હતું. 2011માં આ દિવસને સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી. ભારત સહિત ઘણા દેશોમાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવે છે. 

ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડેનો ઇતિહાસ :
ઈતિહાસ મુજબ ગ્રીટીંગ કાર્ડ્સ નેશનલ એસોસિએશને વર્લ્ડ ફ્રેન્ડશીપ ક્રુસેડના પ્રસ્તાવ પહેલા 1920માં ફ્રેન્ડશીપ ડે મનાવવાની શરૂઆત કરી હતી. તેમનો  વિચાર  ગ્રીટિંગ કાર્ડ્સનું વેચાણ વધારવાનો હતો, પરંતુ પછી લોકોએ તેને હાથમાં લીધો નહીં. 1930માં પ્રખ્યાત કાર્ડ કંપની હોલમાર્કે 2 ઓગસ્ટના રોજ ફરીથી ફ્રેન્ડશિપ ડે ઉજવવાનું શરૂ કર્યું, પરંતુ સમય જતાં તે પણ ગાયબ થઈ ગયું. 
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસનો હેતુ શાંતિ અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવાનો છે. આપણા વિશ્વમાં ગરીબી, હિંસા અને માનવ અધિકાર જેવી ઘણી સમસ્યાઓ છે. આ સમસ્યાઓ અને સંકટનો સામનો કરવા માટે એકબીજાની સાથે રહેવું ખૂબ જ જરૂરી છે.  ત્યારે મિત્રતા આનું સૌથી સરળ ઉદાહરણ છે. 
ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે પર આ ફ્રેન્ડશીપ ડે  શાયરી તમારા મિત્રોને મોકલી શકો છો
1.ભગવાન જેને લોહી નાં સંબંધ થી બાંધવા નુ ભૂલી જાય છે ને એને “મિત્ર” બનાવી દે છે…
2.આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી,
અને આપણા સબંધમાં કેવી સુંદરતા આપી.
દુનિયામાં લોહીના સબંધ પણ છળી જાય છે,
અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી.
Advertisement
Tags :
Advertisement

.