Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો કેમ 'લાલ સિંહ ચડ્ઢા' જોઈને ઈંગ્લિશ ક્રિકેટર મોન્ટી પાનેસર રોષ ઠાલવ્યો?

બોલિવૂડની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા તેની રિલીઝ પહેલા જ ઘણા વિવાદોમાં હતી, આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મની ખૂબ ટીકા થઈ છે. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસર પણ આ ફિલ્મથી ખૂબ નારાજ છે. આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' આજે રિલીઝ થઈ ગઈ છે, જ્યારથી ફિલ્મનું ટ્રેલર બહાર આવ્યું છે ત્યારથી જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો બહàª
જાણો કેમ  લાલ સિંહ ચડ્ઢા  જોઈને ઈંગ્લિશ ક્રિકેટર મોન્ટી પાનેસર રોષ ઠાલવ્યો
બોલિવૂડની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા તેની રિલીઝ પહેલા જ ઘણા વિવાદોમાં હતી, આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મની ખૂબ ટીકા થઈ છે. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસર પણ આ ફિલ્મથી ખૂબ નારાજ છે. આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' આજે રિલીઝ થઈ ગઈ છે, જ્યારથી ફિલ્મનું ટ્રેલર બહાર આવ્યું છે ત્યારથી જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 

1994ની હોલીવુડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની રિમેક 
આ ફિલ્મ જોયા બાદ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસર પણ ગુસ્સે છે. પાનેસરના કહેવા પ્રમાણે, આ ફિલ્મ ભારતીય સેના અને શીખોનું અપમાન કરે છે. 'લાલ સિંહ ચઢ્ઢા' 1994ની હોલીવુડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની રિમેક છે. જેમાં ઓછી આઈક્યુ ધરાવતી વ્યક્તિ યુએસ આર્મીમાં પ્રવેશ કરે છે. પાનેસરે કહ્યું કે હોલીવુડની ફિલ્મ અર્થપૂર્ણ છે કારણ કે યુએસ સૈન્ય વિયેતનામ યુદ્ધની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓછી આઈક્યુ ધરાવતા વ્યક્તિને સેનામાં સામેલ કરી રહી છે. પાનેસરે ટ્વિટર પર ફિલ્મ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. 
Advertisement



ફિલ્મ શીખો અને ભારતીય સેનાનું અપમાન
પાનેસરે લખ્યું કે આ ફિલ્મ શીખો અને ભારતીય સેનાનું અપમાન કરે છે, આ ટ્વીટ સાથે પાનેસરે #BoycottLalSinghChadda નો પણ ઉપયોગ કર્યો છે. પાનેસર પોતે શીખ છે અને તેના માતા-પિતા ભારતીય છે. પાનેસરે ઈંગ્લેન્ડ માટે 50 ટેસ્ટ અને 26 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન તેણે બંને ફોર્મેટમાં અનુક્રમે 167 અને 24 વિકેટ ઝડપી છે.
Tags :
Advertisement

.