Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો આ કોણ છે? જ્યારે ભાજપે ઘેરાવ કર્યો તો કોંગ્રેસે વડાપ્રધાનનો ફોટો શેર કરીને જવાબ આપ્યો

જાણો આ કોણ છે? આ સ્લોગન સાથે જ્યારે ભાજપે કોંગ્રેસનો ઘેરાવ કર્યો તો કોંગ્રેસે પૂર્વ બ્રિટિશ સાંસદ સાથે વડાપ્રધઆન મોદીનો ફોટો શેર કરીને વળતો જવાબ આપ્યો જ્યારે ભાજપે રાહુલ ગાંધીની તસવીર પર સવાલ ઉઠાવ્યા તો કોંગ્રેસે પણ તસવીર દ્વારા જ જવાબ આપ્યો. વાસ્તવમાં, રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ બ્રિટિશ સાંસદ જેરેમી કોર્બીન તસવીરમાં સાથે જોવાં મળ્યાં હતા. યુકેની મુલાકાત દરમિયાન પૂર્વ યુકે સાà
જાણો આ કોણ છે  જ્યારે ભાજપે ઘેરાવ કર્યો તો કોંગ્રેસે વડાપ્રધાનનો ફોટો શેર કરીને જવાબ આપ્યો
જાણો આ કોણ છે? આ સ્લોગન સાથે જ્યારે ભાજપે કોંગ્રેસનો ઘેરાવ કર્યો તો કોંગ્રેસે પૂર્વ બ્રિટિશ સાંસદ સાથે વડાપ્રધઆન મોદીનો ફોટો શેર કરીને વળતો જવાબ આપ્યો જ્યારે ભાજપે રાહુલ ગાંધીની તસવીર પર સવાલ ઉઠાવ્યા તો કોંગ્રેસે પણ તસવીર દ્વારા જ જવાબ આપ્યો. 
વાસ્તવમાં, રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ બ્રિટિશ સાંસદ જેરેમી કોર્બીન તસવીરમાં સાથે જોવાં મળ્યાં હતા. યુકેની મુલાકાત દરમિયાન પૂર્વ યુકે સાંસદ જેરેમી કોર્બીનને મળ્યા બાદ ભાજપે રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવ્યા છે. હકીકતમાં, કોર્બીન ભારત વિરોધી અને હિંદુ વિરોધી વલણ માટે જાણીતા છે. આ સિવાય તેઓ કાશ્મીરને ભારતથી અલગ કરવાની પણ વકીલાત કરતા રહ્યાં છે. તેઓ લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે જેરેમી કોર્બીન સાથે રાહુલ ગાંધી અને સેમ પિત્રોડાની તસવીર પોસ્ટ કરી છે. 
આ પછી ભાજપના વિદેશ પ્રભારી વિજય ચૌથાઈવાલેએ કહ્યું કે રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી અને ભારત વિરોધી શક્તિઓને સમર્થન આપવામાં આવી રહ્યું છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ પણ જેરેમી કોર્બીન અને રાહુલ ગાંધીની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું, રાહુલ ગાંધી લંડનમાં જેરેમી કોર્બીન સાથે શું કરી રહ્યાં છે? જેરેમી કોર્બીન ખુલ્લેઆમ કાશ્મીરને ભારતથી અલગ કરવાની વાત કરી રહ્યા હતા. તેઓ તેમના હિંદુ વિરોધી અને ભારત વિરોધી વલણ માટે જાણીતા છે.
કોંગ્રેસે આ રીતે જવાબ આપ્યો
બીજેપીના શહજાદ પૂનાવાલાએ પણ રાહુલ ગાંધી અને જેરેમી કોર્બીનની તસવીર શેર કરતા સવાલો ઉઠાવ્યાં હતા. આ પછી કોંગ્રેસે પણ એક તસવીર શેર કરીને વળતો પ્રહાર કર્યો. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વિટર પર પીએમ મોદી અને જેરેમી કોર્બીનની એક તસવીર શેર કરી છે જેમાં બંને હાથ મિલાવી રહ્યાં છે. તેણે લખ્યું, હું મારા મીડિયાને પણ કહી શકું છું કે આ વ્યક્તિ કોણ છે તે ઓળખો અને તેને એવો જ સવાલ પૂછો જેવો સવાલ રાહુલ ગાંધીને પૂછવામાં આવે છે. શું આનો અર્થ એવો થાય છે કે વડા પ્રધાન ભારત વિશે જેરેમી કોર્બીનના વિચારોને સમર્થન આપે છે? 
બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું, 'રાહુલ ગાંધી બ્રિટિશ સાંસદ અને લેબર લીડર જેરેમી કોર્બીન સાથે. કોર્બીન ભારત માટે અમર્યાદિત દ્વેષ ધરાવે છે, કાશ્મીરને અલગ કરવાની હિમાયત કરે છે અને સ્પષ્ટપણે હિંદુ વિરોધી છે. રાહુલ ગાંધીને આખરે તેમનો વિદેશી સાથી મળી ગયો છે જે તેમની જેમ ભારતને ખુલ્લેઆમ બદનામ કરે છે.
Advertisement

આનો જવાબ આપતા સુરજેવાલાએ કહ્યું, ' દરેક નેતાઓ ભૂતકાળમાં પણ અન્ય નેતાઓને મળતાં રહ્યાં છે અને  ભવિષ્યમાં પણ પણ મળવાનું ચાલુ રાખશે ભલે તેમના વિચારો એકબીજાં સાથે મેળ ખાતા નથી. એવી કોઇ વ્યક્તિ કે જેના અભિપ્રાય આપણાથી અલગ છે તેની  સાથે રાહુલ ગાંધીજીનો ફોટો પાડવો એ કોઇ ગુનો કે આતંકવાદી કૃત્ય નથી, 
જો આવું જ હોય, તો પ્રશ્ન એ પણ  પૂછાવો જોઈએ કે વડા પ્રધાને દાવોસમાં નીરવ મોદી સાથે શા માટે પોઝ આપ્યો? તે વીડિયો વિશે શું હકીકત છે જેમાં પીએમ મોદી મેહુલ ચોકસીને 'આપણા મેહુલ ભાઈ' કહેતા જોવા મળી રહ્યાં છે? જ્યારે ચીને આપણા પ્રદેશ પર કબજો જમાવ્યો છે ત્યારે વડા પ્રધાન શી જિનપિંગને કેમ મળ્યા?’ સુરજેવાલાએ એમ પણ પૂછ્યું, ‘વડાપ્રધાન પાકિસ્તાન જઈને નવાઝ શરીફને કેમ મળ્યા? શું સરકાર વચન આપશે કે અમારાથી અલગ મંતવ્યો ધરાવનાર સાથે કોઈ મુલાકાત નહીં થાય?
Advertisement

Tags :
Advertisement

.