જાણો કોણ છે દિલ્હીના નવા પોલીસ કમિશનર સંજય અરોરા
તમિલનાડૂ કેડરના આઈપીએસ અધિકારી સંજય અરોડા દિલ્હીના નવા પોલીસ કમિશ્નર બન્યા છે. અરોડા 1988 બૈચના આઈપીએસ અધિકારી છે. હાલમાં સંજય અરોડ આઈટીબીપીના ડાયરેક્ટર પદ પર કાર્યરત છે. સંજય અરોડ તમિલનાડૂ કૈડરના આઈપીએસ અધિકારી છે અને મૂળતો જયપુરના રહેવાસી છે. સંજય ગત નવેમ્બરથી આઈટીબીપીના ડીજી છે. તેઓ આ અગાઉ BSF, CRPFમાં પણ મહત્વના પદ પર રહી ચુક્યા છે. સંજય અરોડા રાકેશ અસ્થાનાની જગ્યા લેશે. જેમનો કાર્àª
Advertisement

તમિલનાડૂ કેડરના આઈપીએસ અધિકારી સંજય અરોડા દિલ્હીના નવા પોલીસ કમિશ્નર બન્યા છે. અરોડા 1988 બૈચના આઈપીએસ અધિકારી છે. હાલમાં સંજય અરોડ આઈટીબીપીના ડાયરેક્ટર પદ પર કાર્યરત છે. સંજય અરોડ તમિલનાડૂ કૈડરના આઈપીએસ અધિકારી છે અને મૂળતો જયપુરના રહેવાસી છે. સંજય ગત નવેમ્બરથી આઈટીબીપીના ડીજી છે. તેઓ આ અગાઉ BSF, CRPFમાં પણ મહત્વના પદ પર રહી ચુક્યા છે. સંજય અરોડા રાકેશ અસ્થાનાની જગ્યા લેશે. જેમનો કાર્યકાળ આજે ખતમ થઈ રહ્યો છે.
સંજય અરોડાએ માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જયપુર (રાજસ્થાન)માંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. આઈપીએસમાં જોડાયા બાદ તેમણે તમિલનાડુ પોલીસમાં વિવિધ હોદ્દા પર સેવા આપી હતી. તેમણે કુખ્યાત ચંદનના દાણચોર વીરપ્પન સામેના અભિયાનમાં પણ મોટી સફળતા મેળવેલી છે. જેના માટે તેમને મુખ્યમંત્રી શૌર્ય ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
સંજય અરોડા એ પસંદગીના આઈપીએસમાંથી છે, જે અર્ધસૈનિક દળમાં ડેપ્યુટેશન પર કમાંડેંટ પદ પર આવ્યા હતા. IPS સંજય અરોડાએ 1997થી 2002 સુધી કમાંડેંટ તરીકે પ્રતિનિયુક્તિ પર આઈટીબીપીમાં સેવાઓ આપી હતી. તેમણે 1997થી 2000 સુધી ઉત્તરાખંડના મતલીમાં આઈટીબીપી બટાલિયનની એક સરહદી કમાન સંભાળી હતી. એક ટ્રેનર તરીકે સંજય અરોડાએ 2000થી 2002 સુધી આઈટીબીપી એકેડમીમાં ઉલ્લેખનિય યોગદાન આપ્યું હતું. તેની સાથે જ સંજય મસૂરીમાં કમાડેંટ તરીકે સેવારત રહ્યા હતા.
Advertisement