ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગણેશ ઉત્સવની શરૂઆત જાણો ક્યારે થઈ હતી? શું છે તેનો ઇતિહાસ

સામાન્ય રીતે ગણેશ ચતુર્થી તે દેશભરમાં ઉજવાતો તહેવાર છે. તેમાં પણ ખાસ  કરીને આ તહેવાર હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર વિઘ્નહર્તા,મંગલકર્તા અને રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશના જન્મ નિમિતે ઉજવામાં આવે છે. આ તહેવાર  સામાન્ય  રીતે ૧૦ દિવસ સુધી ઉજવાય છે. લોકોમાં તહેવારને લઈને  ભારે  ઉત્સાહ  જોવા મળી રહ્યો છે  ગણેશ ચતુર્થીની ઉજવણીની શરૂઆત :આઝાદીના પ્રણેતા લોકમાન્ય તિલક, સાર
08:36 AM Sep 01, 2022 IST | Vipul Pandya
સામાન્ય રીતે ગણેશ ચતુર્થી તે દેશભરમાં ઉજવાતો તહેવાર છે. તેમાં પણ ખાસ  કરીને આ તહેવાર હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર વિઘ્નહર્તા,મંગલકર્તા અને રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશના જન્મ નિમિતે ઉજવામાં આવે છે. આ તહેવાર  સામાન્ય  રીતે ૧૦ દિવસ સુધી ઉજવાય છે. લોકોમાં તહેવારને લઈને  ભારે  ઉત્સાહ  જોવા મળી રહ્યો છે 
 ગણેશ ચતુર્થીની ઉજવણીની શરૂઆત :
આઝાદીના પ્રણેતા લોકમાન્ય તિલક, સાર્વજનિક ગણેશોત્સવની પરંપરાથી ખૂબ પ્રભાવિત હતા અને 1893માં તેને આઝાદીનો દીવો પ્રગટાવતા સામયિક 'કેસરી'માં દર્શાવવામાં આવ્યો હતો. તેમણે તેમના સામયિક 'કેસરી'ના કાર્યાલયમાં તેની સ્થાપના કરી અને લોકોને તેમની પૂજા-અર્ચના કરવા વિનંતી કરી, જેથી  રાષ્ટ્રની આઝાદીમાં આવતા અવરોધોનો નાશ થયો.
તેમણે શ્રી ગણેશજીને લોકોના ભગવાન તરીકે સંબોધ્યા. લોકોએ તેને ખૂબ જ ઉત્સાહથી સ્વીકાર્યો, આ પછી ગણેશ ઉત્સવ જન આંદોલનનું માધ્યમ બની ગયો. આ ઉત્સવને લોકો સાથે જોડીને તેમણે આઝાદી મેળવવા માટે જનચેતનાને જાગૃત કરવાનું માધ્યમ બનાવ્યું અને તેમાં તેઓ સફળ રહ્યા. આજે પણ સમગ્ર મહારાષ્ટ્ર આ તહેવારનું કેન્દ્રબિંદુ છે, પરંતુ હવે દેશના દરેક ભાગમાં પણ આ તહેવાર લોકોને એકસસૂત્રતાના તારે જોડે છે.
કેવી રીતે  થાય છે ઘરે આ તહેવારની ઉજવણી
ગણેશ પૂજન તમારા ઘરે ભગવાન ગણેશની માટીની મૂર્તિ સ્થાપિત કરવાથી શરૂ થાય છે. ભોગ માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. મૂર્તિને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને ત્યારબાદ ફૂલોથી શણગારવામાં આવે છે.  ત્યારબાદ આરતી શરૂ થાય છે. આ સમયે વિવિધ ભજન, અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી પૂજન એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ ભક્તિ સાથે મંત્રનો જાપ કરવાથી મૂર્તિમાં જીવ આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન, ગણેશ તેમના ભક્તોના ઘરે જાય છે અને તેમની સાથે સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે. આ જ કારણોસર દિવસ ખૂબ જ શુભ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
ભારતના ક્યાં રાજ્યોમાં ઉજવાય છે ગણેશ ચતુર્થી
આ તહેવારમાં ભારતમાં મુખ્યત્વે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર,ગુજરાત,ગોવા,તેલંગણા,આંધ્રપ્રદેશ,તામિલનાડુ,પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં લોકો ઘરે અને જાહેરમાં ઉજવામાં આવે છે. દરેક જગ્યાએ આ તહેવાર દરમિયાન લોકો ઘરે અને પંડાલોમાં  માટીથી બનાવેલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભવ્ય રીતે ઉજવણી થાય છે.
Tags :
ganeshfestivalGujaratFirstHistory
Next Article