રાજસ્થાન સંકટમાંથી ઉગરવા કોંગ્રેસ હાઇકમાન્ડનો જાણો, શું છે પ્લાન B
રાજસ્થાન (Rajasthan)માં ગૂંચવાયેલા કોકડાંને ઉકેલવામાં કોંગ્રેસ (Congress) હાઇકમાન્ડ ભારે મથામણ કરી રહ્યું છે. અશોક ગેહલોત (Ashok Gehlot) ને મનાવવાની કોશિશો કરાઇ રહી છે. અશોક ગેહલોત ભલે રાજસ્થાન ના મુખ્યમંત્રી પદની લાલચ છોડી ન શકે, પરંતુ કોંગ્રેસ તેમને મનાવી રહી છે. સોનિયા ગાંધી (Sonia Gandhi)એ આનંદ શર્મા, અંબિકા સોની સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને અશોક ગેહલોતને પ્રમુખ પદ માટે નોમિનેશન દાખલ કરવા માટે રાજી કરવાની જàª
Advertisement
રાજસ્થાન (Rajasthan)માં ગૂંચવાયેલા કોકડાંને ઉકેલવામાં કોંગ્રેસ (Congress) હાઇકમાન્ડ ભારે મથામણ કરી રહ્યું છે. અશોક ગેહલોત (Ashok Gehlot) ને મનાવવાની કોશિશો કરાઇ રહી છે. અશોક ગેહલોત ભલે રાજસ્થાન ના મુખ્યમંત્રી પદની લાલચ છોડી ન શકે, પરંતુ કોંગ્રેસ તેમને મનાવી રહી છે. સોનિયા ગાંધી (Sonia Gandhi)એ આનંદ શર્મા, અંબિકા સોની સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને અશોક ગેહલોતને પ્રમુખ પદ માટે નોમિનેશન દાખલ કરવા માટે રાજી કરવાની જવાબદારી સોંપી છે.
અશોક ગેહલોતને મનાવાના પ્રયાસ
ગેહલોતને સમજાવવામાં આવી રહ્યું છે કે જો તેઓ હાઈકમાન્ડની નારાજગીથી બચવા માંગતા હોય તો અધ્યક્ષ પદ સ્વીકારી લે અને આગામી સીએમ પસંદ કરવાનો નિર્ણય સોનિયા ગાંધી પર છોડી દે. હાઈકમાન્ડ અશોક ગેહલોતના નજીકના લોકોને નોટિસ આપીને સંદેશો આપવા માંગે છે. જો કે હાલની સ્થિતિ એવી છે કે કોઈપણ મોટી કાર્યવાહી કરવા કોંગ્રેસ હાઇકમાન્ડ બચવા માગે છે.
કોંગ્રેસનો પ્લાન B પણ તૈયાર
રાજસ્થાનમાં હાલ સર્જાયેલી કટોકટી ઉકેલવાનો રસ્તો કાઢવા ભારે મથામણ ચાલી રહી છે. આ અંગે મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા અને અંબિકા સોનીએ ગેહલોત સાથે વાત કરી છે. આ સિવાય પાર્ટી પ્લાન બી પર પણ કામ કરી રહી છે. આ અંતર્ગત કેટલાક વરિષ્ઠ નેતાઓને જો ગેહલોત સહમત ન થાય તો પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે. કદાચ આ વ્યૂહરચના હેઠળ મોટાભાગના વરિષ્ઠ નેતાઓને 29 અને 30 સપ્ટેમ્બરે દિલ્હીમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર એ.કે.એન્ટનીને પણ સોનિયા ગાંધીએ બોલાવ્યા હતા, જેમને કોંગ્રેસની મુશ્કેલીનિવારક કહેવામાં આવે છે.
કેટલાક નેતાઓને તૈયાર કરાયા
કોંગ્રેસ નેતૃત્વએ અશોક ગેહલોતના નજીકના મંત્રી શાંતિ ધારીવાલ અને મહેશ જોશીને ધારાસભ્યોની અલગ બેઠક યોજવા માટે કારણ બતાવો નોટિસ જારી કરી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે મીરા કુમાર, મલ્લિકાર્જુન ખડગે, કુમારી સેલજા, દિગ્વિજય સિંહ, મુકુલ વાસનિક જેવા નેતાઓને પણ પ્રમુખ પદ માટે નોમિનેશન માટે તૈયાર રહેવા કહ્યું છે. હાલ અશોક ગેહલોતને મનાવવા અને તેમનું નામાંકન કરાવવાના પ્રયાસો ચાલુ છે. દરમિયાન શશિ થરૂરે કહ્યું કે તેઓ 30 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવશે.
ગેહલોત પર સોનિયાનું નરમ વલણ
દરમિયાન, હાઈકમાન્ડ દ્વારા અશોક ગેહલોત પર કાર્યવાહી ન કરવા અને તેમને પ્રમુખ પદ માટે મનાવવાના પ્રયાસો કરાયા છે. એવું માનવામાં આવે છે કે જો સીએમ પદનો નિર્ણય સોનિયા પર છોડવામાં આવશે તો તે સચિન પાયલટને કમાન આપી શકે છે, જે લાંબા સમયથી દાવો કરી રહ્યા છે. આ રીતે કોંગ્રેસ કોઈના પર કડક પગલાં લીધા વિના સમગ્ર સંકટને સંભાળી શકે છે.