ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા આ નિયમો જાણો , નહીંતો થઈ શકે છે નુકસાન

આપણે ત્યાં મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા જ  ફાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘણી મુશ્કેલીઓનો  સામનો કરી શકીએ છીએ. સામાન્ય  રીતે  રુદ્રાક્ષ વ્યક્તિની વિચારસરણીને સકારાત્મક બનાવે છે. પરંતુ રૂદ્રાક્ષ ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તેને ધાર્મિક વિધિઓ સાથે પહેરવામાં આવે છે. આ લોકો પહેરે રૂદ્રાક્ષ:à
07:24 AM Aug 12, 2022 IST | Vipul Pandya
આપણે ત્યાં મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા જ  ફાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘણી મુશ્કેલીઓનો  સામનો કરી શકીએ છીએ. સામાન્ય  રીતે  રુદ્રાક્ષ વ્યક્તિની વિચારસરણીને સકારાત્મક બનાવે છે. પરંતુ રૂદ્રાક્ષ ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તેને ધાર્મિક વિધિઓ સાથે પહેરવામાં આવે છે. 
આ લોકો પહેરે રૂદ્રાક્ષ:
એવું માનવામાં આવે છે કે બાળકના જન્મ પછી માતા અને બાળક થોડા સમય માટે અશુદ્ધ હોય છે. માતાએ ભૂલથી પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. એવું પણ કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરનારા લોકોએ આ લોકોના રૂમમાં પણ પ્રવેશ ન કરવો જોઈએ. જો તમે આ લોકોના રૂમમાં જતા હોવ તો રુદ્રાક્ષ ઉતારીને રાખો.
 રુદ્રાક્ષ  ધારણ  કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો :
જેમણે રુદ્રાક્ષ ધારણ કર્યો છે, તેમણે ધૂમ્રપાન ન કરવું જોઈએ કે માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. આમ કરવાથી રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે. તેનાથી તમને કોઈ ફાયદો નથી થતો પણ નુકસાન છે. એવી માન્યતા છે કે સૂતી વખતે પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. રાત્રે સૂતા પહેલા તેને ઉતારી લો અને તકિયા નીચે રાખો. આવું કરવાથી મન શાંત રહે છે અને ખરાબ સપના આવતા નથી.

આ રૂદ્રાક્ષએ  દરેક રોગથી મુક્તિ આપનાર, આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર કરી અભેદ રક્ષાકવચ તરીકે ગણવામાં આવે છે. જે માનવીના સર્વે તાપ, પાપ સંતાપ હરી, સુખ શાંતિ અને શાતા અર્પે છે.

Tags :
DamageGujaratFirstRudraksha
Next Article