રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા આ નિયમો જાણો , નહીંતો થઈ શકે છે નુકસાન
આપણે ત્યાં મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા જ ફાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. સામાન્ય રીતે રુદ્રાક્ષ વ્યક્તિની વિચારસરણીને સકારાત્મક બનાવે છે. પરંતુ રૂદ્રાક્ષ ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તેને ધાર્મિક વિધિઓ સાથે પહેરવામાં આવે છે. આ લોકો પહેરે રૂદ્રાક્ષ:à
Advertisement
આપણે ત્યાં મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા જ ફાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. સામાન્ય રીતે રુદ્રાક્ષ વ્યક્તિની વિચારસરણીને સકારાત્મક બનાવે છે. પરંતુ રૂદ્રાક્ષ ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તેને ધાર્મિક વિધિઓ સાથે પહેરવામાં આવે છે.
આ લોકો પહેરે રૂદ્રાક્ષ:
એવું માનવામાં આવે છે કે બાળકના જન્મ પછી માતા અને બાળક થોડા સમય માટે અશુદ્ધ હોય છે. માતાએ ભૂલથી પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. એવું પણ કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરનારા લોકોએ આ લોકોના રૂમમાં પણ પ્રવેશ ન કરવો જોઈએ. જો તમે આ લોકોના રૂમમાં જતા હોવ તો રુદ્રાક્ષ ઉતારીને રાખો.
રુદ્રાક્ષ ધારણ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો :
જેમણે રુદ્રાક્ષ ધારણ કર્યો છે, તેમણે ધૂમ્રપાન ન કરવું જોઈએ કે માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. આમ કરવાથી રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે. તેનાથી તમને કોઈ ફાયદો નથી થતો પણ નુકસાન છે. એવી માન્યતા છે કે સૂતી વખતે પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. રાત્રે સૂતા પહેલા તેને ઉતારી લો અને તકિયા નીચે રાખો. આવું કરવાથી મન શાંત રહે છે અને ખરાબ સપના આવતા નથી.
આ રૂદ્રાક્ષએ દરેક રોગથી મુક્તિ આપનાર, આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર કરી અભેદ રક્ષાકવચ તરીકે ગણવામાં આવે છે. જે માનવીના સર્વે તાપ, પાપ સંતાપ હરી, સુખ શાંતિ અને શાતા અર્પે છે.
Advertisement
Advertisement