Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં અમિતાભ બચ્ચનના આ ચાહકની અનોખી દિવાનગી, જાણો

11 ઓક્ટોબર એટલે કે અમિતાભ બચ્ચનના ( Big b)જન્મ દિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કઈક અનોખું કરવા આ ચાહકે 8 હજાર ફોટોનું કલેક્શન કર્યું છે.બૉલીવુડ( Bollywood),અને હોલિવૂડ( Hollywood)ના ચાહકો વિવિધ શોખ સાથે પોતાનો પ્રેમ રજુ કરે છે, અભિનેતા સાથે પોતાના પ્રેમ અને સન્માનની સાબિતી આપતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં એક સુરતી ચાહક ઘ્વારા અમિતાભ બચ્ચનના (amitabh bachchan)હજારો ફોટોના કલેક્શનનો સંગ્રહ કરવામાં
સુરતમાં અમિતાભ બચ્ચનના આ ચાહકની અનોખી દિવાનગી  જાણો
11 ઓક્ટોબર એટલે કે અમિતાભ બચ્ચનના ( Big b)જન્મ દિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કઈક અનોખું કરવા આ ચાહકે 8 હજાર ફોટોનું કલેક્શન કર્યું છે.બૉલીવુડ( Bollywood),અને હોલિવૂડ( Hollywood)ના ચાહકો વિવિધ શોખ સાથે પોતાનો પ્રેમ રજુ કરે છે, અભિનેતા સાથે પોતાના પ્રેમ અને સન્માનની સાબિતી આપતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં એક સુરતી ચાહક ઘ્વારા અમિતાભ બચ્ચનના (amitabh bachchan)હજારો ફોટોના કલેક્શનનો સંગ્રહ કરવામાં આવ્યો છે. 
ભારતનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરતા એવા સ્વદેશી દવાઓના વિક્રેતા દિવ્યેશ કુમાવતે 8 ( આઠ ) હજાર ફોટોનું અનોખુ કલેક્શન રાખી અમિતાભ બચ્ચન પ્રત્યે પોતાની દિવાનગી સાબિત કરી છે. સુરતના આ ચાહકે બચ્ચનનો પ્રથમ ફોટો 1999માં લીધો હતો, પ્રથમ ફોટો લીધા બાદ ફોટો કાપવાની અને તેનો સંગ્રહ કરવાની ટેવ દિવ્યેશનો અનોખો શોખ બની ગઈ હતી અને એ શોખ આજે દિવાનગી સ્વરૂપે જોવા મળી રહ્યું છે.
સુરત ખાતે રહેતા દિવ્યેશ કુમાવતે અખબાર અને મેગેઝીનમાં પ્રસિધ્ધ થયેલા અમિતાભ બચ્ચનના ફોટોનો સંગ્રહ કર્યો છે,જે પૈકીના 5 હજાર ફોટોનું સુંદર આલબમ પણ તૈયાર કર્યું છે,જેમાં સુરતના કેબીસીના ફોટો અમિતાભના A અક્ષરથી શરૂ થઈ Z અક્ષરમાં જેટલા પણ મુવી આવ્યા છે એના ફોટો,1980ની સાલમાં અમિતાભ બચ્ચનનો અખબારમાં છપાયેલો ફોટો પણ છે, અખબાર અને મેગેઝીન સિવાય પેહલા અભિનેતા ઓના ફોટા વાળા પોસકાર્ડ આવતા હતા તેઓનો પણ સંગ્રહ દિવ્યેશ એ કર્યો છે.
માત્ર ફોટો જ નહીં પણ રૂબરૂ પણ 5 વાર બિગબી એટલે કે અમિતાભ બચ્ચન સાથે દિવ્યેશ મુલાકાત પણ લીધી છે,બિગ બીનો આ ફેન તેમને પેહલી વાર 2012 માં સાપુતારા ખાતે મળ્યો હતો અને અમિતાભ બચ્ચન ના ઓટોગ્રાફ એમના ફોટો પણ લીધા હતા.અને હવે અમિતાભ બચ્ચનના ૧૦ હજાર ફોટોનો સંગ્રહ કરવાનો ટાર્ગેટ છે.  હજાર ફોટોનો આલ્બમ બનાવી તેમને ફરીથી મળી ને સરપ્રાઈઝ આપવાનું બિગ બીના આ સુરતી ફેન દિવ્યેશે નક્કી કર્યું છે.
Advertisement
Tags :
Advertisement

.