બજેટ 2023માં હેલ્થ સેક્ટર સાથે જોડાયેલી કઇ મોટી જાહેરાતો થઇ તે જાણો
157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે. બજેટ-2023માં દેશના હેલ્થ સેક્ટર સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થઇ,નાણામંત્રીએ આરોગ્ય સેક્ટરને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે. વર્ષ 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. બજેટમાં ICMR લેબની સંખ્યામાં વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે.ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગામ થશે તે
10:13 AM Feb 01, 2023 IST
|
Vipul Pandya
157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે.
બજેટ-2023માં દેશના હેલ્થ સેક્ટર સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થઇ,નાણામંત્રીએ આરોગ્ય સેક્ટરને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે. વર્ષ 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. બજેટમાં ICMR લેબની સંખ્યામાં વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે.ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગામ થશે તેવી જાહેરાત થઇ
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં સ્પષ્ટ કર્યું હતું કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઘણા સુધારાની જરૂર છે. તેથી જ નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. આ સાથે મેડિકલ કોલેજમાં વધુને વધુ લેબની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે, સ્વાસ્થ્ય પ્રણાલીને સુધારવા માટે નવા મશીનો લાવવામાં આવશે જેથી ભારતમાં મોટી બીમારીઓની સફળતાપૂર્વક સારવાર કરી શકાય.
એનિમિયા 2047 સુધીમાં ખતમ થઈ જશે
વર્ષ 2023ના બજેટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વર્ષ 2047 સુધીમાં એનિમિયાના રોગને જડમૂળથી નાબૂદ કરી દેવામાં આવશે.કારણ કે દર વર્ષે લોહીના અભાવે અહીં અનેક લોકોના મોત થાય છે.
સિવેજ સફાઇ કર્મીને મેનહોલમાં નહીં ઉતરવુ પડે
બજેટમાં સૌથી મહત્વની વાત એ હતી કે મોદી સરકારે મેનહોલ્સને લઈને મોટો નિર્ણય લીધો છે.બજેટ વર્ષ 2023માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે સિવેજ સફાઇ સાથે જોડાયેલા કર્મીઓ મેનહોલમાં પ્રવેશશે નહીં.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 1 વર્ષ લંબાવાઇ
કોરોનાકાળ દરમિયાન કોઇને ભૂખ્યા ન સુવુ પડે તે માટે મોદી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી. જેમાં ગરીબ કે જરૂરિયાતમંદને 5 કિલો અનાજ મફત આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ 80 કરોડ ગરીબોને મફત અનાજનો લાભ આપવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર 2022માં આ યોજના બંધ કરવામાં આવનાર હતી પરંતુ બાદમાં સરકારે યોજનાને લંબાવી દીધી હતી.હવે નવા બજેટમાં ફરીએકવાર આ યોજનાને એક વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article