ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો, ધન તેરસનું મહત્વ અને પૂજા ક્યારે કરવી

ધનતેરસનું મહત્વ અને પૂજાધન તેરસની વાર્તા★ એક વખત માતા મહાલક્ષ્મી અપ્રસન્ન થઈને વૈકુંઠ લોક જતી રહી. આથી પૃથ્વી લોક પર અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, આદિ બધા લક્ષ્મી વગર દરિદ્ર  અને અસહાય થઈ ભટકવા લાગ્યા ત્યારે ઋષિઓમાં શ્રેષ્ઠ વશિષ્ટ ઋષિ નિશ્ચય કરે છે અને કહે છે કે હું માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરીને પૃથ્વી લોક પર લાવીશ. વશિષ્ઠજી એ જ સમયે વૈકુંઠમાં જઇનà
09:23 AM Oct 21, 2022 IST | Vipul Pandya
ધનતેરસનું મહત્વ અને પૂજા
ધન તેરસની વાર્તા
★ એક વખત માતા મહાલક્ષ્મી અપ્રસન્ન થઈને વૈકુંઠ લોક જતી રહી. આથી પૃથ્વી લોક પર અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, આદિ બધા લક્ષ્મી વગર દરિદ્ર  અને અસહાય થઈ ભટકવા લાગ્યા ત્યારે ઋષિઓમાં શ્રેષ્ઠ વશિષ્ટ ઋષિ નિશ્ચય કરે છે અને કહે છે કે હું માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરીને પૃથ્વી લોક પર લાવીશ. વશિષ્ઠજી એ જ સમયે વૈકુંઠમાં જઇને માતા લક્ષ્મીજીને જોયા અને એમને જ્ઞાન થયું કે  મહાલક્ષ્મીજી અપ્રસન્ન છે અને તે કોઇ પણ સ્થિતિમાં ભૂ લોકમાં નહીં આવે. તે ત્યાં જ બેસીને ભગવાન આદિ અનાદી પૂર્ણ પુરષોત્તમ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઇ પ્રકટ થયા અને વશિષ્ઠ શ્રષિએ હે પ્રભો , લક્ષ્મીના અભાવથી અમે સર્વે પૃથ્વીવાસી પીડિત છીએ, આશા નિરાશા થઇ છે અને જીવન પ્રતિ ઉત્સાહ અને ઉમંગ સમાપ્ત થઇ ગયો છે ત્યારે વિષ્ણુ ભગવાન તુરત જ લક્ષ્મીજી જોડે ગયા પણ લક્ષ્મીજી આવવા રાજી ના થયા ત્યારે દેવતાઓના ગુરુ બ્રુહસ્પતિએ શ્રી યંત્રની સ્થાપના કરી અને લક્ષ્મીજીએ ફરી ભૂ લોક પર આવી નિવાસ કર્યો કારણ કે શ્રી યંત્ર જ માતા મહાલક્ષ્મીનો આધાર છે જેની અંદર લક્ષ્મીજીની આત્મા નિવાસ કરે છે. આ યંત્રની સ્થાપના દિવાળીના ઠીક બે દિવસ પહેલાં અર્થાત આસો વદ તેરસના દિવસે કરવામાં આવી હતી ત્યારથી ધનતેરસનું મહત્વ ભૂ લોકમાં ચાલતું આવ્યું છે. 
આ રીતે બીજી એક કથા છે કે સમુદ્ર મંથન સમયે માતા મહાલક્ષ્મી પ્રકટ થયા હતા એ આજ દિવસે એટલે પણ ધન તેરસ મનાવામાં આવે છે. આજે ધન્વંતરી મહારાજનું પણ બહું મહત્વ છે. 
આ વર્ષે ધન તેરસના શુભ મુહૂર્ત 
  • આ વર્ષે ધન તેરસ 23-10-22ના રોજ છે
  • 08.05થી 12.25 સુધી લાભ, અમૃત 
  • 13.51 થી 15.18 સુધી શુભ
  • 18.11થી 22.30 સુધી શુભ, અમૃત
  • 01.23થી 02.50 સુધી રાત્રે લાભ
  • 12.00થી 13.00 અભિજિત
અશુભ મુહૂર્ત
16.30થી 18.00 રાહુ કાળ
ધન તેરસનો ક્યારથી પ્રારંભ 
આ વર્ષે ધનતેરસને લઇને બહું કન્ફ્યુઝન છે કે ધન તેરસ 22-10-22ને ઉજવવી કે 23-10-22.તો વાચકો તમારી મૂંઝવણ દુર કરીએ તો ધનતેરસ 22-10-22ની સાંજે 6.02 મિનિટથી આસો વદ તેરસ પ્રારંભ થશે અને 23-10-22ના સાંજે 06.03 સુધી રહેશે તો આ સમય દરમિયાન તમે તેરસ ઉજવી શકો છો. 

કઇ રીતે કરવી માતા મહાલક્ષ્મીની પૂજા

  • મહાલક્ષ્મી પૂજન વિધિ આ પ્રમાણે કરશો
  • સૌ પ્રથમ એક બાજોટ લઇ એની ઉપર લાલ કાપડનું સ્થાપન કરવું.
  • લાલ કાપડ ઉપર તમારી જમણી બાજુ ઘઉંની ઢગલી અને ડાબી બાજુ ચોખાની ઢગલી કરી અષ્ટ દલ બનાવવું
  • ઘઉં ઉપર ડીશમાં ગણપતિ અને લક્ષ્મીજીની મૂર્તિ અથવા શ્રી યંત્ર મુકવું અને ચાંદીના સિક્કા મુકવા
  • ચોખાની ઉપર કળશની સ્થાપના કરવી
  • પછી ત્રણ વખત પીણી પીને શુદ્ધ જળના છાંટાથી બધી વસ્તુ પવિત્ર કરવી
  • પછી ધૂપ, દીપ, નૈવેધ, આરતી, મંત્ર, પુષ્પાંજલીથી માતા મહાલક્ષ્મીની પૂજા, કુબેર મહારાજની પૂજા કરવી
  • લક્ષ્મીજીને પ્રિય આ વસ્તુઓ
  • ધન તેરસના દિવસે 7 વસ્તુઓ ખરીદો
  • ભગવાન ગણેશ અને મહાલક્ષ્મીની ચાંદીની મૂર્તિ ખરીદવી
  • ગૃહ લક્ષ્મી માટે વસ્ત્ર અને આભુષણ ખરીદવા
  • પિત્તળની વસ્તુઓ લેવી જોઇએ
  • મીઠું ખરીદવું
  • સપ્ત મુખી રુદ્રાક્ષ ખરીદવું જોઇએ
  • માટીના દીવા
  • કોઇ પણ યંત્ર ખરીદવું
  • આ સાત વસ્તુ વસાવી માતા મહાલક્ષ્મીની અવિરત કૃપા પ્રાપ્ત કરો 

-----આચાર્ય અભિમન્યુ ત્રિવેદી
Tags :
DhanterasDiwaliGujaratFirst
Next Article