Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો પેપરલીક કાંડના આરોપી કેતન બારોટની ક્રાઇમ કુંડળી

જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ બાયડના આરોપી કેતન બારોટની કુંડળી આવી સામે વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસ ગિરફ્તમાં ૯ વર્ષથી એડમિશનની દુનિયામાં છે મોટું નામ બોગસ એડમિશન મામલે રહી ચુક્યો છે જેલમાં દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે પેપર લીકનો આરોપી દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ચાલે છે ગોરખધંધા બાયડ અને અમદાવાદ ખાતે ધરાવે છ સંપત્તિ ગુજરાત એટીએસ કરà
10:02 AM Jan 29, 2023 IST | Vipul Pandya
  • જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ 
  • બાયડના આરોપી કેતન બારોટની કુંડળી આવી સામે 
  • વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસ ગિરફ્તમાં 
  • ૯ વર્ષથી એડમિશનની દુનિયામાં છે મોટું નામ 
  • બોગસ એડમિશન મામલે રહી ચુક્યો છે જેલમાં 
  • દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે પેપર લીકનો આરોપી 
  • દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ચાલે છે ગોરખધંધા 
  • બાયડ અને અમદાવાદ ખાતે ધરાવે છ સંપત્તિ 
  • ગુજરાત એટીએસ કરી છે પૂછપરછ
ગુજરાતમાં રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનામાં ગુજરાત એટીએસ દ્વારા 15 આરોપીની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં કેતન બારોટ નામનો આરોપી પણ છે જે અગાઉ પણ બોગસ એડમિશનના મામલે દિલ્હીની તિહાડ જેલમાં રહી ચુક્યો છે અને ફરી એક વાર પેપરલીક કાંડમાં પોલીસના હાથે પકડાયો છે. 
હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી  પેપર લીક 
પેપરલીક કાંડમાં ગુજરાત એટીએસ દ્વારા અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરાઇ છે જેમાં 5 આરોપી ગુજરાતના વતની છે જ્યારે  10 આરોપી ગુજરાત બહારના છે.  આ કેસના મુખ્ય બે આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. તપાસમાં બહાર આવ્યું કે હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી  પેપર લીક થયું હતું અને  આરોપી પ્રદીપ નાયક હૈદરાબાદથી પેપર વડોદરા  લાવ્યો હતો. વડોદરાના સેન્ટર પર કેટલાક ઉમેદવારોને જવાબ બતાવવાના હતા.  પોલીસે કેતન બારોટ નામના આરોપીને પણ પકડ્યો છે.  આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી 2019માં CBI દ્વારા પકાડાયા હતા.
 કેતન બારોટ વૈભવી કારોનો શોખીન 
દરમિયાન જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસનો મહત્વના આરોપી બાયડના આરોપી કેતન બારોટની કુંડળી સામે આવી છે. કેતન બારોટ વૈભવી કારોનો શોખીન છે અને  ૯ વર્ષથી એડમિશનની દુનિયામાં તેનું મોટું નામ છે. અગાઉ તે ભાસ્કર ચૌધરીની સાથે 2019માં CBI દ્વારા પકડાયો હતો અને  તે બોગસ એડમિશન મામલે દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે.
બાયડ અને અમદાવાદ ખાતે તે સંપત્તિ ધરાવે છે
કેતન બારોટ દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સી ચલાવે છે અને તેના નામે તે  એડમિશન અપાવવાના અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરાવવાના ગોરખધંધા ચલાવે છે.  બાયડ અને અમદાવાદ ખાતે તે સંપત્તિ ધરાવે છે. હાલ પોલીસ તેની કડક પુછપરછ કરી રહી છે. 
આ પણ વાંચો--વડોદરામાં પેપર ફૂટવાની ઘટનામાં રાત્રે શું થયું? જાણો ચોંકાવનારી માહિતી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
ExamGujaratATSGujaratFirstJuniorClerkPaperLeak
Next Article