ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પેટા ચૂંટણીમાં ઉમેદવાર હટાવીને ભાજપે ઉદ્વવ ઠાકરેને કેટલું મોટું નુકશાન કર્યું, જાણો

મુંબઈ (Mumbai)માં અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી (By Election) હાઈ-વોલ્ટેજ હરીફાઈ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે તે માત્ર ઔપચારિકતા છે.  એકનાથ શિંદેની આગેવાની હેઠળની બાલાસાહેબચી શિવસેના સાથે ગઠબંધન કરીને  ભારતીય જનતા પાર્ટી (BJP) ચૂંટણી લડી રહી છે. જો કે ભાજપે આ ચૂંટણીમાંથી પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લીધો છે.  આ ચૂંટણીમાં હવે ઉદ્ધવ ઠાકરે શિવસેનાનો ઉમેદવાર જીતી જશે. જો કે ભા
04:32 AM Oct 18, 2022 IST | Vipul Pandya
મુંબઈ (Mumbai)માં અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી (By Election) હાઈ-વોલ્ટેજ હરીફાઈ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે તે માત્ર ઔપચારિકતા છે.  એકનાથ શિંદેની આગેવાની હેઠળની બાલાસાહેબચી શિવસેના સાથે ગઠબંધન કરીને  ભારતીય જનતા પાર્ટી (BJP) ચૂંટણી લડી રહી છે. જો કે ભાજપે આ ચૂંટણીમાંથી પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લીધો છે.  આ ચૂંટણીમાં હવે ઉદ્ધવ ઠાકરે શિવસેનાનો ઉમેદવાર જીતી જશે. જો કે ભાજપના આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને જ મોટુ નુકશાન થઇ શકે છે અને શિંદેને કોઇ જ નુકશાન નહીં થાય. 
રાજ ઠાકરેએ ભાજપને પત્ર લખ્યો હતો
રવિવારે MNS વડા રાજ ઠાકરેએ ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને  ભાજપના ઉમેદવારને પાછા ખેંચવાની વિનંતી કરી હતી. શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેના આકસ્મિક નિધનથી આ બેઠક ખાલી પડી હતી. એનસીપીના વડા શરદ પવારે પણ આવી જ વિનંતી કરી હતી. સોમવારે અનેક બેઠકો બાદ આખરે ભાજપે ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી.

રાજકીય ડ્રામા બાદ યોજાઇ પહેલી પેટા ચૂંટણી
મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા પછી આ પેટાચૂંટણી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ-શિંદે જૂથ વચ્ચેનો પ્રથમ મોટો મુકાબલો બનવા જઈ રહ્યો હતો. ચૂંટણી પંચે શિવસેનાના નામ અને ધનુષ-તીર ચિહ્ન પર મહોર માર્યા બાદ અને બે જૂથોને બે અલગ-અલગ નામો અને પ્રતીકો ફાળવ્યા પછી તરત જ પેટાચૂંટણી પણ થઈ રહી હતી.
બંને પક્ષોએ શક્તિ પ્રદર્શન બાદ ફોર્મ પણ ભર્યા હતા
ભાજપ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) બંનેએ ખૂબ જ ધામધૂમ અને શક્તિ પ્રદર્શન વચ્ચે પોતપોતાના ઉમેદવારોના ફોર્મ ભરાવ્યા હતા. ભલે  ભાજપ દ્વારા ઉમેદવાર પાછા ખેંચવાથી ઉદ્ધવ ઠાકરેને હાલ રાહત લાગશે, પરંતુ વાસ્તવમાં તેને નુકશાન થઇ રહ્યું છે. 
આ રીતે ઉદ્ધવ ઠાકરેને નુકશાન
1. આ પેટાચૂંટણી ઉદ્ધવ ઠાકરે અને તેમની છાવણી માટે મુંબઈમાં તેમની વાસ્તવિક શક્તિ ચકાસવાની તક હતી. રૂતુજા લટકેની જીતનો અર્થ એ થયો કે ભલે નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદે સાથે ગયા હોય, પરંતુ જનતા અને મતદારો ઠાકરેની સાથે છે. આ તક હવે ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવાઈ ગઈ છે.
2. ચૂંટણીમાં ભાજપ-શિંદે ગઠબંધન સાથે સીધી ટક્કર ઉદ્ધવને મતદારો સુધી પહોંચવાની અને તેમના નવા ચૂંટણી પ્રતીક (જલતા મશાલ) અને નવા નામ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ને લોકપ્રિય બનાવવાની તક હતી.
3. રાજ ઠાકરેની MNS એ છેલ્લી ચૂંટણીઓમાં અંધેરી (પૂર્વ) વિધાનસભા મતવિસ્તારમાં સારા મત મેળવ્યા હતા. MNSએ અહીં મરાઠી મતદારો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બીજેપીએ બિન-મરાઠી ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો અર્થ એવો થયો હતો કે MNSના મત કાં તો શિવસેના (UBT) તરફ જશે અથવા ભાજપથી દૂર રહેશે. ઉદ્ધવ ઠાકરે માટે આ ફાયદાકારક સાબિત થઈ શક્યું હોત, પરંતુ હવે આવી સ્થિતિ ઊભી થશે નહીં.
4. જો ભાજપ-બાલાસાહેબુંચી શિવસેના ગઠબંધન અને શિવસેના (UBT) વચ્ચે સીધો મુકાબલો થયો હોત અને ઉદ્ધવ ઠાકરેનું જૂથ આ પેટાચૂંટણી જીતી ગયુ હોત તો મુંબઈમાં તેની મોટી અસર થઈ હોત. BMCની ચૂંટણી પહેલા કેટલાક ભૂતપૂર્વ BMC કાઉન્સિલરોએ ઉદ્ધવ સાથે રહેવું કે શિંદે જૂથમાં જોડાવું કે કેમ તે નક્કી કરવાનું બાકી છે.
5. એક ગુજરાતી અને મરાઠી ઉમેદવાર વચ્ચે સીધી લડાઈ સાથે, 'મરાઠી માનુષ કી પાર્ટી' ની કહેવત આ ચૂંટણીમાં ઉદ્ધવ જૂથ માટે બળ મેળવશે. BMC ચૂંટણી પહેલા મરાઠી મતોનું ધ્રુવીકરણ થઈ શક્યું હોત, જે હવે દેખાતું નથી.
આ પણ વાંચો--અયોધ્યાના દીપોત્સવમાં જોડાશે PM MODI,જાણો કેવી છે તૈયારી
Tags :
AndheriByElectionBJPGujaratFirstUddhavThackeray
Next Article