જાણો, કેવી રીતે બન્યુ ભારતનું સર્વપ્રથમ સ્વદેશી વિમાનવાહક યુદ્ધ જહાજ
2જી સપ્ટેમ્બર ભારતીય નૌસેના અને સમગ્ર દેશ માટે એક ઐતિહાસિત તવારીખ તરીકે ઉભરશે. આત્મનિર્ભરતા પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને સાકાર કરવા માટે આ એક માઈલસ્ટોન ઘટના છે. દેશના પહેલા સ્વદેશી વિમાનવાહક વિક્રાંતની કમિશનિંગ (શરૂઆત)ની સાથે જ આ મહત્વપૂર્ણ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન હશે. વિક્રાંત ભારતમાં નિર્માણ પામેલું અત્યાર સુધીનું સૌથી મોટું યુદ્ધજહાજ છે. આ ભારતીય àª
06:07 PM Aug 25, 2022 IST
|
Vipul Pandya
262 મીટર લંબાઈ અને 62 મીટર પહોળાઈ ધરાવતુ વિક્રાંત સંપૂર્ણપણે લોડ થવા પર લગભગ 43000 ટન વજનનું વહન કરી શકે છે. જેમાં 7500 NMની ક્ષમતા સાથે મહત્તમ 28 મીલની ઝડપ ધરાવે છે. જહાજમાં લગભગ 2200 કમ્પાર્ટમેન્ટ્સ છે, જે લગભગ 1600 ક્રૂ મેમ્બર્સ માટે બનાવ્યા છે. જેમાં મહિલા અધિકારીઓ અને ખલાસીઓને સમાવવા માટે વિશેષ કેબિનનો સમાવેશ થાય છે. વાહકોને મશીનરી સંચાલન, નેવિગેશન અને સર્વાઈવલ માટે હાઈડિગ્રી ઓટોમેશનથી ડિઝાઈન કરાયું છે. જેમાં વાહક અત્યાધુનિક ઉપકરણો અને સિસ્ટમોથી સજ્જ હશે. જહાજમાં આધુનિક મેડિકલ ઉપકરણોની સુવિધા, અધુનિક મેડિકલ કોમ્પ્લેક્સ જે હોસ્પિટલ તરીકેની કામગીરી આપશે. જેમાં હોસ્પિટલમાં હોય તેવી તમામ સુવિધા હશે.
2જી સપ્ટેમ્બર ભારતીય નૌસેના અને સમગ્ર દેશ માટે એક ઐતિહાસિત તવારીખ તરીકે ઉભરશે. આત્મનિર્ભરતા પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને સાકાર કરવા માટે આ એક માઈલસ્ટોન ઘટના છે. દેશના પહેલા સ્વદેશી વિમાનવાહક વિક્રાંતની કમિશનિંગ (શરૂઆત)ની સાથે જ આ મહત્વપૂર્ણ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન હશે. વિક્રાંત ભારતમાં નિર્માણ પામેલું અત્યાર સુધીનું સૌથી મોટું યુદ્ધજહાજ છે. આ ભારતીય નૌસેના માટે સ્વદેશમાં ડિઝાઈન કરાયેલું અને નિર્માણ પામેલું એરક્રાફ્ટ કેરિયર છે.
ભારતીય નૌસેનાના ઈનહાઉસ સંગઠન, યુદ્ધજહાજ ડિઝાઈન બ્યૂરો (WDB) દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે અને બંદરો અને જળમાર્ગ મંત્રાલય હેઠળ એક જાહેર ક્ષેત્રના શિપયાર્ડ મૈસર્સ કોચીન શિપયાર્ડ લિમીટેડ (CSL) દ્વારા નિર્મામ પામ્યું છે. સ્વદેશી વિમાનવાહક યુદ્ધ જહાજને તેના પુરોગામી ભારતના પ્રથમ એકક્રાફ્ટ કેરિયર વિક્રાંત જેણે 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેનું નામ આપવામાં આવ્યું છે.
વિક્રાંતનો અર્થ વિજયી અને વીર, પ્રતિષ્ઠિત IACને બનાવવાની શરૂઆત વર્ષ 2005માં સ્ટીલ કટીંગથી કરવામાં આવી હતી. દેશમાં સ્વદેશીકરણના અભિયાનને આગળ ધપાવવા માટે IACના નિર્માણ માટે જરૂરી ગ્રેડ સ્ટીલને ડિફેન્સ રિસર્ચ & ડેવલપમેન્ટ લેબોરેટરી (DRDL) અને ભારતીય નૌસેનાના સહયોગથી સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL)ના સહયોગથી સંપૂર્ણ સ્વદેશી બનાવવામાં આવ્યું હતુ. જે બાદ તેની બોડીના નિર્માણ કાર્યને આગળ વધારવામાં આવ્યું અને ફેબ્રુઆરી 2009માં જહાજમાં કીલ ફીટ કરવામાં આવી. જહાજના નિર્માણનો પહેલો તબક્કો ઓગસ્ટ 2013માં જહાજના સફળ પ્રક્ષેપણ સાથે પૂર્ણ થયો.
આ જહાજ મિગ-29K ફાઇટર જેટ્સ, કામોવ-31, MH-60R મલ્ટી-રોલ હેલિકોપ્ટર, ઉપરાંત સ્વદેશી રીતે નિર્મિત એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) અને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ સહિત 30 એરક્રાફ્ટ ધરાવતી એર વિંગનું સંચાલન કરવા સક્ષમ હશે. શોર્ટ ટેક ઓફ બટ એરેસ્ટ રિકવરી (STOBAR) નામના નોવેલ એરક્રાફ્ટ-ઓપરેશન મોડનો ઉપયોગ કરીને IAC વિમાનને લોન્ચ કરવા માટે સ્કી જંપથી સજ્જ છે અને જહાજ પર તેની રિકવરી માટે ત્રણ અરેસ્ટર વાયરનો સેટ છે.
કોરોનાકાળમાં પ્રતિબંધોની વચ્ચે વસ્તુના સપ્લાઈની પ્રતિકુળ અસર પડવા છતાં જહાજનું પ્રોપલ્શન અને પોર્ટમાં વિજળી ઉત્પાદન બેસિન ટ્રાયલ્સના ભાગ રૂપે 20 નવેમ્બરના રોજ સાધનો અને સિસ્ટમ્સની તૈયારીનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. વિક્રાંતે અનેક તબક્કાઓ સફળતાપૂર્વક પુરા કર્યાં છે. 21 ઓગસ્ટથી અત્યાર સુધી સમુદ્ર પરિક્ષણ જ્યાં જહાજનું પ્રદર્શન, સંચાલનની વિભિન્ન સ્થિતિઓ માટે જહાજની બોડીનું રિએક્શન,વિજળી ઉત્પાદન અને વિતરણ, જહાજની નેવીગેશન અને સંચાર સિસ્ટમ, મશીનરી, ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક સૂટ, ડેટ મશીનરી, લાઈફ સેવિંગ સિસ્ટમ અને સાધનો, અન્ય સહાયક ઉપકરણોનું પરિક્ષણો કરવામાં આવ્યું અને ભારતીય નૌસેનાની પરીક્ષણ ટીમ અને જહાજના વાહકદળને પરિક્ષણ સંતોષજનક લાગ્યું.
Next Article