Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો ગુજરાતમાં કઇ જગ્યાએ 120 કિમી/કલાકની ઝડપે દોડતી ટ્રેનનો યોજાયો ટ્રાયલ રન

છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી  મિયાગામ કરજણ અને ડભોઇ વચ્ચે બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી પૂર્ણ થતાં નવા ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન દોડાવવા માટે રેલ્વે તંત્ર દ્વારા આજરોજ  રોજ 120 પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. જેમાં 22 મિનિટની અંદર 32 કિલોમીટરનું ઝડપે અંતર કાપવામાં આવ્યું.. ગયા વર્ષે આ બ્રોડગેજ લાઈનનું કામ શરૂ થયું હતું ટ્રાયલ રન બાદ સી.આર.એસ ઇન્સ્પેકà«
જાણો ગુજરાતમાં કઇ જગ્યાએ 120 કિમી કલાકની ઝડપે દોડતી ટ્રેનનો યોજાયો ટ્રાયલ રન
છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી  મિયાગામ કરજણ અને ડભોઇ વચ્ચે બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી પૂર્ણ થતાં નવા ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન દોડાવવા માટે રેલ્વે તંત્ર દ્વારા આજરોજ  રોજ 120 પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. જેમાં 22 મિનિટની અંદર 32 કિલોમીટરનું ઝડપે અંતર કાપવામાં આવ્યું.. ગયા વર્ષે આ બ્રોડગેજ લાઈનનું કામ શરૂ થયું હતું ટ્રાયલ રન બાદ સી.આર.એસ ઇન્સ્પેક્શન થયા પછી આ ટ્રેક ઉપર નિયમિત પેસેન્જર રેલવે ટ્રેન શરૂ કરવામાં આવશે.
અગમચેતીના ભાગરૂપે ટ્રાયલ રન 
આ ટ્રેકનું કામ ગયા વર્ષે શરૂ થયું હતું વડોદરા રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ અને મિયાગામ કરજણ વચ્ચેનો ૩૨.૩૬૦ કીમીના રૂટ ઉપર ત્રણ રેલવે સ્ટેશન નક્કી કરાયા છે. જેમાં કાયાવરણ, મંડાળા અને નડાનો સમાવેશ થાય છે બે વર્ષ પહેલા ડભોઇ મિયાગામ કરજણ રેલ્વે ટ્રેકના ગેજ કન્વર્ઝન માટે રૂ.૧૫૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જો કે તેમાં ડભોઇ સમલાયા સુધીનો રૂટનો સમાવેશ કરાયો છે રેલ્વે એક યાદીમાં જણાવ્યા છે કે સીઆરએસ નિરક્ષણ પૂરું થયા બાદ પેસેન્જર ટ્રેન દોડાવાના આયોજનના ભાગરૂપે ટ્રાયલ રન યોજવામાં આવ્યો હતો. દરમિયાન કોઈપણ પ્રકારની ઘટના ન બને તે અગચેતીના રૂપે રેલવે ટ્રેક થી દૂર રહેવા લોકોને જણાવ્યું હતું.
નવા સ્ટોપેજ અમલી
અગાઉ જ્યારે નેરોગેજ ટ્રેન દોડતી હતી ત્યારે ડભોઇ મીયા ગામ કરજણ વચ્ચે ૬ જેટલા સ્ટેશનનો હતા જેમાં કયવોહરણ મંડાળા નડા અને ગણપતપુરા નો સમાવેશ થતો હતો પણ બ્રોડગેજ બન્યા બાદ સ્ટેશનને નાવા લિસ્ટમાં પારીખા, કડારી અને ગણપતપુરા સ્ટેશનનો ગાયબ હોવાનું જાણવા મળેલ છે. જોકે મંડાળા સ્ટેશનને પણ પાછળથી મંજૂરી મળી હતી .પ્રાથમિક રીતે હાલ નળા મંડાળા અને કાયાવરોહણ સ્ટેશન ફાળવવામાં આવ્યા છે રેલવે તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્રએ જણાવ્યું હતું કે નાના સ્ટેશનનો હતા એટલે આવા નાના સ્ટોપેજ અપાયા નથી.
સયાજીરાવ ગાયકવાડના સમયથી આ એશિયાની પહેલી નેરોગેજ લાઈન
એશિયાની સૌથી પહેલી નેરોગેજ લાઈન 1862 માં ડભોઇમાં વડોદરા સ્ટેટ દ્વારા સ્થાપવામાં આવી હતી જે ગાયકવાડના સમયમાં સ્થાપિત થઈ હતી. રેલવે દ્વારા ડભોઇ ચાંદોદ વચ્ચે ગેજ પરિવર્તનનું કામ કરવામાં આવ્યું હતું અને એ નેરોગેજ ટ્રેન ને " બાપુ ગાડી " તરીકે ઓળખવામાં આવતી હતી જે આજે ઇતિહાસ માં વધુ એક પાનું ઉમેરાઈ દીધું હતું. પ્રથમ ટ્રેન શરૂ થઈ તેના માત્ર નવ જ વર્ષ પછી વડોદરા ના પ્રગતિશીલ ગાયકવાડી રાજાએ શરૂ કરી હતી અને 129 વર્ષ સુધી ડભોઇ અને તેની આસપાસના ગામડાઓ માટે મુસાફરી માટેનું માત્ર આ એક જ સાધન જે ચાર ડબ્બાની ટ્રેન ગણાતી હતી. જે પણ આજે ઇતિહાસ બની ગયું છે.
આ પણ વાંચોઃ 

રૂ. 2500માં આખુ વર્ષ કરિયાણાની યોજના પાછળ હતો આ પ્લાન, પુછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.