Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવસારીના બંદર રોડ વિસ્તારમાં ચાર દિવસથી ઘૂંટણસમા પાણી

નવસારીના બંદર રોડ વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા 4 દિવસથી કમરસમા પાણી ભરાયા છે પણ હજું સુધી તંત્રની સહાય ત્યાં પહોંચી નથી. 300થી 400 સોસાયટીઓમાં અંદાજે 6 હજારથી વધુ લોકો ચાર દિવસથી પાણી વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે. નવસારીમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. નદીના પૂરના પાણી શહેરમાં પ્રવેશી ગયા છે  નદીના પાણી બંદર રોડ વિસ્તારમાં પણ ફરી વળ્યા છે. છેલ્લા ચાર દà
નવસારીના બંદર રોડ વિસ્તારમાં ચાર દિવસથી ઘૂંટણસમા પાણી
નવસારીના બંદર રોડ વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા 4 દિવસથી કમરસમા પાણી ભરાયા છે પણ હજું સુધી તંત્રની સહાય ત્યાં પહોંચી નથી. 300થી 400 સોસાયટીઓમાં અંદાજે 6 હજારથી વધુ લોકો ચાર દિવસથી પાણી વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે. 
નવસારીમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. નદીના પૂરના પાણી શહેરમાં પ્રવેશી ગયા છે  નદીના પાણી બંદર રોડ વિસ્તારમાં પણ ફરી વળ્યા છે. છેલ્લા ચાર દિવસથી બંદર રોડ વિસ્તારના રહીશો કમરસમા પાણી ભરાયેલા હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 
લોકોને ખુબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ચાર દિવસથી લોકોની હાલત ખરાબ છે પણ તંત્ર હજું સુધી ત્યાં પહોંચ્યું નથી. આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ઘૂંટણસમા  પાણી ભરાયેલા છે. આ વિસ્તારમાં ચાર દિવસથી લાઇટ પણ બંધ કરી દેવાઇ છે. પાણી ભરાઇ રહેવાના કારણે રોગચાળાનો ભય પણ જોવા મળી રહ્યો છે. 
સ્થાનિક લોકો આક્રોષ પ્રગટ કરી રહ્યા છે કે તેઓ છેલ્લા ચાર દિવસથી લાઇટ અને પાણી વગર જીવન જીવી રહ્યા છે પણ તંત્રની સહાય હજું સુધી પહોંચી નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં 6થી 7 હજાર લોકો રહે છે. દર વર્ષે આ જ સ્થિતિનું નિર્માણ થાય છે પણ  નગરપાલિકા કોઇ ધ્યાન આપતી નથી. લોકો જાતે પાણીમાં ફરીને ફુડ પેકેટ સહિત વસ્તુ લાવે છે. પીવાના પાણીની પણ વિકટ સમસ્યા છે. સ્થાનિકો જાતે જ એકબીજાને  મદદ કરી રહ્યા છે 
Tags :
Advertisement

.