કિંગ કોહલીએ રમી વિરાટ ઇનિંગ,આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફટકારી 71મી સદી
દુબઈમાં વિરાટ કોહલીના ફેન્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. વિરાટ કોહલીએ આખરે 1000 કરતા વધુ દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી દીધી છે. એશિયા કપ-2022ના સુપર-4 મુકાબલામાં વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે સદી ફટકારી દીધી છે. આ વિરાટ કોહલીના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી છે. તો તમામ ફોર્મેટમાં જોવામાં આવે તો આ વિરાટ કોહલીની 71મી સદી છે.
અફઘાનિસ્તાન સામે ઓપનિંગ કરવા ઉતરેલા કોહલીએ 53 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. કોહલી આજે શરૂઆતથી આક્રમક જોવા મળ્યો હતો. કોહલીએ 61 બોલમાં 6 સિક્સ અને 12 ચોગ્ગા સાથે અણનમ 122 રન ફટકાર્યા છે.
કોહલીએ પોન્ટિંગના રેકોર્ડની કરી બરોબરી
વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 71મી સદી છે. કોહલીએ આ સાથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની બરોબરી કરી લીધી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 100
100 સચિન તેંડુલકર (782 ઇનિંગ્સ)
71 વિરાટ કોહલી (522)
71 રિકી પોન્ટિંગ (668)
63 કુમાર સંગાકારા (666)
62 જેક કાલિસ (617)
84 ઈનિંગ બાદ ફટકારી સદી
વિરાટ કોહલીએ છેલ્લે નવેમ્બર 2019માં કોલકત્તા ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ત્યારબાદ તમામ ક્રિકેટ ફેન્સ કોહલીની સદીની રાહ જોઈ રહ્યાં હતા. કોહલી છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. પરંતુ એશિયા કપમાં કોહલીએ પોતાનું ફોર્મ પરત મેળવી લીધુ છે. કોહલીએ 84 ઈનિંગ બાદ સદી ફટકારી છે.
આંતરરાષ્ટ્રીય કરિયરમાં 71મી સદી
વિરાટ કોહલીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 71મી સદી ફટકારી છે. કોહલીના નામે ટેસ્ટમાં 27, વનડેમાં 43 અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં એક સદી થઈ ગઈ છે.
When I spoke to him yesterday I knew something was brewing💪
Well played my friend— AB de Villiers (@ABdeVilliers17) September 8, 2022
દુબઈમાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલા 2022 એશિયા કપમાં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં કિંગે 122 રનની તોફાની ઇનિંગ રમી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં કિંગ કોહલીની આ પ્રથમ સદી છે. આના પર એબી ડી વિલિયર્સની પ્રતિક્રિયા આવી છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ, જેઓ મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા છે, તેમણે કહ્યું, "જ્યારે મેં ગઈકાલે તેમની (વિરાટ કોહલી) સાથે વાત કરી, ત્યારે મને ખબર હતી કે કંઈક મોટું થવાનું છે. મારા મિત્રને વેલ પ્લેઇડ."