Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કિમ કાર્દાશિયને 10 કરોડ ડોલરનો માનહાનિનો કેસ જીત્યો

હોલિવુડ મોડેલ કિમ કાર્દાશિયન અને બ્લેક ચાઇના વચ્ચે ચાલી રહેલી કાનૂની લડાઈને લઇને હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીએ10 કરોડ ડોલરનો માનહાનિનો કેસ જીત્યો છે. આ કેસમાં ન્યાયાધીશે શુક્રવારે ચુકાદો સંભળાવતા કહ્યું કે કિમે ચાઇનાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આથી તેની સામેની માનહાનિની ​​કાર્યવાહી ફગાવી દેવામાં આવે છે.કેસ પાછો ખેંચવા કહ્યુંકોર્àª
કિમ કાર્દાશિયને 10 કરોડ ડોલરનો માનહાનિનો કેસ જીત્યો
હોલિવુડ મોડેલ કિમ કાર્દાશિયન અને બ્લેક ચાઇના વચ્ચે ચાલી રહેલી કાનૂની લડાઈને લઇને હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીએ10 કરોડ ડોલરનો માનહાનિનો કેસ જીત્યો છે. આ કેસમાં ન્યાયાધીશે શુક્રવારે ચુકાદો સંભળાવતા કહ્યું કે કિમે ચાઇનાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આથી તેની સામેની માનહાનિની ​​કાર્યવાહી ફગાવી દેવામાં આવે છે.

કેસ પાછો ખેંચવા કહ્યું
કોર્ટના દસ્તાવેજો અનુસાર, કાર્દાશિયન-જેનર પરિવારે કોર્ટને દાવો ફગાવવાની વિનંતી કરી હતી. પરિવારના જણાવ્યાં અનુસાર, "બ્લેક ચાઇનાએ ન તો કિમ કાર્દાશિયન દ્વારા કરવામાં આવેલી કથિત બદનક્ષી ભરી ટિપ્પણીની પુષ્ટિ કરી નથી, ન તો અન્ય કોઈએ તેની વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોની પુષ્ટિ કરી છે." આ દલીલો સાથે, પરિવારે કોર્ટ પાસે માંગ કરી હતી કે આ બાબતોને ધ્યાનમાં લીધા પછી, તેમની સામે ચાલી રહેલા ટ્રાયલને રદ કરવામાં આવે.

ચાઇનાએ આ આરોપ લગાવ્યો હતો
તમને જણાવી દઈએ કે ચાઇનાના મુકદ્દમામાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વર્ષ 2016માં કિમ અને કાઈલી જેનરે ટેલિવિઝન પ્રોડ્યુસર અને અધિકારીઓને ખોટું કહ્યું હતું કે ચાઈના હિંસક બની ગઈ હતી અને કિમ અને તેના મંગેતર રોબ કાર્દાશિયન પર હુમલો કર્યો હતો. ચાઇનાએ આરોપ લગાવ્યો કે આવું એટલા માટે કરવામાં આવ્યું કે તેનો રિયાલિટી શો રોબ એન્ડ ચાઇના કેન્સલ થઈ ગયો. 10 દિવસની ટ્રાયલમાં કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ 41 વર્ષીય કિમને નિર્દોષ ઠેરવી છે.
Advertisement
Tags :
Advertisement

.