Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છનું ફળ ગણાતી ખારેકનું સૌરાષ્ટ્રમાં પણ સફળ વાવેતર,પરંપરાગત ખેતી સાથે બાગાયતી ખેતી

ચોમાસામાં લોકોને જાત જાતના ઇન્ફેકશન થવાનો ભય હોય છે આ સમયે હેલ્ધી રહેવા માટે સ્ટ્રોંગ ઇમ્યુનિટીની જરૂર રહે છે તે માટે આ સમયમાં પૌષ્ટિક ખોરાક લેવો હિતાવહ છે આ માટે બેસ્ટ ઓપ્શન ખારેક છે, ખારેક વિટામિન A વિટામિન C વિટામિન B કોમ્પ્લેક્સથી ભરપૂર છે. સૌરાષ્ટ્રના ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી સાથે બગાયતી ખેતી પણ કરવા લાગ્યાં છે, તેનાથી જો વર્ષ દરમિયાન કોઇ એક પાકમાં નુકસાન જાય તો બીજા પાકમàª
કચ્છનું ફળ ગણાતી ખારેકનું સૌરાષ્ટ્રમાં પણ સફળ વાવેતર પરંપરાગત ખેતી સાથે બાગાયતી ખેતી
ચોમાસામાં લોકોને જાત જાતના ઇન્ફેકશન થવાનો ભય હોય છે આ સમયે હેલ્ધી રહેવા માટે સ્ટ્રોંગ ઇમ્યુનિટીની જરૂર રહે છે તે માટે આ સમયમાં પૌષ્ટિક ખોરાક લેવો હિતાવહ છે આ માટે બેસ્ટ ઓપ્શન ખારેક છે, ખારેક વિટામિન A વિટામિન C વિટામિન B કોમ્પ્લેક્સથી ભરપૂર છે. સૌરાષ્ટ્રના ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી સાથે બગાયતી ખેતી પણ કરવા લાગ્યાં છે, તેનાથી જો વર્ષ દરમિયાન કોઇ એક પાકમાં નુકસાન જાય તો બીજા પાકમાં ફાયદો થઇ શકે. સૌરાષ્ટ્રના જેતપુર તાલુકાના મંડલીકપુર ગામના બે કોટુંબિક ખેડૂતો શૈલેષભાઈ રાદડિયા અને અભયભાઈ રાદડિયાએ પોતાના અગિયાર વીઘા ખેતરમાં ઈઝરાયલી ખારેકનું વાવેતર કર્યું છે, ખેડૂતે ખારેકના એક પ્લાન્ટના 3500 રૂપિયા લેખે આ વાવેતર કર્યું છે તેને એક વીઘામાં નેવું હજાર જેટલો ખર્ચ થયો છે, તેની સામે હાલમાં એક વીઘે પચાસ હજારનું ઉત્પાદન પણ આ ખેડૂતો કરે છે. 

ખેતરમાં પરંપરાગત ખેતી સહિત બગાયતી ખેતી
ખારેકની મુખ્યત્વે ખેતી કચ્છમાં થાય છે કચ્છનું ફળ ગણાતી ખારેકનું સૌરાષ્ટમાં પણ સફળ વાવેતર થવા લાગ્યું છે
જેતપુરના ખેડૂત ટીસ્યુક્લચરથી ખારેકની ખેતી કરે છે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખારેકનું સફળ ઉત્પાદન કરે છે હાલ પરંપરાગત ખેતીમાં કમોસમી વરસાદ વાવાઝોડાના મારને લઈ ખેડૂતોને મોટા પ્રમાણમાં ખેતીના પાકોમાં નુકસાન જઈ રહ્યું છે ત્યારે ખેડૂત હવે પોતાના ખેતરમાં પરંપરાગત ખેતી સહિત બગાયતી ખેતી પણ કરી છે. હાલમાં તેઓ કુલ અગિયાર વીઘામાં ઈઝરાયલી ખારેકની ખેતી કરી રહ્યાં છે. જ્યાં તેમણે એક પ્લાન્ટ 3500ના ભાવે રોપ્યો છે.કુલ  અગિયાર વીઘા માં 225 ખારેક ના પ્લાન્ટ રોપા નું કર્યું વાવેતર કર્યું છે. જો કે આ કુદરતી રીતે પકવામાં આવે છે તેમાં કઓઇ કોઈ દવાનો છટકાવ ન કરતાં આ નેચરલ ખારેક ખાવામાં ગુણકારી છે. 
એક વીઘામાં પચાસ હજારથી સાઈઠ હજારની આવક
ખેડૂત શૈલેષભાઇએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતાં કહ્યું કે, આ ખારેકના પ્લાન્ટ લગાવવાનો એક વાર ખર્ચ થાય છે. જો કે ખારેકએ એકદળી અને શાખા વગરનું ઝાડ હોવાથી તે વાવાજોડાં તેમજ પવન સામે ટક્કર જીલી શકે છે, સાથે જ ઓછા પાણીમાં પણ ખારેક પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. અમે અમારાં ખેતરમાં પાંચ વર્ષ પહેલાં ખારેકનું વાવેતર કર્યું હતું, ત્યાર બાદ ત્રણ વર્ષ બાદ ફળ આવવાનું  શરુ થયેલ. આ ખારેકનું ઉત્પાદન આગામી લાંબા સમય સુધી ખેડૂતને ઉત્પાદન આપે છે. આ ખારેકના ફળો પીળા રંગ અને લાલ રંગના હોય છે. એક ખારેકના પ્લાન્ટમાં એક સિઝનમા 50/થી 60 કિલો ઉત્પાદન આપે છે. ખેડૂત પોતે ખારેકનું ઉત્પાદન કરી પોતાના ખેતર માંજ પેકિંગ કરી ડાયરેક્ટ તેનું વેચાણ કરી શકે છે હાલ હજુ ખારેકની સિઝન શરુ થઇ રહી છે. જૂન મહિનાથી ખારેકનો ઉતારો આવવાનું શરૂ થાય છે એક વીઘામાં પચાસ હજારથી સાઈઠ હજારની આવક થઇ શકે છે. આ વર્ષે બજારમાં ખારેકના ભાવ 50 રૂપિયા થી 100 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે.

વધુ પાણીની પણ જરુર રહેતી નથી
સફળ ખેડૂત અભયભાઇના જણાવ્યાં મુજબ ખારેકની ખેતી કરવી સરળ છે તેમાં રોગ કે જીવાતની સંભાવના ઓછી રહે છે તેને વધુ પાણીની પણ જરુર રહેતી નથી, વળી ખારેકનું શેઢા તળે પણ વાવેતર કરી શકાય છે, તેથી બીજાં ખેતરમાં અન્ય વાવેતર પણ એક સાથે કરી શકાય છે. આ એક સારો બાગયતી પાક છે. ખારેકને કોઈ ચોક્ક્સ  પ્રકારની માવજતની જરૂરિયાત રહેતી નથી. આમ નાની સીમાંત ખેડૂતો પણ ખારેકની ખેતી કરી એક જ સમયમાં બમણો ફાયદો મેળવી શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.