Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખાદી રિફોર્મ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરુ કરાયો

ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન દ્વારા 'ખાદી રિફોર્મ એન્ડ ડેવલપમેન્ટ (Khadi Reform and Development) પ્રોગ્રામ  અમલમાં મૂકે છે જેનો ઉદ્દેશ્ય સ્પિનર્સ અને વણકરોની આવક અને રોજગાર  વધે જે હેતુ થી ખાદી સંસ્થાઓ દ્વારા સંચાલિત વેચાણ આઉટલેટ્સનું નવીનીકરણ કરીને ખાદી ક્ષેત્રને પુનર્જીવિત કરવાનો છે .ત્રણ વર્ષમાં વેચાણ વધ્યુંKRDP હેઠળ આઉટલેટ્સના નવીનીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય ખાદી ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવાàª
01:32 AM Dec 23, 2022 IST | Vipul Pandya
ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન દ્વારા 'ખાદી રિફોર્મ એન્ડ ડેવલપમેન્ટ (Khadi Reform and Development) પ્રોગ્રામ  અમલમાં મૂકે છે જેનો ઉદ્દેશ્ય સ્પિનર્સ અને વણકરોની આવક અને રોજગાર  વધે જે હેતુ થી ખાદી સંસ્થાઓ દ્વારા સંચાલિત વેચાણ આઉટલેટ્સનું નવીનીકરણ કરીને ખાદી ક્ષેત્રને પુનર્જીવિત કરવાનો છે .
ત્રણ વર્ષમાં વેચાણ વધ્યું
KRDP હેઠળ આઉટલેટ્સના નવીનીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય ખાદી ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવાનો છે. જેની સીધી અસર છેલ્લા ત્રણ વર્ષમાં ખાદીની વસ્તુઓના  વેચાણમાં થયેલા આંકડા જ કરી રહ્યા છે. વર્ષ 2019-20માં 4211.26કરોડ જ્યારે 2020-21માં 3527.71 કરોડ તો  2021-22માં 5051.72 કરોડ વેચાણ થયું છે
કોવિડ-19 રોગચાળાને કારણે વેચાણમાં ઘટાડો
KVIC વેચાણ આઉટલેટ્સના આધુનિકીકરણ અને કોમ્પ્યુટરાઇઝેશન સહિત સેલ્સ આઉટલેટ્સના નવીનીકરણ માટે  નબળી ખાદી સંસ્થાઓમાં માળખાકીય સુવિધાને મજબૂત બનાવવા અને માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહાય તેમજ વર્તમાન યોજના હેઠળ માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નાણાકીય આપવામાં આવી. આ યોજના હેઠળ  માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડના  વેચાણ આઉટલેટ્સ/સેલ્સ આઉટલેટ્સને 25 લાખ સહાય ચુકવવામાં આવી તો વર્ષ 2021-22 દરમિયાન 47 વેચાણ આઉટલેટ્સનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તો 19 ડિસેમ્બર સુધીમાં સમગ્ર દેશમાં 466 કેન્દ્રોના નવીનીકરણ કરવા પાછળ કુલ 4209.34 લાખ નો ખર્ચ કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર દેશમાં ખાદીનું વેચાણ વધારે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખાદી વસ્તુઓને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યું હતું કે ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન અને ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન.
આ પણ વાંચો--ક્રિસમસ-થર્ટી ફર્સ્ટ ફીવર, પોરબંદર ઉમટશે ગોવામાં....
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstKhadiKhadiReformandDevelopment
Next Article