કારની અંદર હેલ્મેટ ના પહેરવા બદલ ટ્રાફિક પોલીસે 500 રુપિયાનું ચલાણ મોકલ્યું!
છેલ્લા થોડા સમયથી ટ્રાફિક નિયમોનું સર્વેલાન્સ રોડ પર લાગેલા સીસીટીવી કેમારા વડે થાય છે. તમને પણ ટ્રાફિક રુલ્સ તોડવા બદલ ક્યારેક આ કેમેરાના માધ્યમ વડે ઇ મેમો આવ્યો છે. જે હવે સામાન્ય વાત બની ગઇ છે. જો કે આ કેમેરાના કારણે એક બીજી સમસ્યા પમ ઉભી થઇ છે. ઘણી વખત લોકોને કારણ વગર દંડ પણ થાય છે. આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે વધારે એક આવી ઘટા પ્રકાશમાં આવી છે. ઘટના જાણે કે એમ છે àª
છેલ્લા થોડા સમયથી ટ્રાફિક નિયમોનું સર્વેલાન્સ રોડ પર લાગેલા સીસીટીવી કેમારા વડે થાય છે. તમને પણ ટ્રાફિક રુલ્સ તોડવા બદલ ક્યારેક આ કેમેરાના માધ્યમ વડે ઇ મેમો આવ્યો છે. જે હવે સામાન્ય વાત બની ગઇ છે. જો કે આ કેમેરાના કારણે એક બીજી સમસ્યા પમ ઉભી થઇ છે. ઘણી વખત લોકોને કારણ વગર દંડ પણ થાય છે. આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે વધારે એક આવી ઘટા પ્રકાશમાં આવી છે.
ઘટના જાણે કે એમ છે કે મારુતિ અલ્ટો કારના માલિકને કેરળ ટ્રાફિક પોલીસ તરફથી કથિત રીતે હેલ્મેટ ન પહેરવા બદલ 500 રૂપિયાનું ચલણ મોકલવામાં આવ્યું છે. આ ઘટના કેરળ ટ્રાફિક પોલીસની દેખીતી ભૂલ છે, પરંતુ કારના માલિક અજિથ એ હવે ભૂલ સુધારવા માટે સત્તાવાળાઓનો સંપર્ક કરવો પડશે.
ટ્રાફિક પોલીસે રૂ.500નું ચલણ કાપ્યું
અજિત નામના વ્યક્તિને હેલ્મેટ ના પહેરવા બદલ આ દંડ કરવામાં આવ્યો છે. જેમાં આશ્ચર્યની વાત તો એ છે કે આ ચલણ તેને કાર માટે આપવામાં આવ્યું છે. જી હા કારમાં હેલ્મેટ ના પહેરવા બદલ તેને દંડ કરાયો છે. જે ઇ મેમો આવ્યો છે તેમાં જે નંબર છે તે તેની કારનો છે. જ્યારે જે તસવીર ચે તે કોઇ બાઇકની છે, જેના પર બે લોકો સવાર છે. જેમાંથી પાછળ બેસેલી વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યુ.
આ મામલે પોલીસ નિવેદન
આ કિસ્સામાં મોટરબાઈકના રજીસ્ટ્રેશનમાં કેટલીક વિસંગતતા જણાય છે, જે ચલાન સાથે જોડાયેલ ઈમેજમાં દેખાય છે. કથિત રીતે મોટરબાઈકના છેલ્લા બે અંકો સિવાયના તમામ આંકડા સમાન છે. છેલ્લા બે અંકો 77 ને બદલે 11 છે. જો કે અજિતે મીડિયાને જણાવ્યું હતું કે તેણે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મોટર વાહન વિભાગમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. આ કિસ્સામાં પોલીસે જણાવ્યું હતું કે જ્યારે સિસ્ટમમાં નોંધણી નંબર દાખલ કરવામાં આવી રહ્યો હતો ત્યારે તે ક્લાર્કની અથવા ટાઇપોગ્રાફિકલ ભૂલનું પરિણામ હોઈ શકે છે.
Advertisement