Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેરળ હાઈકોર્ટેની લેસ્બિયન કપલને હાઇકોર્ટની રાહત,લેસ્બિયન કપલની ઇમોશનલ લવ સ્ટોરી

દેશમાં વધુ એક સમલૈંગિક કેસ મુદ્દે કોર્ટે તેમના હક મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. સાથે જ  કેરળ હાઈકોર્ટે કેરળના આ લેસ્બિયન કપલને સાથે રહેવાની પરવાનગી પણ આપી છે. જ્યારે આ બંને યુવતીઓએ તેમના પરિવારના સભ્યોને પોતાના સંબંધો વિશે જણાવ્યું હતું તો પરિવારના સભ્યો તે માટે રાજી ન થયા. સાથે જ  પરિવારના સભ્યોએ બંનેને અલગ કરવાનો પ્રયાસ કર્યો, એટલું જ નહીં તેમના  પર કન્વર્ઝન થેરાપી અજમાવી, અંતે
01:33 PM Jun 01, 2022 IST | Vipul Pandya
દેશમાં વધુ એક સમલૈંગિક કેસ મુદ્દે કોર્ટે તેમના હક મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. સાથે જ  કેરળ હાઈકોર્ટે કેરળના આ લેસ્બિયન કપલને સાથે રહેવાની પરવાનગી પણ આપી છે. જ્યારે આ બંને યુવતીઓએ તેમના પરિવારના સભ્યોને પોતાના સંબંધો વિશે જણાવ્યું હતું તો પરિવારના સભ્યો તે માટે રાજી ન થયા. સાથે જ  પરિવારના સભ્યોએ બંનેને અલગ કરવાનો પ્રયાસ કર્યો, એટલું જ નહીં તેમના  પર કન્વર્ઝન થેરાપી અજમાવી, અંતે એક NGOની મદદથી બંનેને સાથે રહેવાની પરવાનગી મળી છે.

કેરળના લેસ્બિયન કપલની ઇમોશનલ લવ સ્ટોરી 
આદિલ નઝરીન અને નૂરા ફાતિમા સાઉદી અરેબિયામાં તેમના સ્કૂલના દિવસો દરમિયાન એકબીજાને મળ્યા હતા. છેલ્લાં કેટલાક સમયથી બંન્ને સમલૈંગિક રિલેશનશિપમાં છે.19 મેના રોજ બંનેએ તેમના પરિવારજનોને જણાવ્યું કે તેઓ એકબીજાને પસંદ કરે છે. પરિવારજનોને તેમના સંબંધો સામે વાંધો હતો. તેથી બંનેએ ઘર છોડી દીધું અને તે જ દિવસે કાલિકટમાં વનાજા કલેક્ટિવમાં આશ્રય લીધો. Oneja Collective એ એક એવી સંસ્થા છે જે LGBTQIA સમુદાય માટે કામ કરે છે.

પરિવારે કથિત રીતે બંનેને ઈમોશનલી બ્લેકમેલ કર્યા
તે જ રાત્રે, બંનેના માતા-પિતા વનજા કલેક્ટિવ સંસ્થા પર પહોંચ્યા અને તેમની પુત્રીઓને ઘરે લઈ જવાનો પ્રયાસ કર્યો. જો કે નૂરાએ માતા-પિતા સાથે જવાનો ઇન્કાર કર્યો. જોકે આદિલાના માતા-પિતાએ બંનેને તેમની સાથે જવા માટે સમજાવ્યા. તેમણે બંન્ને છોકરીઓ અને વાંજા કલેક્ટિવ બંનેને ખાતરી આપી કે તે તેમની પુત્રી આદિલા તેમજ નૂરાની સંભાળ રાખશે. આ પછી બંને યુવતીઓને આદિલાના સંબંધીના ઘરે લઈ જવામાં આવી હતી. ત્યાં પરિવારે કથિત રીતે બંનેને ઈમોશનલી બ્લેકમેલ કર્યા હતા. અદિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તે રાત્રે તેને ઊંઘવા દેવામાં આવી ન હતી કારણ કે પરિવારને ડર હતો કે તે ફરીથી ઘરેથી ભાગી જશે.  આ પછી બંન્નેને  'નજર કેદ' રાખવામાં આવી હતી. જ્યારે નૂરાએ ફોન પર આદિલાને ઈશારો કર્યો હતો કે તેના પરિવારના સભ્યો તેને કન્વર્ઝન થેરાપી માટે દબાણ કરી રહ્યા છે.
શારિરિક શોષણ કર્યું
આ પછી કપલને આદિલાના ઘરે પરત લઈ જવામાં આવ્યા હતા. આદિલે આરોપ લગાવ્યો છે કે નૂરાનો પરિવાર તેની માતા, દાદા દાદી અને કાકી સહિત  તેના સંબંધી તેના ઘરે પહોંચ્યો હતો અને નૂરાને બળજબરીથી લઈ ગયો હતો. એટલું જ નહીં જ્યારે નૂરાને લઈ જવામાં આવી ત્યારે તેને માર પણ મારવામાં આવ્યો હતો. આ દાવાને સાબિત કરવા માટે તેણે પોતાના  શરીર પર ઉઝરડા દર્શાવતી ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

પોલીસનો પારિવારિક બાબત કહી એફઆઈઆર નોંધવાનો પણ ઇનકાર
23 મેના રોજ, નૂરાના માતા-પિતાએ કાલિકટના થમારાસેરી પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે 24 મેના રોજ બંનેને બોલાવ્યા હતા.બંને પોલીસ સ્ટેશન ગયા. બિનાનીપુરમ સર્કલ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે બંને મહિલાઓ પુખ્ત વયની હતી અને તેથી માતાપિતાની "ખોટી" ફરિયાદ પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. 27 મેના રોજ, આદિલેને તેની ઇચ્છા વિરુદ્ધ નૂરાના અપહરણનો આરોપ લગાવતી હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી અને કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી જેથી બંને સાથે રહી શકે. તેણે દાવો કર્યો હતો કે થમારાસેરી પોલીસે કોઈ પગલાં લીધાં નથી અને પારિવારિક બાબત કહી એફઆઈઆર નોંધવાનો પણ ઇનકાર કર્યો હતો, " 
કેરળ હાઈકોર્ટે મંગળવારે 31 મેના રોજ બંનેને સાથે રહેવાની મંજૂરી આપી હતી. નૂરાને તેના પોતાના પરિવાર દ્વારા કથિત રીતે અપહરણ કરવામાં આવ્યા બાદ, નાઝરીને કોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી.
Tags :
GujaratFirstKeralaHighCourtlesbiancoupleLGBTQcommunityNazrinandFathimaNoora
Next Article