ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેજરીવાલ દિલ્હી પહોંચ્યા અને ગુજરાતમાં AAP નેતાઓ આવજો કહી BJPમાં જોડાયા

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓમાં સત્તા પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લાગી ગઇ છે. વળી આ વચ્ચે પાર્ટી બદલવાનો દૌર પણ શરૂ થઇ ગયો છે. અચાનક નેતાઓનું હ્રદય પરિવર્તન થવાનું શરૂ થઇ ગયું છે. ગત શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસના પ્રવાસે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે મેગા
07:32 AM Apr 05, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓમાં સત્તા પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લાગી ગઇ છે. વળી આ વચ્ચે પાર્ટી બદલવાનો દૌર પણ શરૂ થઇ ગયો છે. અચાનક નેતાઓનું હ્રદય પરિવર્તન થવાનું શરૂ થઇ ગયું છે. 
ગત શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસના પ્રવાસે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે મેગા રોડ શો પણ કર્યો હતો. તેમના રોડ શોને જોઇ સૌ કોઇ અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ ચોંકી ગઇ હતી. જોકે, હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, દિલ્હી CMનાં ઘરે પહોંચતા જ ગુજરાતમાં APPના ઘણા નેતાઓ સત્તા પક્ષ ભાજપમાં જોડાઇ ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, પાર્ટીના અંદાજે 150 નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. 
એક અહેવાલ મુજબ, ગુજરાત ભાજપના મહાસચિવ પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું કે, ગુજરાતમાંથી હજુ દિલ્હી અને પંજબાન મુખ્યમંત્રી ઘરે પહોંચ્યા જ હશે અને અહીં ગુજરાતમાં પાર્ટીના ઘણા નેતા અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ ગયા છે. આ બતાવે છે કે, ગુજરાતની જનતાને કોઇ છેતરી શકશે નહીં. ગુજરાતની જનતાનો આશીર્વાદ ભાજપ માટે છે. આ જ કારણ છે કે, પક્ષ પલટો કરી તેમના નેતા અને કાર્યકર્તાઓ અમારી પાર્ટી સાથે જોડાઇ ગયા છે.
આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપમાં આવકારતા વાઘેલાએ કહ્યું કે, આજે તમે AAP અને કોંગ્રેસ છોડી દીધી છે. તેઓ કહેશે કે તમે લોકો કોઈ કામના નથી. પરંતુ, હું કહેવા માંગુ છું કે ગુજરાતના વિકાસ માટે તમે ખૂબ જ મહત્વપૂર્ણ છો અને ભાજપમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં લાંબા સમયથી ભાજપની સરકાર છે કારણ કે લોકોને અમારા પર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે.
ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અહીં આ કેજરીવાલ અને માને એક વિશાળ રેલી નીકાળી હતી, જેમાં મોટી જનમેદની જોવા મળી હતી. જેને જોઇને ભાજપ અને કોંગ્રેસમાં ચર્ચાઓનો દૌર શરૂ થઇ ગયો હતો.  
Tags :
ArvindKejriwalAssemblyElectionCMKejriwalElectionGujaratGujaratFirstPartyLeader
Next Article