Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેજરીવાલે રાજકોટ વેપારીઓની આપવીતી સાંભળી, ભાવનગરની સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી

એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમ બની રહ્યો છે. તો ભાજપ અને આપ પક્ષ હાલમાં ગુજરાત ઇલેક્શનને લઇને મજબૂત દેખાઇ રહ્યું છે. ત્યારે અરવિંદ કેજરીવાલે આજે વધુ એકવાર ગુજરાતની મુલાકાત લીધી હતી. આજે ફરી એકવાર કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે સવારે કેજરીવાલે સોમનાથ મહાદેવના દર્શન કરી ધ્વજા પણ ચઢાવી હતી. આ સાથે જ તેમણે રાજકોટ ખાતે વેપારીઓ સાથે ટાઉનહોલમાં એક કાર્યક્રમ પણ કર્યો હà
કેજરીવાલે રાજકોટ વેપારીઓની આપવીતી સાંભળી  ભાવનગરની સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી
એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમ બની રહ્યો છે. તો ભાજપ અને આપ પક્ષ હાલમાં ગુજરાત ઇલેક્શનને લઇને મજબૂત દેખાઇ રહ્યું છે. ત્યારે અરવિંદ કેજરીવાલે આજે વધુ એકવાર ગુજરાતની મુલાકાત લીધી હતી. આજે ફરી એકવાર કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે સવારે કેજરીવાલે સોમનાથ મહાદેવના દર્શન કરી ધ્વજા પણ ચઢાવી હતી. આ સાથે જ તેમણે રાજકોટ ખાતે વેપારીઓ સાથે ટાઉનહોલમાં એક કાર્યક્રમ પણ કર્યો હતો. જેમાં મોટી સંખ્યાંમાં વેપારીઓ આવ્યાં હતાં. આ સાથે જ તેમણે બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડના કારણે મૃત્યુ પામેલા 30થી વધુ પરિવારોની મુલાકાત લીધી હતી. સાથે જ ભાવનગરની સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી.  આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું અહીં માત્ર પરિવારોને સંવેદના આપવા આવ્યો છુ. જો ગુજરાતમાં આપની સરકાર આવશે તો દારુબંધીના કાયદાનું સુસ્ત પાલન કરાવીશું. સરકારે અસરગ્રસ્તોને સહાય જાહેર કરવી જોઇએ.  ભાજપના શાસનમાં પ્રજા ત્રસ્ત છે. જે પરિવારના લોકો મૃત્યુ પામ્યા તેમના માટે દુખ છે. 
Advertisement


એક્સાઇઝ ટેક્સને કારણે MSME ઉદ્યોગો મૃતપ્રાય થવા તરફ 
રાજકોટમાં અરવિંદ કેજરીવાલના વેપારીઓ સાથેના સંવાદમાં વેપારીઓ સાથે વાત કરી હતી. રત્ન વિલાસ પેલેસ ખાતે ટ્રેડર્સો સાથેની બેઠકમાં કેજરીવાલે કરી હતી. જેમાં તેમણે ઉદ્યોગકારો અને વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. વેપારીઓએ GST ને લગતા પ્રશ્નો તેમની સામે રજૂ કર્યા હતા. જેમાં એન્જીનીયરીંગ એસો.ના પ્રમુખ પરેશ વસાણીએ કેજરીવાલને કહ્યું, MSME ઉદ્યોગો પડી ભાંગ્યા છે. તમારી સરકાર આવશે તો શું કરી આપશો? MSME ઉદ્યોગો પરથી GST હટાવવામાં આવે નહિ તો ઉદ્યોગો બંધ થઇ જશે. એક્સાઇઝ ટેક્સને કારણે MSME ઉદ્યોગો મૃત પાય થવા તરફ છે.
Advertisement




જો આપની સરકાર આવશે તો આમા શું રસ્તો કાઢશો? 
સાથે જ વેપારીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા જરૂરી છે. જો આપની સરકાર આવશે તો આમા શું રસ્તો કાઢશો? તો સિરામીક ઉદ્યોગકારોએ પ્રશ્ન રજૂ કર્યો કે, GSPC ગેસ કંપની ગમે ત્યારે ભાવ વધારી દે છે. જેને કારણે સિરામીક ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે. આ તમામ સવાલો પર અરવિંદ કેજરીવાલે સવાલના જવાબ આપતા કહ્યું હતું કે વેપારીઓનો ડરનો માહોલ બંધ કરીશું, સાથે જ  વેપારીઓ સારી રીતે કામ કરી શકે તેવું વાતાવરણ બનાવીશું. વેપારીઓ અને ઉદ્યોગકારોને ઈજ્જત આપીશું. સરકારી કચેરીઓમાં વેપારીઓનું માન સન્માન આપવીશું અને સિસ્ટમમાં ભ્રષ્ટાચાર બંધ કરીશું.
 
Advertisement

આપ સરકાર બનશે તો જીએસટીની ગુંચવણોને દૂર કરવામાં આવશે 
વેપારીઓ અને ઉદ્યોગકારોની સમસ્યાઓ સાંભળીને કમિટી બનાવીશું. તેમને સરકારના પાર્ટનર બનાવીને સાથે ચાલીશું
પોતાના સંબોધનમાં કેજરીવાલે ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે, સુરતમાં એક વર્ષ પહેલાં ઉદ્યોગકારો સાથે બેઠકનું નક્કી કર્યું હતું. પણ વેપારીઓના હોલનું બુકીંગ કેન્સલ કરી દેવામાં આવ્યું હતું અને દબાવવામાં આવ્યા હતા. મને વેપારીઓએ ફોન કરી જાણ પણ કરી હતી. 
સી.આર.પાટીલ પર શાબ્દિક પ્રહાર
અરવિંદ કેજરીવાલ સી.આર.પાટીલ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યુ કે, આજ સુધી જે વાત નહોતી પહોંચી તે આજે પહોંચી જશે. આજે મને જે વાત કરી તે મુખ્યમંત્રી અને પાટીલ સાહેબ સાંભળતા હશે. MSME ઉદ્યોગોકારો મુદ્દે તમામ રાજકીય પાર્ટીઓ ભાષણ આપે છે. GSTને કારણે MSME ઉદ્યોગો ખોટમાં ચાલે છે. MSME ઉદ્યોગકારોને સૌથી વધુ ટેક્સ બાબતે નીચવી લેવામાં આવે છે. ઉદ્યોગો અને દુકાનો ચાલે નહિ તો ટેક્સ ક્યાંથી આપે. ઉદ્યોગકારો 99 ટકા ઈમાનદારીથી ટેક્સ આપવા માંગે છે. વેપારીઓ અને લોકો ટેક્સ આપવા માંગે છે પણ જટિલ પ્રક્રિયાને કારણે સેટલમેન્ટ કરવા મજબૂર બને છે. 


દહીં, દૂધ અને લોટ પર પણ GST લગાવી દીધો
તેમણે કહ્યુ કે, દિલ્હીમાં GSTના દરોડા કરવાનું બંધ કરી દીધું છે. મેં ના પાડી છે કે GST ના અધિકારીઓને કે દરોડા કરવાની કોઈ જરૂર નથી. દિવાળી પર ઇન્સપેક્ટર રૂપિયા લેવા આવે તો ફોટો પાડી મને મોકલવા સૂચના આપી છે. થોડા દિવસો આ લોકોએ પહેલા દહીં, દૂધ અને લોટ પર પણ GST લગાવી દીધો. દિલ્હીમાં અમે ભ્રષ્ટાચાર બંધ કર્યો. ફ્લાઈ ઓવરમાં અમારી સરકારે 200 કરોડ બચાવ્યા છે. દરેક વસ્તુઓમાં રૂપિયાના ખર્ચાઓ ઘટાડ્યા છે. CAGના રિપોર્ટમાં પુરા દેશમાં માત્ર દિલ્હી સરકાર જ નફામાં ચાલે છે તેવો રિપોર્ટ આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારને કહેવા માગું છું કે, GST વધારવાની નહિ પરંતુ તમારે GST અડધો કરવો જોઇએ. 
Tags :
Advertisement

.