કેજરીવાલે શિક્ષણક્ષેત્રને લઈ 5 ગેરંટી આપી, જાણો શું કહ્યું
ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ત્રણેય ભાજપ આપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણીલક્ષી જાહેરાતો કરવામાં રેસ લગાવી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ પક્ષ ખેડૂતોના દેવા માફીની વાત કરી રહ્યો છે તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત પ્રવાસ ખેડી ગેરંટી પર ગેરંટી આપી રહ્યા છે.આજે કેજરીવાલનો જન્મદિવસ છે ત્યારે તેમણે કચ્છની મુà
04:11 PM Aug 16, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ત્રણેય ભાજપ આપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણીલક્ષી જાહેરાતો કરવામાં રેસ લગાવી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ પક્ષ ખેડૂતોના દેવા માફીની વાત કરી રહ્યો છે તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત પ્રવાસ ખેડી ગેરંટી પર ગેરંટી આપી રહ્યા છે.આજે કેજરીવાલનો જન્મદિવસ છે ત્યારે તેમણે કચ્છની મુલાકાત કરી હતી જ્યાં શિક્ષણ ક્ષેત્રને લગતી 5 ગેરંટીની જાહેરાત કરી છે. જેમાં ખાસ કરીને બાળકોને મફત અને સારુ શિક્ષણ આપવામાં આવશે તે મોટી જાહેરાત હતી.
કેજરીવાલે શિક્ષણને લઈ 5 ગેરંટી આપી
બાળકોને મફત અને સારુ શિક્ષણ આપવામાં આવશે.
ગુજરાતમાં પણ દરેક શાળા શાનદાર બનાવવામાં આવશે
પ્રવાસી શિક્ષકોને કાયમી કરીશું
ફી વધારા માટે સરકારની મંજૂરી લેવી પડશે, ખાનગી સ્કૂલોની ઓડિટ કરાવિશુ,
શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય કોઈ કામમાં જોતરવામાં નહીં આવે
સાથે જ કેજરીવાલે વિદ્યાસહાયકના મુદ્દે પણ જાહેરાત કરતાં કહ્યું હતું કે વિદ્યા સહાયકો આપ પાર્ટીનો પ્રચાર કરે જો આવનાર ત્રણ મહિના બાદ ગુજરાતમાં આપની સરકાર બની તો વિદ્યા સહાયકોની તમામ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. પૈસાના વાંકે બાળકોના શિક્ષણને કોઈ જ અડચણ નહીં આવે. ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોની ઓડિટ કરાવવાની બાંહેધરી આપી હતી.
પોલીસ ગ્રેડ પે પર સરકારે આપ્યું તો પણ લોલીપોપ આપ્યું: કેજરીવાલ
દિલ્હીના CM કેજરીવાલે કચ્છમાં યોજીલી સભામાં પોલીસ ગ્રેડ પેનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને સરકાર પર વાર કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં સરકાર બનશે તો પોલીસકર્મીઓને હું ગ્રેડ પે આપીશ, સાથે જ પોલીસકર્મીઓને વિનંતી કરી હતી કે ભથ્થા લઇ લે હું ગ્રેડ પે આપીશ. મેં માગનું સમર્થન કર્યું તો ગુજરાત સરકાર જાગી છે હાલ તો સરકારે લોલીપોપ આપ્યું છે. પોલીસકર્મીઓને ગ્રેડ-પે નથી આપ્યો. પોલીસકર્મીઓના ભથ્થામાં થોડો વધારો કર્યો છે. પણ હું ગ્રેડ પે વધારીશ એ વાત નક્કી છે.
આ પહેલા કઈ કઈ ગેરંટી આપી હતી
10 ઓગસ્ટે કેજરીવાલે 5મી ગેરંટી આપતા કહ્યું હતું કે 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયા આપીશું, કોલેજ જતી વિદ્યાર્થીઓ પાસે જવા માટેનું ભાડૂ નથી હોતું, જે મહિલા ઇચ્છે તેને 1 હજાર રૂપિયા આપીશું. આનાથી અર્થ વ્યવસ્થામાં મોટો ફેર પડશે, લોકોના હાથમાં પૈસા હશે તો ઇકોનોમીમાં વધારો થશે.મહત્વનું છે કે આ પહેલા કેજરીવાલ 300 યુનિટ ફ્રી વીજળી, રોજગારીલક્ષી જાહેરાત તેમજ આદિવાસીઓના હક્કોને લઈ જાહેરાત કરી ચૂક્યા છે.
Next Article