Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રાવણ માસને ધ્યાનમાં રાખતા સોમનાથ મંદિરમાં મળશે ડિજિટલ લોકર સહિતની વ્યવસ્થાઓ

ગીર સોમનાથમાં આવેલા પવિત્ર જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી શ્રાવણ માસને ધ્યાનમાં રાખતા દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને શ્રાવણ માસમાં ભક્તોનું જે ઘોડાપૂર આવે છે તેને ધ્યાનમાં રાખતા ડિજિટલ લોકર  સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસને લઈ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. શ્રાવણ માસમાં દેશ-વિદેશના શિવભક્તો શ્રાવણમà
શ્રાવણ માસને ધ્યાનમાં રાખતા સોમનાથ મંદિરમાં મળશે ડિજિટલ લોકર સહિતની વ્યવસ્થાઓ
ગીર સોમનાથમાં આવેલા પવિત્ર જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી શ્રાવણ માસને ધ્યાનમાં રાખતા દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને શ્રાવણ માસમાં ભક્તોનું જે ઘોડાપૂર આવે છે તેને ધ્યાનમાં રાખતા ડિજિટલ લોકર  સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસને લઈ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. શ્રાવણ માસમાં દેશ-વિદેશના શિવભક્તો શ્રાવણમાં દેવાધિદેવના દર્શને પહોંચશે, ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓના મોબાઈલ, કેમેરા, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ડિજિટલ લોકરમાં મૂકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ 90 રૂપિયા 24 કલાક રહી શકે તેવી બીજી એસી ડોરમેટરી કાર્યરત કરાશે તો બિમાર અને વૃદ્ધ ભક્તો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ ઉપલબ્ધ હશે. સોમનાથ મંદિરમાં ભક્તો સરળતાથી દર્શન થઈ શકે અને ભીડ ન થાય તે માટે બહારથી આવવા-જવાની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
સોમનાથમાં શ્રાવણ મહિનામાં સ્વચ્છતા માટે સ્થાનિક વહીવટી તંત્ર ખાસ તૈયારીઓ કરી છે. શ્રાવણ માસમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શને ઉમટશે તેથી ભક્તોની સુરક્ષાને લઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હોમગાર્ડ અને એસઆરપી જવાનોનો બંદોબસ્ત પણ ફાળવાયો છે. આગામી શ્રાવણ માસ પૂર્વે સોમનાથ મંદિર પરિસરમાં અધ્યતન રાવટીઓ કાર્યરત કરવામાં આવી છે. આ રાવટી ઓમાં લોકો શાંતિથી બેસી શકે તેમજ ઉભા રહી શકશે. વરસાદ તેમજ ગરમીની પરિસ્થિતિમાં શ્રદ્ધાળુઓ શાંતિથી વિરામ કરી શકે તે માટે મંદિરના પરિસરની બહાર 20 રાવટીઓ ઉભી કરવામાં આવી છે.
છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે દર્શનાર્થીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ આ વર્ષે આ પ્રમાણ વધે તેવી શકયતાઓ છે. સાથે જ  સૌરાષ્ટ્રમાં રજાઓ દરમિયાન પણ સોમનાથમાં ભક્તજનો ઉમટી પડતા હોય છે તો શ્રાવણ મહિનામાં તો દેશ વિદેશના ભક્તજનો આ પવિત્ર જ્યોર્તિલિંગના દર્શને આવતા હોય છે. ત્યારે મંદિર તંત્ર દ્વારા સતત લોકોને સુવિધા મળે તેવા પ્રયત્નો થતા હોય છે.
કોરોના મહામારી બાદ સોમનાથ તીર્થમાં ભારે માત્રામાં ભાવિકોની સંખ્યા વધી રહી છે અને હાલમાં પણ ભારે માત્રામાં સોમનાથમાં ભાવિકો ઉમટે છે, ત્યારે તહેવારોમાં દર્શન કરવા માટે  લાંબી કતારો લાગતી હોય છે તો શ્રાવણ મહિનામાં હજી પણ આ ધસારો વધશે, લોકો દર્શન માટે કતારમાં  ઉભા હોય ત્યારે વરસાદ કે તડકો ભાવિકોને ન નડે તે માટે અધ્યતન પ્રકારની ફાઈબરની 20થી વધુ રાવટીઓ સોમનાથમાં કાર્યરત કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.