ઘરમાં આ આકારનો અરીસો રાખવાથી, ઘરમાંથી ટળશે કકળાટ અને ફાલતુ ખર્ચા
વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. ઘરમાં થતી નાની-મોટી તકલીફો, સંકટો કે આર્થિક નુક્સાનને વાસ્તુના માધ્યમથી અટકાવી પણ શકાય છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી ચોક્કસપણે હોય છે. લોકો પોતાની ચિંતા અને તણાવના કારણે પરેશાન રહેતા હોય છે. આ બધા પાછળ તમારી આસપાસની નકારાત્મક ઊર્જા પણ હોઇ શકે છે. તેથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ઘરમાં અને તમારી આસપાસ રહેલા વાસà
વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. ઘરમાં થતી નાની-મોટી તકલીફો, સંકટો કે આર્થિક નુક્સાનને વાસ્તુના માધ્યમથી અટકાવી પણ શકાય છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી ચોક્કસપણે હોય છે. લોકો પોતાની ચિંતા અને તણાવના કારણે પરેશાન રહેતા હોય છે. આ બધા પાછળ તમારી આસપાસની નકારાત્મક ઊર્જા પણ હોઇ શકે છે. તેથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ઘરમાં અને તમારી આસપાસ રહેલા વાસ્તુ દોષને દૂર કરવો ખૂબ જ જરૂરી છે. આવો જણાવીએ આવી જ એક વાસ્તુ ટીપ વિશે..
ગરીબનું ઘર હોય, અમીર હોય કે પછી કોઈ પણ સામાન્ય વ્યક્તિનું ઘર.. અરીસો તો દરેકના ઘરમાં જોવા મળશે જ... પણ શું આપ જોણો છો, ઘરમાં હાજર અરીસાનો આપણા સુખ અને શાંતિ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેવો અરીસો હોવો જોઈએ અને કઈ દિશામાં લગાવવો જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો અરીસો યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. આ ઉપરાંત સમાજમાં માન-સન્માન પણ વધે છે.
- વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં રાખેલા અરીસાનો આકાર ચોરસ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
- ઘરની અંદર અરીસો યોગ્ય દિશામાં લગાવવો ખૂબ જ જરૂરી છે. ઘરમાં પૂર્વ કે ઉત્તર દિશાની દીવાલ પર અરીસો લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલો અરીસો રાખવો અશુભ ગણાય છે. કારણ કે તૂટેલા અરીસાને ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થવા લાગે છે.
જો અરીસામાં ક્યારેક તિરાડ પડી જાય તો આ અરીસાનો તરત જ ઘરમાં નિકાલ કરી નાખો.
- એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે ઘરમાં લગાવેલા અરીસામાં પોતાનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોવો જોઈએ.
- અરીસો ગંદો ન હોવો જોઈએ.
- ઘરમાં રાખેલો અરીસો સ્વચ્છ રાખવો તેમજ તેમાં સહેજ પણ ધુંધળું ન દેખાય તેનું ખાસ ધ્યાન રાખવું.
Advertisement