Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જૂનાં 3 સિક્કાને ઘરમાં આ જગ્યાએ રાખવું શુભ, ઘરની પરેશાનીઓ દૂર કરે છે

ફેંગશુઈ શાસ્ત્ર ચીની વાસ્તુ શાસ્ત્ર સાથે સંબંધિત છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ અને ધાતુ પર આધારિત છે. ફેંગશુઈની વસ્તુઓનો ઉપયોગ માત્ર ઘરની સજાવટ માટે જ નથી થતો . તેના બદલે તેને યોગ્ય રીતે લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જાણો ફેંગશુઈનઆ સરળ ઉપાય-ક્રિસ્ટલ પિરામિડ- ક્રિસ્ટલ પિરામિડને ફેંગશુઈનું ખૂબ જ શુભ ઉત્પાદન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે
12:42 PM Sep 17, 2022 IST | Vipul Pandya
ફેંગશુઈ શાસ્ત્ર ચીની વાસ્તુ શાસ્ત્ર સાથે સંબંધિત છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ અને ધાતુ પર આધારિત છે. ફેંગશુઈની વસ્તુઓનો ઉપયોગ માત્ર ઘરની સજાવટ માટે જ નથી થતો . તેના બદલે તેને યોગ્ય રીતે લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જાણો ફેંગશુઈનઆ સરળ ઉપાય-
ક્રિસ્ટલ પિરામિડ- ક્રિસ્ટલ પિરામિડને ફેંગશુઈનું ખૂબ જ શુભ ઉત્પાદન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. માન્યતા અનુસાર, પિરામિડને ઉત્તર-પૂર્વમાં અથવા પૂજા સ્થાનમાં રાખવું શુભ માનવામાં આવે છે.

ત્રણ સિક્કા: ઘરના મુખ્ય દરવાજા પર ત્રણ જૂના સિક્કા લટકાવવાથી સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે આ સિક્કાઓને લાલ રિબનમાં બાંધીને મુખ્ય દરવાજા પર લટકાવવા જોઈએ. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે સિક્કા ઘરની અંદર જ હોવા જોઈએ બહારની સાઈડ નહીં.
વાંસનો છોડ: ફેંગશુઈ અનુસાર વાંસનો છોડ લગાવવાથી વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે. કહેવાય છે કે સમય જતાં છોડ જેટલો વધે છે તેટલી જ વ્યક્તિની પ્રગતિ થાય છે.
ચાઈનીઝ ફ્રોગ: ચીનમાં દેડકાને ધનની દેવીનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ફેંગશુઈના દેડકા ખાસ હોય છે. તેના ત્રણ પગ છે અને તેના મોંમાં એક સિક્કો દબાયેલો હોય છે. આ દેડકાને હંમેશા ઘરની બહાર રાખવામાં આવે છે.
વિન્ડ ચાઈમ: ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર નાની-નાની ઘંટડી લટકાવવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરની સમસ્યાઓનો અંત આવે છે.
Tags :
FengShuiFengShuiTipsGujaratFirstHappinessTips
Next Article