Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો તમે FASTagનું રિચાર્જ કરી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો

થોડા સમય પહેલા જ ભારત સરકારે હાઈવે પર મુસાફરી કરતા લોકોને એક મહત્વની ખુશખબર આપી હતી.જેમાં સરકારે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ એટલે કે ફાસ્ટેગ સિસ્ટમ લાગુ કરી છે.આ સુવિધા હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલ પ્લાઝા પર લાંબી કતારોને ટાળવા માટે આપવામાં  આવી છે.FASTagથી સમયની બચત થાય છે, ટોલ ચૂકવવામાં પણ સરળતા રહે છે. FASTag સિસ્ટમની સૌથી સારી વાત એ છે કે તમે તેને તમારા મોબાઈલથી જ રિચાર્જ કરી શક
જો તમે fastagનું  રિચાર્જ કરી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો
થોડા સમય પહેલા જ ભારત સરકારે હાઈવે પર મુસાફરી કરતા લોકોને એક મહત્વની ખુશખબર આપી હતી.જેમાં સરકારે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ એટલે કે ફાસ્ટેગ સિસ્ટમ લાગુ કરી છે.આ સુવિધા હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલ પ્લાઝા પર લાંબી કતારોને ટાળવા માટે આપવામાં  આવી છે.
FASTagથી સમયની બચત થાય છે, ટોલ ચૂકવવામાં પણ સરળતા રહે છે. FASTag સિસ્ટમની સૌથી સારી વાત એ છે કે તમે તેને તમારા મોબાઈલથી જ રિચાર્જ કરી શકો છો.જો કે, તેને રિચાર્જ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ .
આ  બાબતનું ખાસ  ધ્યાન  રાખો :
જો તમે Paytm અથવા Google Pay જેવી પેમેન્ટ એપની મદદથી FASTag રિચાર્જ કરી રહ્યાં છો, તો તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ કરતા પહેલા તમારે તમારા વાહનનો નંબર દાખલ કરવો પડશે. જો ભૂલથી ખોટો નંબર આવી જાય છે, તો તમારા ખાતામાંથી પૈસા કપાશે, સાથે જ તમારું રિચાર્જ પણ નહીં થાય.
FASTag રિચાર્જ કરતા પહેલા એક બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી છે. તમારો FASTag તમારા કોઈપણ બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ, કારણ કે રિચાર્જ કરતા પહેલા તમને બેંકની વિગતો પૂછવામાં આવે છે.  તમારું રિચાર્જ કેન્સલ થઈ જશે સાથે જ તમારા એકાઉન્ટમાંથી પૈસા પણ કપાઈ શકે છે.
Advertisement
Tags :
Advertisement

.