Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્વેટરની સાથે રેઈનકોટ પણ હાથવગો રાખજો, હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી

ગુજરાત(Gujarat)રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી(cold Grew)રહ્યુ છે.અને તેવામાં જ હવામાન વિભાગે (Meteorological Department) માવઠું થવાની આગાહી આપી છે..બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે સાથે જ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે આગામી 12 અને 13 ડિસેમ્બર દરમિયાન માવઠાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા  આપવામાં આવ્યું છે.એક તરફ માવઠાના અનુમાનથી શિયાળાની પાક પર પણ તેની અસર થતા ખેડૂતો માટે   માઠા(Farmers Matha) સમાચાર છે.ખà
11:24 AM Dec 09, 2022 IST | Vipul Pandya
ગુજરાત(Gujarat)રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી(cold Grew)રહ્યુ છે.અને તેવામાં જ હવામાન વિભાગે (Meteorological Department) માવઠું થવાની આગાહી આપી છે..બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે સાથે જ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે આગામી 12 અને 13 ડિસેમ્બર દરમિયાન માવઠાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા  આપવામાં આવ્યું છે.એક તરફ માવઠાના અનુમાનથી શિયાળાની પાક પર પણ તેની અસર થતા ખેડૂતો માટે   માઠા(Farmers Matha) સમાચાર છે.ખેડૂતો પણ શિયાળા પાકને નુકશાન થવાની ભીતિ છે.
ગઈકાલે 8 ડિગ્રી તાપમાન નોંધાયું 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં જ ઠંડીનું પ્રમાણ વધી શકે છે.24 કલાક બાદ પવનની દિશા બદલાવવાની છે.છેલ્લા 3 દિવસ માં તાપમાન અનેક શહેરોમાં 15 ડિગ્રીને નીચે નોંધાયું છે.સાથે જ નલિયા સૌથી વધુ ઠંડી નોંધાઈ છે.ગઈકાલે 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે..હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે.હવામાન સુકૂં રહેશે સાથે આગામી 24 કલાકમાં આ જ તાપમાન યથાવત રહેશે.
ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડીનો પારો વધી  શકે  છે
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ નોંધાઈ શકે છે..તો બીજી તરફ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડીનો પણ લોકોએ સામનો કરવો પડશે..જેની વચ્ચે ડિસેમ્બરમાં જ માવઠાની આગાહી આપવામાં આવી છે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી આવતા ઠંડા પવનોને કારણે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગોમાં ઠંડીનો ચમકારો છે.
આપણ  વાંચો- વિજેતા ઉમેદાવારોએ ધારાસભ્ય બનવા માટે અનુસવી પડે છે આ પ્રક્રિયા, જાણો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BengalBaycoldgrewFarmersMathanewsGujaratGujaratFirstMeteorologicalDepartment
Next Article