Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાવાસાકીએ ભારતીય બજારમાં Ninja 400 બાઇક લોન્ચ કરી

સ્પોર્ટ બાઇકના શોખીનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. લગભગ 2.5 વર્ષની રાહ જોયા બાદ કાવાસાકીએ ફરી એકવાર ભારતીય બજારમાં તેની બાઇક Ninja 400 લોન્ચ કરી છે. 2022 Kawasaki Ninja 400 થોડા દિવસો પહેલા જ વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે તે ભારતીય બજારમાં પહોંચી ગયું છે. કંપનીએ તેને 4.99 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. જો કે, 2022 મોડેલમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. જેના કારણે આ બાઇક વધુ
કાવાસાકીએ ભારતીય બજારમાં ninja 400 બાઇક લોન્ચ કરી

સ્પોર્ટ બાઇકના શોખીનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. લગભગ 2.5 વર્ષની રાહ જોયા બાદ કાવાસાકીએ ફરી એકવાર ભારતીય બજારમાં તેની બાઇક Ninja 400 લોન્ચ કરી છે. 2022 Kawasaki Ninja 400 થોડા દિવસો પહેલા જ વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે તે ભારતીય બજારમાં પહોંચી ગયું છે. કંપનીએ તેને 4.99 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. જો કે, 2022 મોડેલમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. જેના કારણે આ બાઇક વધુ સ્ટાઇલિશ અને પાવરફુલ લાગે છે.

Advertisement

કંપનીનું કહેવું છે કે કાવાસાકી નિન્જા 400 માટે બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ભારતમાં તેની ડિલિવરી પણ શરૂ થશે. હવે કાવાસાકી નિન્જા 400 મોડલ અગાઉની સરખામણીમાં BS6 એન્જિન આપવામાં આવ્યું છે. આ બાઇકને ઘણી અપડેટ કરવામાં આવી છે. અગાઉ આ બાઇક એપ્રિલ 2020માં લાગુ કરવામાં આવેલા BS6 ઉત્સર્જન ધોરણોનું પાલન કરતી ન હતી.
કંપનીના જણાવ્યા અનુસાર નવા વર્ઝનમાં અગાઉના મોડલની સરખામણીમાં નોંધપાત્ર રીતે અપગ્રેડ કરવામાં આવ્યું છે. જેના કારણે આ બાઇક વધુ પાવરફુલ અને સ્ટાઇલિશ લાગે છે. બાઇકને પાવર આપવા માટે 399 સીસી, લિક્વિડ-કૂલ્ડ, પેરેલલ ટ્વિન મોટર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન સિક્સ-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. આ સિવાય ડ્યુઅલ ચેનલ ABS સાથે બંને છેડે ડિસ્ક બ્રેક ઉપલબ્ધ છે. સીધી રીતે Kawasaki Ninja 400 ભારતીય બજારમાં કોઈ સાથે સ્પર્ધા કરતું નથી તેમ છતાં તે KTM RC 390 સાથે સ્પર્ધા કરશે. આ બાઇક બે નવા કલર્સ લાઇમ ગ્રીન અને સ્પાર્ક બ્લેક સાથે મેટાલિક કાર્બન ગ્રે સાથે આવી રહી છે.
Tags :
Advertisement

.