Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસે આરોપીને મુંબઇથી પકડ્યો

કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાની માહિતી સામે આવી છે. પોલીસે સોશિયલ મીડિયા દ્વારા અભિનેતા વિકી કૌશલ અને કેટરિના કૈફને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કેટરીના કૈફ અને વિકી કૌશલને ધમકી આપનાર આરોપી મુંબઈમાં રહે છે. પોલીસે આજે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ આ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.મુંબઈ પોલીસે માનવવિંદર સિંહ નામનàª
08:27 AM Jul 25, 2022 IST | Vipul Pandya
કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાની માહિતી સામે આવી છે. પોલીસે સોશિયલ મીડિયા દ્વારા અભિનેતા વિકી કૌશલ અને કેટરિના કૈફને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કેટરીના કૈફ અને વિકી કૌશલને ધમકી આપનાર આરોપી મુંબઈમાં રહે છે. પોલીસે આજે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ આ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.
મુંબઈ પોલીસે માનવવિંદર સિંહ નામના આ વ્યક્તિની ધરપકડ કરી છે. માનવીન્દર વ્યવસાયે સ્ટ્રગલિંગ એક્ટર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મનવિંદર સિંહ બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફનો મોટો ફેન છે. તે કેટરિના સાથે લગ્ન કરવા માંગતો હતો, તેથી જ છેલ્લાં કેટલાક મહિનાઓથી તે સોશિયલ મીડિયા પર કેટરિના અને વિકી કૌશલને સતત હેરાન કરી રહ્યો હતો. આ વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ કિંગ આદિત્ય રાજપૂત🇮🇳VVIP લખ્યું છે.પ્રોફાઇલ બાયોમાં, વ્યક્તિએ પોતાને એક અભિનેતા તરીકે વર્ણવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિએ બાયોમાં માય ગર્લફ્રેન્ડ/વાઈફ @katrinakaif લખ્યું છે. આરોપી કેટરિનાની ઓફિશિયલ ID ને પણ ટેગ કર્યું હતું. 

ઇન્સ્ટાગ્રામ પર સતત ધમકીભર્યા મેસેજ પોસ્ટ કરાતા હતાં. 
મુંબઈની સાંતાક્રુઝ પોલીસે સોશિયલ મીડિયા દ્વારા બોલિવૂડ કલાકારો વિકી કૌશલ અને કેટરિના કૈફને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વિકી કૌશલની મુંબઈ પોલીસે કહ્યું છે કે વિકી કૌશલની ફરિયાદ પર આઈપીસી ઉપરાંત આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર સતત ધમકીભર્યા મેસેજ પોસ્ટ કરી રહ્યો છે અને તે મારી પત્ની કેટરિનાને ફોલો કરી રહ્યો છે અને ધમકીઓ આપી રહ્યો છે. બંને સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકો માટે તેમના અંગત અને વ્યાવસાયિક જીવનની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. બંને તાજેતરમાં માલદીવ ગયા હતા.
અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો
વિકી કૌશલ અને કેટરિના કૈફની ગણતરી બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ્સમાં થાય છે. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ બે વર્ષ પહેલાં લગ્ન કરી લીધા. વિકી અને કેટરિના તાજેતરમાં માલદીવમાં હતા. આ કેટરિના કૈફની મનપસંદ જગ્યાઓમાંથી એક છે, જ્યાં બંનેએ અભિનેત્રીનો જન્મદિવસ ઉજવ્યો હતો. જ્યાં સુધી ધમકીના મામલાની વાત છે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે ધમકી કોણે આપી હતી. પરંતુ અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે.સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે. કેટરીનાની આગામી ફિલ્મોમાં મેરી ક્રિસમસ, ટાઈગર 3, ફોન ભૂત, જી લે ઝરાનો સમાવેશ થાય છે. જ્યારે વિકી કૌશલની ગોવિંદા નામ મેરા, ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી રિલીઝ થઈ રહી છે.
આ પહેલા સુપરસ્ટાર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે. તેને પત્ર દ્વારા ધમકી આપવામાં આવી હતી. પત્રમાં લખવામાં આવ્યું છે કે પિતા (સલમાન ખાન અને સલીમ ખાન)ની પણ સિદ્ધુ મૂસેવાલા જેવી જ હાલત થશે. જો કે આ પહેલાં પીઢ ગાયક સિદ્ધુ મૂસેવાલાની આ વર્ષે મે મહિનામાં હત્યા કરવામાં આવી હતી. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સલમાન ખાન અને તેના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
આ પણ વાંચો - વિશ્વના 10 ફિલ્મ નિર્માતાઓ જેમણે માટે જેલમાં જવું પડ્યું, ફિલ્મોની સરાહના પણ સત્તા સામે વિરોધ
Tags :
GujaratFirstKatrinaKaifthreateningVickyKausha
Next Article